________________
ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત
સ્વાધ્યાય પુ૧, અંક ૨માં “ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ શિલાલેખો”માં શ્રી છોમા અત્રિએ ગિરનાર-પર્વતસ્થ જિનમંદિરને ફરતા કોટની દીવાલનો ભાગ પાડતી વખતે જડી આવેલા ત્રણ શિલાલેખો પ્રસિદ્ધ કર્યા છે. તેમાંનો ક્રમમાં બીજો લેવાયેલ નાનકડો પ્રશસ્તિ-લેખ ગિરનાર પર્વત પરના નોંધાયેલા લેખોમાં–ત્રુટિત હોવા છતાંયે–એની કેટલીક આંતરિક વિગતોને કારણે મહત્ત્વનો છે. અહીં એ મૂળ લેખની વાચના આપી, તેની વસ્તુ પર ટૂંકી શી ચર્ચા કરવા વિચાર્યું છે. મૂળ લેખનો શિલાખંડ એ સ્થળેથી મળી આવેલ પ્રતિમાઓ સાથે હાલ જૂનાગઢના સરકારી સંગ્રહાલયમાં સચવાયો છે. તેને રૂબરૂ તપાસી જોવાનો સંયોગ તે કાળે પ્રાપ્ત નહોતો થયો તેથી શ્રી અત્રિએ કરેલી વાચના-ઉપલક દૃષ્ટિએ મને લાગ્યું છે તેવા એક નાનકડા ફેરફાર સાથે અને લેખના કારયિતાઓનાં ગોત્ર અને એકાદ પૂર્વજના નામના ખૂટતા અક્ષરોની પૂર્તિ સાથે રજૂ કર્યો છે. લેખ કોતરાયો છે તે શિલ્પો વિશે શ્રી અત્રિએ જરૂરી માહિતી આપેલી હોઈ તેના પર કશું જ કહેવાની જરૂર નથી. લેખના મુસદ્દામાં રહેલાં જોડણી અને વ્યાકરણનાં
સ્કૂલનો, ભાષાદોષ, પ્રાકૃત અને જૂની) ગુજરાતીના પ્રારંભિક શબ્દ-રૂપ-સંભાર ઇત્યાદિ પર પણ શ્રી અત્રિએ અવલોકન કર્યું છે અને હું તેમાં થોડુંક ઉમેરવા સિવાય તે પાસાંઓ પર ટીકારૂપે વિશેષ નહીં કહું.
લેખ કોતરવાનો ઉદ્દેશ ખેઢા અને લાહડ નામની બે (જિનધર્મી) વ્યક્તિઓએ ગિરનાર પર સં. ૧૨૯૯ / ઈ. સ. ૧૨૪૩માં કરાવેલ પ્રતિમા–પ્રતિષ્ઠાનો અને એના અનુલક્ષમાં સાથે સાથે અન્યત્ર કરાવેલ સુકૃતોની પણ નોંધ લેવાનો હોય તેમ લાગે છે. લેખનો મૂળપાઠ અહીં અંત ભાગે આપું છું. લેખની પ્રાપ્ત વિગતો આ પ્રમાણે છે :
સં. ૧૨૯૯ ને ફાગણ સુદિ ત્રીજના રોજ “શ્રી ઉજ્જયંત મહાતીર્થે “મહામાત્ય શ્રી વસ્તુપાલવિહાર'માં મહંત શ્રી તેજપાલના આદેશથી સાધુ ખેઢા તથા સાધુ લાહડેન શ્રી નેમિનાથનું બિંબ “ખત્તક'(એટલે કે ગોખલા) સહિત કરાવ્યું, જેની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિએ કરી. (તદુપરાંત) “શ્રી શત્રુંજય મહાતીર્થે શ્રી આદિનાથનું બિંબ દેવકુલિકા અને દંડકલશ સહિત સ્થાપ્યું. અને પ્રસ્તુત તીર્થમાં મહંશ્રી વસ્તુપાલે કરાવેલ “શ્રી સાચઉર દેવકુલ'(=સત્યપુરમંડન મહાવીરના તીર્વાવતાર મંદિર)માં શ્રી મહાવીરનું બિંબ ખત્તક (વિશે) સ્થાપ્યું. તથા શ્રી અર્બુદાચલે શ્રી તેજપાલે નિર્માવેલા “શ્રી નેમિનાથ ચૈત્ય'ની જગતી પર બે (૨) દેવકુલિકાઓ અને છ (૬) પરિકરવાની પ્રતિમાઓ કરાવી. (આ સિવાય) જાબાલિપુર(જાલોર)ના શ્રી પાર્શ્વનાથદેવચૈત્ય'ની જગતી પર શ્રી રિખભનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org