SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ તારંગાના અહંતુ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ ? ૧૭૫ (ઈ. સ. ૧૧૮૫)માં કુમારપાળે ‘શ્રેષ્ઠી નેમિનાગ'ના પુત્ર અભયકુમારની ગરીબ જૈનો માટે પાટણમાં શરૂ કરેલા સત્રાગારની દેખરેખ માટે નિમણૂક કરેલી તે અભય પ્રસ્તુત આભડ જ લાગે છે. આ આભડ નેમિનાગ’ વા નૃપનાગ’ અપરનામે નાગરાજ’નો પુત્ર હતો, યશોદેવનો નહીં; અને તેને આ બધા, લઘુપ્રબંધસંગ્રહ(૧પમી શતી)થી જૂના, ગ્રંથોમાં ક્યાંય દંડનાયક કહ્યો નથી. આમ દંડનાયક અભયદ અને પાટણના આભડ વસાહની અનન્યતા સિદ્ધ થઈ શકે તેમ નથી. બન્ને સમકાલીન પણ ભિન્ન વ્યક્તિઓ હતી. ૫. લેખક મહોદયો પોતે કરેલાં અર્થઘટન અને તેમાંથી નીપજતી કલ્પનાની માંગણી પર આગળ વધતાં આ પ્રમાણે લખે છે : “.....અભયદેવ દંડનાયક હતા, તેમણે અજિતનાથનું દેરાસર બાંધવાની બાબત શ્રીસંઘ તથા જૈનાચાર્યોની સાથે ચર્ચાવિચારણા કરીને તેમનો નિર્ણય અનુમતી (અનુમતિ) માટે કુમારપાલને મોકલીને તેમની આજ્ઞા મેળવીને કામ કર્યું લાગે છે. આ વ્યવહાર તત્કાલીન સમાજમાં જાણીતો હતો, એ બાબત ચંદ્રાવતીના દંડનાયક વિમલે ભીમદેવની આજ્ઞા વિમલવસહી માટે મેળવી હતી તે દૃષ્ટાંત સ્પષ્ટ કરે છે.”૩૩ અજિતનાથના દેરાસરની સાદી જગતી, કામદે પીઠ જેવી રચનામાં કંઈક આર્થિક વ્યવસ્થા દેખાય છે*, તેથી દેરાસરના બાંધકામ માટે જરૂરી રાજાજ્ઞા મળી હતી, પરંતુ તેની અર્થવ્યવસ્થા અભયદેવ તથા શ્રીસંઘ દ્વારા થઈ હોવાનું અનુમાન પુષ્ટ થાય છે. વિમળશાહે આબૂ પર વિમલવસહી દંડનાયક તરીકે બાંધ્યું હતું તેમ અભયદેવે તારંગામાં અજિતનાથનું દેરાસર બાંધ્યું”....૪ અવલોકનઃ-પાછળ જોઈ ગયા તેમ મંદિર તો રાજાનિર્મિત જ હતું, પણ તેનું નિર્માણ, એટલે કે પ્રસ્તુત સંદર્ભમાં અભયદ દંડનાયકે નિર્માણ કામની દેખરેખ માત્ર રાખેલી હશે તેમ જણાય છે. મંદિરની જગતી સાદી છે; અને જગતી ઉપરની ફરસબંધી લગભગ ૨૫૦ ફીટ X ૨૫૦ ફીટ જેટલા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી છે તે કારણે એમ હશે? પીઠમાં વિશેષ થરો લીધા નથી તે બાબત પર ઉપર ચર્ચા થઈ ચૂકી છે. મંદિરના નિર્માણ સંબંધમાં અભયદે આચાર્યો સાથે વિચારવિમર્શ કરેલો, કે સંઘ તરફથી આર્થિક સહાયતાદિ મળી હતી તેવી કલ્પના કરવા માટે તો કોઈ પણ સ્રોતમાંથી જરાપણ સૂચન મળતું નથી : મૂર્વ નાસ્તિ : શારવી ? ગ્રામં નાસ્તિ સુd: સીમા ? મંદિર બનાવવાનો આદેશ કુમારપાળનો પોતાનો હતો. ૬. મહાભાગ મહેતા તથા સહલેખક વિદ્વાનાં કેટલાંક અન્ય સંદર્ભગત વિધાનો હવે તપાસીએ : “....અભયદેવ જૈન ધર્મી હોવાથી તેના પ્રદેશને અજેય બનાવવાની જવાબદારી આવી પડે ત્યારે તેણે તીર્થકરો પૈકી કોનો આશ્રય લેવો તે સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય. તીર્થકરોની નામાવલી [] તેમનાં માતાપિતા આદિનું અવલોકન કરતાં તેમાં અજિતનાથનું નામ મોખરે આવે. તેમના પિતા જિતશત્રુ, માતા વિજયા [] જન્મસ્થાન અયોધ્યા જેવી તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy