________________
સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય’’
મળે છે; ત્યાં (પર્વતની) ‘મેખલા' (ધાર) પાસે મંત્રી તેજપાળે ‘કલ્યાણત્રયચૈત્ય' કરાવ્યાની વાતનો ઉલ્લેખ છે :
कल्याणत्रयचैत्यं तेजःपालो न्यवीविशन्मन्त्री | यन्मेखलागतमसौ गिरिनारगिरीश्वरो जयति ॥ २८॥
ચૌદમા શતકના પૂર્વાર્ધમાં, કલ્પપ્રદીપકાર જિનપ્રભસૂરિએ તેમના પ્રાકૃતમાં રચેલ ‘રૈવતગિરિકલ્પ’માં પણ ડુંગર પરનાં જિનભવનોના સંદર્ભમાં (મોટે ભાગે તો વિજયસેનસૂરિના આધારે) ઉપરની હકીકતની નોંધ લીધી છે ઃ
तेजपालमंतिणा कल्लाणत्तयचेइअं कारिअं ।
જિનપ્રભસૂરિના સમકાલિક મેરુતુંગાચાર્ય વિરચિત સુવિખ્યાત ગ્રંથ પ્રબંધચિંતામણિ (સં. ૧૩૬૫ / ઈ સ ૧૩૦૯)૪ અંતર્ગત “વસ્તુપાલ-તેજપાલ પ્રબંધ'માં મંત્રીશ્વર વસ્તુપાળે સવારના પહો૨માં ઉજ્જત પર આરોહણ કરી, શૈવેય(શિવાદેવી સૂનુ = નેમિનાથ)ની અર્ચના કરી, પોતે નિર્માવેલ ‘શત્રુંજયાવતાર'ના મંદિરમાં પ્રભાવના કરી, તે પછી ‘કલ્યાણત્રય’માં અર્ચના કરી એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે; જો કે ત્યાં પ્રસ્તુત ચૈત્ય તેજપાળે કરાવેલું હતું, કે તે નેમીશ્વરનું હતું, તે તથ્યોની નોંધ લેવામાં આવતી નથી. યથા :
प्रातरुज्जयन्तमारुह्य श्रीशैवेयक्रमकमलयुगलममलमभ्यर्च्य स्वयंकारित श्रीशत्रुञ्जयावतारतीर्थे प्रभूतप्रभावनां विधाय कल्याणत्रयचैत्ये वर्यसपर्यादिभिस्तदुपचितीमाचर्य, समन्त्री..... ( इत्यादि):
Jain Education International
આ ઉલ્લેખ પછીથી એક પાછોતરો, પણ અન્યથા વસ્તુપાલ-તેજપાલના કાળને સ્પર્શતો, સંદર્ભ હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિના ચતુર્વિશતિપ્રબંધ કિંવા પ્રબંધકોશ (સં. ૧૪૦૫ / ઈ સ ૧૩૪૯) અંતર્ગત મળે છે, જેમાં મંત્રીશ્વરે ગિરનાર પર દર્શન કરેલ દેવધામોમાં ‘કલ્યાણત્રય'નો પણ સમાવેશ કર્યો છે યથા :૫
૨૨૭
तत्राऽप्यष्टाहिकादिविधिः प्रागिव । नाभेयभवन- कल्याणत्रय-गजेन्द्रपदकुण्डान्तिकप्रासाद- अम्बिका - शाम्ब-प्रद्युम्नशिखर तोरणादिकीर्त्तन दर्शनैर्मन्त्री सङ्घश्च नयनयोः स्वादुफलमार्पिपताम् ।
આ પછીના કાળ સંબંધી ઉલ્લેખ સં. ૧૩૯૩ / ઈ સ ૧૩૩૭ના અરસામાં પૂર્ણ થયેલ, બૃહદ્-ખરતરગચ્છગુર્વાવલીના ઉત્તરાર્ધમાં મળે છે : સં૰ ૧૩૨૬ / ઈ. સ. ૧૨૭૦માં ખરતરગચ્છીય આચાર્ય દ્વિતીય જિનેશ્વરસૂરિએ સંઘ સહ ગિરનારની યાત્રા કરેલી ત્યારે ગિરિવર પર થયેલી ધાર્મિક ક્રિયાઓમાં જુદાં જુદાં જૈન તીર્થાયતનોની માલા પહેરાવવાની
For Private & Personal Use Only
www.jainelibrary.org