SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ અને શ્રી સંભાવ)દેવનાં બિંબ અને દંડકળશ સહિત કરાવી એવું લેખમાં કહેવામાં આવ્યું છે. દેહરી ૩૯ પરના સં. ૧૨૯૧ના પ્રશસ્તિલેખમાં પણ લગભગ એ બધા જ વરદુડિયા કુટુંબસમુદાયનાં નામો મળે છે અને તેમાં આગળની દેહરી ૩૮ના શિલાલેખમાં બતાવેલ સગપણો અહીં પણ બતાવ્યાં છે. આ લેખમાં પણ નેમડ, રાહડ, ધણેસર, લાહડ, સહદેવ, ખેઢા ઇત્યાદિ નામો મળે છે. હવે એ દેરીઓની અંદરના પ્રતિમાલેખો તપાસતાં તેમાં સં. ૧૨૯૩ના વર્ષના જિન સંભવનાથના બિંબની પ્રતિષ્ઠાના લેખમાં વરદુડિયા સંતાનીય સાઇ નેમડના પૌત્ર ખેઢાનો ઉલ્લેખ છે. ત્યાંના બીજા એક સં. ૧૨૯૩ના લેખમાં ધણેસર અને લાહડનો ઉલ્લેખ છે. સં. ૧૨૯૩ના એક ત્રીજા લેખમાં નેમડપૌત્ર લાહડે પોતાની ભાર્યાના શ્રેયાર્થે કરાવેલ નેમિનાથના બિંબની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે ૯. વહુડિયા પરિવારના અન્ય બે બિંબપ્રતિષ્ઠા લેખો પણ આ દેહરીઓમાં છે. પણ સૌથી મહત્ત્વનો તો છે દેહરી ૩૮ના દ્વારની જમણી બાજુની ભીંત પર ખોદેલો ૪૫ પંક્તિઓવાળો એ જ વરાહુડિયા કુટુંબનો સં. ૧૨૯૬ | ઈ. સ. ૧૨૪૦નો મોટો પ્રશસ્તિલેખ, જે અહીં ચર્ચલ વિષય માટે અત્યંત મહત્ત્વનો છે. એમાં સાહુ નેમડ, ખેઢા, ધણેશ્વર, લાહડાદિ નામો મળવા ઉપરાંત વરહડિયા પરિવારે અન્યત્ર કરાવેલ સુકૃતોની વિસ્તૃત યાદી આપવામાં આવી છે. તેમાં આવતો (૧) “શત્રુંજય મહાતીર્થ' પર કરાવેલ કાર્યોમાં, વસ્તુપાલે કરાવેલ “સત્યપુર મહાવીરના મંદિરમાં એમણે (વરહુડિયાઓએ) કરાવેલ બિંબ અને ખત્તકનો ઉલ્લેખ, અને (૨) શ્રી અર્બુદાચલ શ્રીનેમિનાથચત્યની જગતમાં ૬ બિંબ સાથેની બે દેવકુલિકાઓનો ઉલ્લેખ તેમ જ (૩) જાબાલિપુરના “પાર્શ્વનાથચૈત્ય'ની જગતીમાં કરાવેલ દેવકુલિકા સહિતના શ્રી આદિનાથબિંબનો ઉલ્લેખ તથા (૪) વિજાપુરના ચૈત્યમાં કરાવેલ શ્રીનેમિનાથ અને પાર્શ્વનાથની દેવકુલિકાઓનો ઉલ્લેખ આદિ સાથે ગિરનારવાળા લેખમાં અપાયેલ વિગતો લગભગ પૂર્ણ રીતે મળી રહે છે૨. એક વિશેષ હકીકત એ નોંધીએ કે આબૂના ઉપર કથિત સૌ લેખોમાં પણ જ્યાં જ્યાં પ્રતિષ્ઠાકત આચાર્યનું નામ આપ્યું છે ત્યાં ત્યાં વિજયસેનસૂરિનું જ નામ મળે છે. ગિરનારના લેખમાં ઉલ્લિખિત આબૂની બે દેહરીઓ તે નિઃશંક લૂણવસતીની દેવકુલિકા ૩૮ અને ૩૯ છે | ગિરનારવાળા પ્રશસ્તિ લેખમાં આવતાં નામો–ખેઢા, ધણેશ્વર, અને લાહડનો પારસ્પરિક સંબંધ આબૂના લેખોમાં સ્પષ્ટ રીતે આપેલો છે. તદનુસાર (રાહડના પુત્રો) ધણેશ્વર (કે ધનેસર) અને લાહડ સગા ભાઈઓ ઠરે છે અને ખેઢા તે તેમના કાકા (રાહત-બ્રાતૃ) સહદેવનો પુત્ર થાય. (આબૂના શિલાલેખોના આધારે તેમ જ શ્રેષ્ઠી નેમડના વંશની મળી આવેલી એક ગ્રંથપ્રશસ્તિના આધારે મુનિશ્રી જયંતવિજયજીએ તૈયાર કરેલું વરહુડિ વંશવૃક્ષ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy