________________
વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ
૧૯૯
(૬૮) સૂર્યાદિત્યપુર
ઋષભપ્રભુનું મંદિર કરાવ્યું. (૬૯) ગોપગિરિ
ગ્વાલિયરમાં જિનમૂર્તિ સ્થાપી. આમસરોવરની પાળે શાંતિજિનાલય કરાવ્યું. પોતાના હિત માટે ધર્મચક્ર સહિતનું ધાતુબિંબ કરાવ્યું. (૭૦) યોગિનીપુર
દિલ્હીમાં ગોમટાકારઅહ(બાહુબલી)નું ઉન્નત ચૈત્ય કરાવ્યું. સમેતશિખરથી લાવેલ વજબિંબ અને ચક્રેશ્વર મહાદેવી સ્થાપ્યાં.
જિનહર્ષનાં કેટલાંક વિધાનો તદ્દન સ્પષ્ટ નથી; જેમ કે આશાપલ્લી પાસે કે કોઈ બીજે સ્થળે, મોટે ભાગે તો વસ્તુપાળે, પોતાના નામથી નગર વસાવી તેમાં તીર્થાધિપ વર્ધમાન જિનેશનું હેમકુંભવાળું નગોપમ દેવાલય કરાવેલું ને ત્યાં વિરધવલના સુકૃત્ય માટે ગજ, વાજિ અને નરથરવાળા બ્રહ્માનો પ્રાસાદ કરાવ્યો.
જિનહર્ષે નોધેલી હકીકતો આમ તો શંકાથી પર છે પણ દ્વારકાના ઉપલક્ષમાં કહેલી વાતો અત્યંત વિવાદાસ્પદ ગણવી જોઈએ. જિનહર્ષ કહે છે કે તેજપાળે (?) ગોમતીસાગર સંગમે ઉત્તુંગ નેમિચૈત્ય કરાવ્યું, હવે આ સ્થાને તો દ્વારકાધીશ શ્રીકૃષ્ણનું મંદિર છે. સાંપ્રતકાળે જૈનોમાં એવી માન્યતા છે કે આ મંદિર નેમિનાથનું હતું અને જો એમ હોય તો એ તેજપાળની (?) કૃતિ ઠરે, પણ દ્વારકાધીશના મંદિરના મૂલપ્રાસાદ તેમ જ કપિલીનો ભાગ તો સિદ્ધરાજના સમય જેટલાં પુરાણાં છે અને એમાં સ્પષ્ટ રીતે જ વૈષ્ણવ શિલ્પચિહ્નો છે. એનું આયોજન પણ બ્રાહ્મણીય પ્રથાને અનુસરે છે, બ્રાહ્મણધર્મીઓનો જૈનો પર એક આક્ષેપ એ છે કે તેઓ કેટલાંક બ્રાહ્મણ તીર્થધામોને અસલમાં જૈન હતાં તેવું મનાવે છે. હવે હકીકત એ છે કે વર્તમાન દ્વારકામાં જૈન પ્રતિમાઓના કોઈ અવશેષો મળતા જ નથી, તો પછી જિનહર્ષે આવી નોંધ કેમ કરી હશે? આ સંબંધે વિચારતાં એમ લાગે છે કે દ્વારકાધીશનું મંદિર નેમિનાથનું હોવાની માન્યતા ૧૫મી શતાબ્દીમાં પણ જૈનોમાં પ્રચલિત હશે અને એ આધારે જિનહર્ષે દ્વારકાધીશના મંદિરનું નામ પાડ્યા સિવાય ગોમતીસાગર સંગમે તેજપાલ (?) નિર્મિત નેમિચેત્યની વાત લખી હોય અથવા તો દ્વારકાધીશના મંદિરની સામેના ભાગમાં બાજુમાં ક્યાંક કદાચ હોય પણ ખરું. પણ એનું કંઈ જ નક્કર પ્રમાણ નથી એ આશ્ચર્યજનક ગણાય. દ્વારકાધીશ અને રુક્મિણીનાં પુરાણાં મંદિરો જળવાઈ રહે તો નેમિનાથનું જબરું મંદિર સર્વથા નષ્ટ થઈ જાય તેમ માનવું તર્ક સુસંગત લાગતું નથી. જિનહર્ષ વધુમાં નોંધે છે કે શંખોદ્ધારદ્વીપમાં તેજપાળે પ્રથમાનું મંદિર કરાવ્યું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org