SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ (ઋષભદેવ)ના બિંબ સહિતની દેવકુલિકા કરાવી. (ને) વિજાપુરમાં શ્રી નેમિનાથનાં બિબવાળી દંડકળશ સહિતની દેવકુલિકા કરાવી. લેખના અંતિમ, ખંડિત ભાગમાં રહેલા ઉપલબ્ધ વિશેષનામદર્શક અક્ષરો પહેલી દૃષ્ટિએ કારાપકોના કુટુંબીજનોનાં નામ હશે તેવી અટકળ તરફ દોરી જાય છે. આ લેખને કોતરાવનારાઓ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના સંબંધી, કે પછી મિત્ર યા સુપરિચિત વ્યક્તિ કે અનુગૃહીત હોય તેમ પ્રથમ દૃષ્ટિએ લાગે છે. શિલાલેખમાં ખેઢા તથા લાહડે મહંત શ્રી તેજપાલના આદેશથી ‘ઉજ્જયંત મહાતીર્થમાં શ્રી “વસ્તુપાલવિહારમાં ખત્તક સાથે નેમિનાથ બિંબ સ્થાપ્યાની વાત કહી છે તે મહંત શ્રી તેજપાલ શ્રી અત્રિએ સૂચવ્યું છે તેમ મંત્રીશ્વર વસ્તુપાલના લઘુબંધુ તેજપાલ હોઈ શકે. વસ્તુપાલના ઈ. સ. ૧૨૩૯માં થયેલા સ્વર્ગગમન બાદ પણ, અને વસ્તુપાલે સ્વસ્વામી વાઘેલા મહામંડલેશ્વર વિસલદેવ સાથે થયેલા ખટરાગને કારણે ઈ. સ. ૧૨૩૪ આસપાસ મંત્રીપદ છોડી દીધેલું હોવા છતાં પછીથી તેજપાળ મહામંત્રીની મુદ્રા સાચવતા હોવાનાં પ્રમાણ છે. મહામાત્યનું પદ તેજપાળે પોતાના અવસાનના સમય (આ. ઈસ. ૧૨૪૮) પર્યત સંભાળ્યું હોય તેમ લાગે છે. આદેશ આપી શકનાર વ્યક્તિ કાં તો મોટું પદ સંભાળનારી હોય યા તો પરમાદરણીય મુરબ્બીજન હોય : એ હકીકત જોતાં, અને ખાસ “વસ્તુપાલવિહારમાં પ્રતિમા પધરાવવાની ખેઢા તથા લાહડને સૂચના કરનાર વ્યક્તિ તેજપાળ, તે મંત્રીશ્વર તેજપાળ હોવાનો પૂરો સંભવ છે. ગિરનાર પરનો ‘વસ્તુપાલવિહાર' તે હાલ વસ્તુપાલ-તેજપાલનું કહેવાતું “અષ્ટાપદ અને “સમેતશિખરનાં જોડિયાં મંદિરો ધરાવતું શામળા પાર્શ્વનાથનું મંદિર છે. સચિવેશ્વર વસ્તુપાલે એમાં મૂલનાયકરૂપે પાર્શ્વનાથની નહીં પણ શત્રુજયેશ શ્રી યુગાદિદેવની પ્રતિષ્ઠા કરાવેલ તેમ તે મંદિરના વસ્તુપાલના સં. ૧૨૮૮ | ઈ. સ. ૧૨૩૨ની સાલવાળા છ પ્રશસ્તિલેખો અને અન્ય સમકાલીન લેખનો પરથી જાણીએ છીએ. પ્રતિષ્ઠા કરાવનાર વિજયસેનસૂરિ તે રેવંતગિરિરાસુના કર્તા અને મંત્રી વસ્તુપાલના કુટુંબગુરુ નાગેન્દ્રગચ્છીય આચાર્ય વિજયસેનસૂરિ છે કે જેમનો ઉલ્લેખ શ્રી અત્રિ નોંધે છે તેમ ગિરનારના વસ્તુપાલપ્રશસ્તિના છ લેખોમાં આવે છે, ને તે ઉપરાંત આબૂના લૂણવસતીના ઘણા લેખોમાં પણ પ્રતિષ્ઠાચાર્યના રૂપમાં જોવા મળે છે. ગિરનારવાળા નવપ્રાપ્ત શિલાલખની વિગતોમાં આગળ જોઈએ તો કારાપકોએ શત્રુંજય મહાતીર્થમાં (શત્રુંજયાદ્રિ પર) દંડકળશ સાથે દેવકુલિકા (દેરી) કરાવ્યાની વાત આવે છે અને વધુમાં તે ગિરિ પરના મંત્રીશ્વર વસ્તુપાલે કરાવેલ “સાચઉર દેવકુલ' (સત્યપુરાધીશ વીરના મંદિર)માં ખત્તક સહિત શ્રીમહાવીરજિનનું બિંબ કરાવ્યું એમ પણ હકીકત આપી છે. (વસ્તુપાળે વિમલાચલ-શત્રુંજય પર કરાવેલ “સચ્યોરિમંડન મહાવીરના મંદિરના ઉલ્લેખો આપણને વસ્તુપાલના ત્યાંથી મળતા પ્રશસ્તિલેખો અને સમકાલીન પ્રશંસકોએ રચેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy