SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” ૨૨૯ આ પછી ૧૪મા શતકના ત્રીજા ચરણમાં, ખરતરગચ્છાચાર્ય જિનકુશલસૂરિના શિષ્ય વિનયપ્રભોપાધ્યાય, સ્વરચિત અપભ્રંશ “તીર્થમાલાસ્તવનમાં ગિરનારતીર્થ પર વાંદેલ જિનાલયોમાં વસ્તિગ(વસ્તુપાલ)ના આદિ પહો'(શત્રુંજયાવતારચૈત્યના આદિપ્રભુ)નો, ‘કલ્યાણત્રય' નેમિનિનો, અને (વસ્તુપાલ કારિત) અષ્ટાપદ તથા સમેતગિરિ તથા ગિરનારના સાંબ, પ્રદ્યુમ્ન, અને અવલોકના શિખર પરનાં જિનબિંબોનો સમાવેશ કરે છે : वस्ति( ग )वसहीं हिं आदि पहो । कल्याणत्रये नमवि जिणनेमि अष्टापद सम्मेतगिरे । वंदउ ओ तित्थ जिणबिंब सांब-पज्जुन अवलोयगिरे ॥२१।। આ ઉલ્લેખ પણ કલ્યાણત્રય'માં નેમિજિન મૂળનાયક રૂપે હતા તે વાતને વિશેષ ટેકો મળે છે. વિનયપ્રભોપાધ્યાયની એક અન્ય (પણ સંસ્કૃત) રચના, ચૈત્યપરિપાટીસ્તવમાં પણ, પ્રસ્તુત ચૈત્યનો ઉલ્લેખ છે, અને ત્યાં તેને કલ્યાણત્રિતય સંજ્ઞા આપી શકે છે, જો કે ત્યાં બીજો કોઈ વિસ્તાર કર્યો નથી : યથા : प्रासादान्तर-जैन-देवगृहिकामध्यस्थितांस्तीर्थपान् नाभेयं वर वस्तुपालभवने सम्मेतकाष्टापदे कल्याणत्रितयेऽवलोकशिखरे श्रीतीर्थपानां गु(ग)णं श्री रैवतगिरौ नमामि च तथा प्रद्युम्नसाम्बौ भजे ॥२४॥ આ પછી સોએક વર્ષની અંદર રચાયેલ, તપાગચ્છીય જિનહર્ષગણિના સુપ્રસિદ્ધ ચરિત્ર ગ્રંથ વસ્તુપાલચરિત્ર' (સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૪૧) અંતર્ગત ગિરનારગિરિ પર મંત્રીએ કરાવેલ સુકૃતોની અપાયેલી વિસ્તૃત સૂચિમાં “કલ્યાણત્રિતયનું નેમિનાથનું ઊંચું પથ્થરનું ભવન તેજપાળે કરાવ્યાની નોંધ લેવાયા ઉપરાંત, પ્રસ્તુત જિનાલયમાં નેમીશ્વરસ્વામી ‘ત્રણરૂપે બિરાજતા હોવાની વાત કહી છે, યથા : श्रीनेमिनाथभवनं कल्याणत्रितयसंज्ञया विहितम् । तेजपालः सचिवो विदधे विमलाश्मभिस्तुङ्गम् ॥७३०॥ सप्तशत्या चतुःषष्ट्या, हेमगद्याणकैनवम् । तन्मौलौ कलशं प्रौढं न्यधादेष विशेषवित् ॥७३१॥ तत्र नेमीश्वरः स्वामी त्रिरूपेण स्वयं स्थितः । प्रणतो दुर्गति हन्ति, स्तुतो दत्ते च निर्वृतिम् ॥७३२॥ આ બધા ઉલ્લેખોથી એટલું તો સ્પષ્ટ છે કે, (ઈ. સ. ૧૨૩૨ પશ્ચાતુ) મંત્રી તેજપાળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy