________________
૨૦૦
વીરધવલના શ્રેયાર્થે શંખેશ્વરનો ઉદ્ધાર કરાવ્યો. આ વાતોમાં તથ્ય હોઈ શકે છે.
અહીં એકત્ર કરેલી આ વિષય પરની માહિતી ઉપરાંત પણ આ બન્ને બંધુઓનાં અન્ય સુકૃત્યો હશે જે અંગે ભવિષ્યમાં સામગ્રી ઉપલબ્ધ થશે તો પુરવણીરૂપે એક લેખ આપવા લેખકોનો સંકલ્પ છે.
ટિપ્પણો :
૧. વસ્તુપાલ અને લલિતાદેવીના પુત્ર ચૈત્રસિંહનો આ પુત્ર હશે ?
૨. કેટલાક પ્રશસ્તિકારોનાં કથન અનુસાર ઈંદિરાની; અર્થ એક જ છે.
૩. આખંડલ મંડપ; કેટલાક પ્રશસ્તિકારોનાં કથન અનુસાર : અર્થ એક જ છે.
૪. જિનહર્ષે અહીં નિજનાયક શબ્દનો વિનિયોગ કર્યો છે.
૫. જિનહર્ષે કરેલ ‘નિજદૈતા”નો શું અર્થ કરવો ?
૬. ગોખલા સમજવાના.
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
૭. જાલ્ડ, માઉ, સાઉ, ધનદેવી, સોહગા, વયજુ અને પદ્મલા.
૮. જાબાલિપુર(જાલોર)ના રાજા ઉદયસિંહના મંત્રી યશોવીર વસ્તુપાલના મુરબ્બી મિત્ર હતા. બન્ને વચ્ચે અગાધ મૈત્રી હતી એટલે યશોવીરના કલ્યાણ માટે શત્રુંજય ૫૨ વસ્તુપાલે પ્રતિમાઓ ભરાવી હોય તો એ બનવાજોગ છે.
૯. જૈત્રસિંહે તેજપાલના સ્મરણાર્થે ચાન્દોન્માનપુરમાં ગજઅશ્વની રચનાવાળો પ્રાસાદ કરાવ્યાનું જિનહર્ષ નોંધે છે. આ પ્રાસાદ પણ સ્વર્ગારોહણપ્રાસાદ સમજવાનો. સ્વર્ગારોહણપ્રાસાદ સંબંધમાં એક સંશોધનાત્મક લેખ શ્રી પ્રભાશંકર સોમપુરા અને સાંપ્રત લેખક દ્વારા સ્વાધ્યાયમાં છપાઈ ચૂક્યો છે. ૧૦. અંબાજીના દેવાલયવાળું ‘અંબા’ શિખર તો એ નામથી આજે પણ ઓળખાય છે, પણ અવલોકના, શાંબ, અને પ્રદ્યુમ્ન શિખરોનાં નામ બદલાઈ જઈ આજે તો ગોરખનાથ, દત્તાત્રય, અને ઓઘડનાથના, નામથી પરિચયમાં છે.
૧૧. વસ્તુપાલ-તેજપાલના પ્રભાસમાં કરાવેલ જૈનમંદિરની ચર્ચા આ અગાઉ ‘સ્વાધ્યાય' પુસ્તક, અંક ૩(અક્ષય તૃતીયા, વિ. સં. ૨૦૨૨)માં “પ્રભાસપાટણનાં પ્રાચીન જૈનમંદિરો'એ શીર્ષક તળેના સચિત્ર લેખમાં વિસ્તારથી આ લેખના લેખકો કરી ચૂક્યા છે. (જુઓ અહીં એ પુનર્મુદ્રિત લેખ.)
૧૨. કુહેડીગ્રામ તેમ જ લેખમાં આવતાં બીજાં કેટલાંક પ્રાચીન ગામોનાં અર્વાચીન નામો અંગે વાઘેલા યુગ પર મહાનિબંધ લખી પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર શ્રી નવીનચંદ્ર આચાર્ય સંશોધન કરી રહ્યા હતા. પછીથી એ પુસ્તક છપાઈ ગયું હતું.
૧૩. વટેમાર્ગુઓ માટે રસ્તા ઉપર હશે.
૧૪. ભરૂચ પાસે ઝઘડિયા એ ઝાંઝરિયા કદાચ હોઈ શકે. જિનહર્ષે આપેલા ગ્રામક્રમમાં તે બેસે છે ખરું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org