SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દષ્ટિપાત પ્રશસ્તિઓમાંથી મળે છે.)૧૧ ખેઢા અને લાહડે (અને સાથે મોટે ભાગે એમના કુટુંબના સભ્યોએ) આ ઉપરાંતના કરાવેલ સુકૃતોમાં આબૂ પરના દેલવાડાગ્રામના મંત્રી તેજપાલે બંધાવેલ, વર્તમાને વિશ્વવિખ્યાત, લૂણવસરિકાપ્રાસાદ(નેમિનાથ જિનાલય)ની જગતી પર બે દેવકુલિકાઓ કરાવ્યાનો, ને તેમાં પરિકર સહિતનાં ૬ બિંબ પધરાવ્યાનો ઉલ્લેખ છે. શિલાલેખના નીચલા ભાગમાં આવતી ૧૨-૧૭ ક્રમની પંક્તિઓ બૂરી રીતે ખંડાઈ જવાને કારણે ખેઢા અને લાહડની પિછાનનો અકળ રહેતો ભેદ ઉકેલવા માટે આ આબૂ પરના સુકૃતની નોંધ સંકેતરૂપ કડી બની રહે છે : એ બાબતની ચર્ચા કરતાં પહેલાં શિલાલેખમાં આગળ કહેલી વિગતો જોઈ જઈએ. તેમાં આબૂ પછી જાલોરના “પાર્શ્વનાથદેવ-ચૈત્યની જગતી પર કરાવેલ ઋષભદેવનાં બિંબ સમેતની દેહરીની નોંધ લીધી છે. જાલોરનું એ પાર્શ્વનાથનું મંદિર તે સં. ૧૨૨૨ | ઈ. સ. ૧૧૬૬માં ગુર્જરેશ્વર મહારાજ કુમારપાળે નગર સમીપવર્તી કાંચનગિરિ પર કરાવેલ મંદિર, કે જેમાં પાર્શ્વનાથ મૂલનાયક હતા, તે “કુમારવિહારમાસાદ' હોવાની શક્યતા છે. લેખમાં આ પછી વિજાપુરના કોઈ જિનાલયમાં દેહરી અને ધ્વજાકળશ સાથે જિન નેમિનાથનું બિંબ ભરાવ્યાનો ઉલ્લેખ છે. વિજાપુરના “નાભેય' (આદિનાથ) અને ‘વીર”નાં પુરાણાં મંદિરોનો મંત્રીશ્વર વસ્તુપાલે ઉદ્ધાર કરાવેલો તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એ બેમાંથી એક મંદિર ગિરનારવાળા લેખમાં અભિપ્રેત હશે. હવે સાહુ ખેઢા અને લાહડ કોણ હતા તેની તપાસ કરીએ. થોડીક ક્ષણ અગાઉ આ વિશે કહ્યું હતુ કે તે રહસ્યનો ઉકેલ આબૂમાં હોવાનો નિર્દેશ લેખમાંથી પ્રાપ્ત થાય છે. આબૂના દેલવાડાગ્રામમાં મંત્રી તેજપાલ નિર્મિત લૂણવસહિકાપ્રાસાદની દેવકુલિકાઓના શિલાલેખો તપાસતાં તેમાં દેહરી ક્રમાંક ૩૮ અને ૩૯ પર ખોદાયેલા નિર્માણનિર્દેશક લેખો તેમ જ અંદરનાં પબાસણોના પાંચ લેખોમાં સમગ્ર રીતે જોતાં ગિરનાર પરના શિલાલેખોમાં આવતાં (જળવાયેલાં) નામો બરોબર મળી રહે છે. એની વિગતવાર માહિતી અહીં આપ્યા બાદ તે પર વિશેષ અવલોકન કરવું ઠીક થઈ પડશે. (અહીં પરિશિષ્ટમાં તુલનાર્થે આબુના મૂળ લેખોની વાચના આપી છે.) ત્યાં દેરી ૩૮ પરના સં. ૧૨૯૧ / ઈસ. ૧૨૩૫ના લેખમાં જણાવ્યું છે કે પૂર્વે નાગપુર(નાગોર)માં થઈ ગયેલા સાધુ (સાહુકાર) વરદેવ ઉપરથી વરહડિયા આમ્નાય પ્રકાશમાં આવ્યો. (તેના સંતાનિકોનાં નામ અને સગપણની વિગતો લેખમાં આપી છે.) ત્યાં વરદેવના પૌત્ર સા. નેમડ, તેના રાહડ અને સહદેવ આદિ ચાર પુત્રો, અને પછી રાહડના ચાર પુત્રોનાં નામ આપ્યાં છે જેમાં ધણેસર અને લાહડનો સમાવેશ છે. આ ઉપરાંત લેખમાં સહદેવના બે પુત્રો–ખેઢા અને ગોસલ—નાં નામ પણ આપ્યાં છે". પ્રસ્તુત દેવકુલિકા સહદેવે શ્રી મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy