________________
તારંગાના અહંતુ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ?
૧૭૯
૨૧. ગ્રંથનું મૂળ અભિધાન આ જ છે, મારપાનપ્રતિવો નહીં. જિનવિજયજી પોતાના દષ્ટિકોણથી ગ્રંથોના
મૂળ શીર્ષક ક્યારેક બદલી નાખતા; જેમકે જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપનું અભિધાન બદલી તેમણે વિવિધ
તીર્થવન્ય કરેલું. ૨૨. જુઓ ૩. પ્ર. પૃ. ૧૪૩-૧૪૪. ૨૩. આ શતક જૈન આત્માનંદ સભા–ભાવનગર દ્વારા વર્ષો પહેલાં પ્રકાશિત તો થઈ ચૂક્યું છે પણ તે હાલ
હાથવગું ન હોઈ અહીં પ્રકાશન-વર્ષ સંબંધી વિગત આપી શકતો નથી. હેમચંદ્રાચાર્યના બીજા શિષ્ય વધમાન સૂરિએ પણ કુમારવિહારશતક રચેલું પણ તેનું એક માત્ર અનેકાર્થી પદ્ય વૃત્તિ સહિત ઉપલબ્ધ છે. (જુઓ અને ક્ષાર્થ સાહિત્ય સંપ્રદ પ્રથમો વિષા, સં. ચતુરવિજયમુનિ, અમદાવાદ ૧૯૩૫, પૃ. ૧
૬૪.) ૨૪. પુખશ્વ ગુમારપાન વિમિત્વા શસિતોત્રાર્તचैत्यं स्फाटिकपार्श्वबिम्बमकृत स्वर्णेन्द्रनीलैनपः ।।
- જ્યાશ્રયમીક્ષાવ્ય, દિતીયgવું, ૨૦-૨૮, (સાંચોર ૧૯૮૭, પૃ. ૬૩૭.) ૨૫. કલિંગદેશમાં રાજા ઉદ્યોતકેસરિએ નિર્માણ કરાવેલ ભુવનેશ્વરનું પ્રસિદ્ધ લિંગરાજ મંદિર (૧૧મી સદી
ત્રીજું ચરણ), રાજા અનંગ ચોડ ભીમદેવે બંધાવેલ પુરીનું જગન્નાથ મંદિર (૧૨મી સદી પૂર્વાર્ધ), અને કોણાર્કનું નરસિહદેવે બંધાવેલું જગખ્યાત સૂર્યમંદિર (પ્રાયઃ ઈ. સ. ૧૨૫૦) એને સંબંધિત બધા જ નિર્માતાઓ મહારાજાધિરાજ હતા. ખજુરાહોનું સૌથી મોટું મંદિર–કંદરિયા મહાદેવચંદેલા રાજા વિદ્યાધરે ઈ. સ. ૧૦૨૫-૧૦૫૦ના અરસામાં કરાવેલું હોવાનો નિર્દેશ છે. તંજાવુરનું જબ્બર બૃહદીશ્વર મંદિર ચોલ સમ્રાટ રાજારાજ દ્વારા ઈ. સ. ૧૦૧૦માં, અને ગંગાઈકોર્ડચોગ્લપુરમુના મહામંદિરનું એના પુત્ર રાજેન્દ્ર ચોલ દ્વારા (આ. ઈ. સ. ૧૦૨૫-૧૦૩૦માં) નિર્માણ થયેલું. ગુજરાતમાં પણ ઉપર કહ્યા તે સિવાય અન્ય પણ મેરુ પ્રાસાદો હતા; જેમકે કર્ણદેવનો પાટણમાં કરાવેલો “કર્ણમેરુ' (પ્રાય: આઠ ઈ. સ. ૧૦૭૦-૧૦૮૦), અને ત્યાંનો સિદ્ધરાજ કારિત ‘સિદ્ધમેર” પ્રાસાદ, જે બન્ને આજે તો કાળના
ગર્ભમાં વિલીન થઈ ગયા છે. ૨૬. આ એક નક્કર હકીકત છે. આનું સમર્થન કુમારપાળનાં અંતિમ વર્ષોમાં, કે પછી દ્વિતીય ભીમદેવની
પ્રારંભિક કારકિર્દીના અરસામાં રચાયેલા વાસ્તુગ્રંથ અપરાજિતપૃચ્છામાં મળે છે. ત્યાં વૈશ્ય, ક્ષત્રિય, અને બ્રાહ્મણ જો રાજા ન હોય તો તેને મેરુ જાતિનો પ્રાસાદ બાંધવાનો નિષેધ કરેલો છે. યથા :
वैश्येनाऽपि यदा मेरुविना राज्ञा प्रकार्यते । विभ्रमस्तत्र राष्ट्रेषु दुःस्थिता भ्रमति प्रजा ॥६॥ क्षत्रियोऽपि विना राज्ञो यदि मेरुं च कारयेत् । तस्करोपद्रुता लोकास्तत्र राष्ट्रेषु नित्यशः ॥७॥ विप्रोपि कारयेन्मेरुं विना राज्ञो धनेश्वरः । परस्परं प्रजाकोपो भवति ग्रामदुःस्थितिः ॥८॥
– અપરાજિતપૃષ્ઠ ૨૮૨.૬-૮ (પૃ. ૪૭૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org