SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ નાંદિયાની પ્રાચીન જિનપ્રતિમા રાજસ્થાનના પુરાતન ગૂર્જરદેશ પંથકમાં, અર્બુદાચલની ફરતે, ઈસ્વીસન્ના સાતમા શતકના પૂર્વાર્ધમાં ચાપ વંશનું શાસન હતું. તે કાળના ત્યાંનાં ઉલ્લેખનીય સ્થાનોમાં હતાં ભિલ્લમાલ (ભિન્નમાલ), કુત્સપુર (કુસુમા), બ્રહ્માણ (વરમાણ), વટપુર કે વટાકરસ્થાન (વસંતગઢ), ઇત્યાદિ ગ્રામ-નગરો. ત્યાંથી પ્રાચીન શિલ્પ-સ્થાપત્યના અવશેષો વા શિલાલેખાદિ પ્રાપ્ત થયા છે. એ સમુદાયનું એવું જ એક જૂનું સ્થાન છે ‘નંદિગ્રામ’ કિંવા હાલનું ‘નાંદિયા’, જેના દશમા શતક જેટલા પુરાણા ભાગ ધરાવતા નાના જિનાલયના ગર્ભગૃહમાં શ્વેતાંબર જૈન સંપ્રદાયની, પશ્ચિમ ભારતમાં જૂજવી જ બચેલી, પ્રાચીનતર પ્રતિમાઓમાંની એક જળવાયેલી છે (ચિત્ર ૧)૧. સં ૧૦૯૨ / ઈ. સ. ૧૦૩૬ના અજારીના જિનમંદિરની ધાતુપ્રતિમાના લેખમાં “નંદિગ્રામચૈત્ય” એવો ઉલ્લેખ છે : તેમ જ સં ૧૧૩૦ / ઈ સ ૧૦૭૪ના નાંદિયાના જિનાલય પાસે કોરેલ લેખમાં “નંદિયકચૈત્ય'ના પરિસરમાં વાપી નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ છે, જે ઉપરથી નાંદિયાનું મધ્યકાલીન અભિધાન ‘નંદિગ્રામ’ એવં ચૈત્યનું ગામના નામ પરથી ‘નંદિયકચૈત્ય’ અભિધાન હોવાનું સિદ્ધ થાય છે. સિરોહી આસપાસના પંથકમાં પ્રચલિત જૂની લોકોક્તિમાં “નાણા દિયાણા નાંદિયા, જીવિતસ્વામી વાંદિયા” જેવી કહેવત પ્રસિદ્ધ છે, જેની પ્રસ્તુત સ્થળોનાં જિનગૃહોમાં ‘જીવંતસ્વામી’(મુખ્યત્વે મહાવીર)ની પ્રતિમાઓ એક કાળે સ્થાપિત હોવાનો નિર્દેશ મળે છે. નાંદિયાના જિનમંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત મૂલનાયક જિનની પ્રતિમા (ચિત્ર ૧) અનેક દૃષ્ટિએ અપ્રતિમ છે. તેનો આળેખ પશ્ચિમ ભારતની અતિ પરિચિત મધ્યકાલીન જિન મૂર્તિઓથી તદ્દન નિરાળો છે. પીઠ-પટ્ટના પડખલાં પાર્શ્વવર્તી વ્યાલનાં રૂપો ધરાવતા સિંહાસનની પીઠિકા ભાગના મોવાડમાં, છેડાના ભાગે એક એક સિંહ, અને એ બન્નેની વચારે આડું ધર્મચક્ર, અને તેની અડખે પડખે કંડારેલાં મૃગલાંની જોડી ગુપ્તયુગની સારનાથ આદિની બુદ્ધ મૂર્તિઓના ઘાટ-વિધાનની પરિપાટીમાંથી ઊતરી આવ્યાનો સંકેત કરે છે. પીઠ પર મસૂરક વા ગાદી પર સ્થિત જિનરાજના લગભગ કાટખૂણે, બે મધ્યમ કદના તથા સુલલિત ભંગિમામાં અત્યંત સુડોળ એવં સુકુમાર ચામરધારી (ઇન્દ્રો વા યક્ષો) પ્રાતિહાર્ય રૂપે સ્થિર થયા છે (ચિત્ર ૨, ૫)૯. ચામરધરોના આલકના ગૂંચળાઓથી મનમોહક બનતા મસ્તક પર રત્નપિનઃ ત્રણ પદકવાળા પટ્ટબંધથી શોભાયમાન કદંડ મુકુટ ઉલ્લેખનીય છે. વચ્ચે પદ્માસનસ્થ જિનપ્રતિમાના પદ્મપ્રભામંડળની॰ આજુબાજુ અપ્સરા સહિત, પ્રશાંત મુખમુદ્રાયુક્ત, વીણાધર ગંધર્વ, અને એ જોડલીની ઉપર વિદ્યાધરી સમેત આકાશચારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy