________________
૨૨૮
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
ઉછામણીમાં “કલ્યાણજિત્ર)ય”ની માલા સા. રાજદેવભાતૃ ભોલાકે ૩૧૧ દ્રમ્પની બોલીથી પહેરી હોવાનો ઉલ્લેખ છે. પ્રસ્તુત “કલ્યાણત્રય' તે મંત્રી તેજપાળે કરાવેલ ચૈત્ય જ હોઈ શકે.
સં. ૧૩૬૭(ઈસ૧૩૧૧)માં ભીમપલ્લી(ભીલડીયા)થી સંઘ સહિત તીર્થયાત્રાએ નીકળેલ ખરતરગચ્છીય યુગપ્રવર જિનચંદ્રસૂરિ (તૃતીય) ગિરનાર ગિરિસ્થ ‘કલ્યાણત્રયાદિ' તીર્થાવલિ-બિરાજમાન “અરિષ્ટનેમિને નમસ્કાર્યાનો અને એ રીતે “કલ્યાણત્રય સંબંધી પ્રસ્તુત ગુર્નાવલીમાં એક વિશેષ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે : યથા :
समस्तविधिसंघेन च कलिताः, प्रतिपुरं प्रतिग्रामं निःशङ्कं गीत - नृत्यवाद्यादिना जिनशासनप्रोत्सर्पणायां विजृम्भमाणायां क्रमक्रमेण सुखंसुखेन श्रीशत्रुञ्जयालङ्कारत्रैलोक्यसार समस्ततीर्थपरम्परापरिवृतं प्रविहितसुरासुरनरेन्द्रसेवं श्रीनाभेयदेवम्, श्रीउज्जयन्ताचलशिखरमण्डनं समस्तदुरितखण्डनं सौभाग्यकमलानिधानं यदुकुलप्रधानं कल्याणकत्रयादिनानातीर्थावलिविराजमानं श्रीअरिष्टनेमिस्वामिनं च नूतनस्तुतिस्तोत्रविधानपूर्वकं परमभावनया सकलसंघसहिताः
श्रीपूज्या महता विस्तरेणावन्दिषत ।
અહીં ઉલ્લેખ તો અલબત્ત પ્રાસંગિક છે, અને “કલ્યાણત્રય' વિશે કોઈ અધિક માહિતી સાંપડતી નથી; પણ ગિરનાર પર નેમિનાથના મહિમ્ન મંદિર અતિરિક્ત બીજા કોઈ મંદિરનો ઉલ્લેખ કરવાને બદલે “કલ્યાણત્રય'નો કર્યો છે, જેમાંથી પ્રસ્તુત ચૈત્યની રેવતતીર્થ સાથેની સંગતતા સિદ્ધ થવા અતિરિક્ત તેનું મહત્ત્વ તે કાળે સ્થપાઈ ચૂકયું હશે એવું પણ કંઈક સૂચન મળી રહે છે.
ઈસ્વીસના ૧૪મા શતકમાં આગળ વધતાં કેટલાક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો સાંપ્રત વિષય અનુષંગે, વિશેષ કરીને “કલ્યાણત્રયની રચના કેવી હતી તે પાસાં પર પ્રકાશ વેરનાર, પ્રાપ્ત થાય છે. મોટે ભાગે તો રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મઘોષસૂરિના આમ્નાયમાં થયા હશે તે જ્ઞાનચંદ્રના નવપ્રાપ્ત સંસ્કૃત ભાષા નિબદ્ધ ગિરનાર ચૈત્યપરિપાટી સ્તવન (પ્રાયઃ ઈ. સ. ૧૩૨૦-૧૩૨૫)માં પ્રસ્તુત જિનાલયમાં ત્રણભૂમિયુક્ત (રચનામાં) ચતુરાનન (ચતુર્મુખ) અને અંજનાભ (શ્યામલ) એવા નેમિનાથને નમ્યાનો ઉલ્લેખ છે :
कल्याणत्रय-जिनालय भूत्रयेपि नेमिं नमामि चतुराननमंजनाभं ॥११॥
આ ઉલ્લેખથી “કલ્યાણત્રયચૈત્યમાં ત્રણ ભૂમિવાળી રચના હતી અને તેમાં ચારે દિશાએ નેમિનાથની શ્યામલ પ્રતિમાઓ હતી તે વાતની પ્રથમ જ વાર સ્પષ્ટતા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org