________________
નાદિયાની પ્રાચીન જિનપ્રતિમા
૨૬૭
માલાધરનાં રૂપ કાઢેલાં છે (ચિત્ર ૩, ૪). જિનબિંબના શીર્ષ પર પુરાણી પરંપરા અનુસાર પૂરા ભાગમાં દક્ષિણાવર્તકેશનું આલેખન છે.
પ્રતિમાના આસન પર (કે અન્ય ભાગ પર) લેખ નથી. પરંતુ જિનમૂર્તિની અને પરિકરદેવતાઓની વિગતો ગુહામંદિરો કિંવા લયન મંદિરોની ભીંતો પર કંડારેલ, કે ત્યાં ગર્ભગૃહોમાં સંસ્થિર પ્રતિમાઓનાં આયોજન અને કોરણીનું સ્મરણ કરાવતી હોઈ તેમ જ શૈલીગત સામાન્ય અને વિશેષ લક્ષણોના આધારે, તેને ઈસ્વીસના ૭મા શતકના અંતભાગમાં મૂકી શકાય. પરંતુ જેમ ઉકેશ(ઓસિયા)ના પ્રતીહારકાલીન મહાવીર જિનાલયની મુખ્ય પ્રતિમાના સંબંધમાં બન્યું તેમ અહીં પણ આ વિરલ જિનપ્રતિમાના કલાતત્ત્વને વણસાવી માર્યું છે. કારણમાં જોઈએ તો શ્વેતાંબર પરંપરાની કેટલીક સદીઓથી ચાલી આવતી અર્ચા અને એની અર્ચના-પદ્ધતિમાં ચૈત્યવાસી જમાનાથી વિકસીને આવી ગયેલ તત્ત્વો. તેમાં જિનની મુખાકૃતિના સમાધિસ્થ પ્રશમરસનો હ્રાસ કરી દેતાં કાળા રંગથી ચીતરેલ ભ્રમરો, કાચનાં ચક્ષુઓ, અને વક્ષસ્થળ આજુબાજુ અને અન્યત્રે ચોંટાડેલ ધાતુમય ટીલાઓ તેમ જ વરખના લેપર. નાંદિયાની આ પ્રતિમામાં તો ચામરધર યક્ષોને પણ છોડ્યા નથી. કાળી ભ્રમરો અને ગૉગલ્સ જેવી ચડાવેલી મોટી આંખોથી એમની શાંતિમય પ્રસન્ન મુખમુદ્રા પર ગ્રહણ લાગી ગયું છે. આ ઇન્દ્રો વા યક્ષોની પાંચ-છ દાયકા પહેલાંની લેવાયેલી (અને પ્રકાશિત થયેલી) તસવીરોમાં તેમનાં અસલી દેવતાઈ દિદાર અને મનોહારિતા પ્રકટ રૂપે પેખી શકાય છે.
નાદિયાની પ્રતિમાથી પચાસ-પોણોસો પૂર્વની હોઈ શકે તેવી છે મહુડી કોટ્યર્કની આરસી માતૃકા”. અને પછીની જિનપ્રતિમાઓમાં જોઈએ તો વરમાણના મહાવીર જિનાલયની નવમા શતકના અંતિમ ભાગની પ્રતિમા તરફ નિર્દેશ કરી શકાય; પરંતુ ત્યાં પણ પ્રતિમાની અસલી ભાવવાહિતા ચક્ષુ-ટીલાદિથી નષ્ટ થઈ ગઈ છે.
ટિપ્પણો :
૧. શ્વેતાંબર સંપ્રદાયમાં દુર્ભાગ્યે મુસ્લિમ આક્રમણો દરમિયાન તેમ જ જીર્ણોદ્ધારકોના પ્રતાપે, અને પૂજાની વિશિષ્ટ રૂઢિને પ્રભાવે, પ્રાચીનતર પ્રતિમાઓનો વિનાશ થઈ ચૂક્યો છે. જે કંઈ બચ્યું છે તેમાં પૂજાતી પ્રાચીન પ્રતિમાઓ પણ ક્રમશઃ એ જ પંથે ગતિમાન છે, એને રક્ષવાના, એનાં કાલાં તત્ત્વોને યથાવત જાળવી રાખવાના, કોઈ જ પ્રયત્ન થતા નથી કે તે પ્રક્રિયાને ઉત્તેજન દેવાને બદલે તેનાથી વિરુદ્ધનાં જ
ઉપદેશ અને કાર્યો જોવા મળે છે. ૨. જુઓ મુનિરાજ જયંતવિજય, અર્બુદાચલ પ્રદક્ષિણા જૈન લેખ સંદોહ, ભાવનગર વિ. સં. ૨૦૦૫ (ઈ. સ. ૧૯૪૯), પૃ ૧૪૨ લેખાંક ૩૯૬. આ પ્રતિમા મૂળે નાદિયાના જિનાલયમાં હોવી જોઈએ. નંદિગ્રામનો ઉલ્લેખ પછીના બે લેખોમાં પણ મળે છે. જેમ કે આરાસણ(કુંભારિયા)ના નેમિનાથ મંદિરની પાર્શ્વનાથની પ્રતિમાના આસનનો સંવત્ વગરનો લેખ (એજન પૃ૧૪, લેખાંક ૪૧), તથા આબૂ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org