________________
૧૭૪
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
આ કુમારવિહાર પર હેમચંદ્રના પટ્ટશિષ્ય રામચંદ્ર કુમારવિહારશતક કાવ્ય રચ્યું છે. સ્વયં હેમચંદ્ર પાટણમાં કુમારપાળે પાર્શ્વનાથનું મંદિર કરાવ્યાનો ઉલ્લેખ દયાશ્રયકાવ્યમાં કરેલો છે, જે ઉપરકથિત કુમારવિહાર જ હોવાનું જણાય છે. આમ અહીં પણ માણસ શબ્દ કુમારપાળનો રાજાદેશ અને એથી રાજકોશમાંથી ખર્ચાયેલ દ્રવ્યથી મંદિર બંધાયેલું એવા તથ્યનો ઘાતક છે : પણ પ્રસ્તુત સંદર્ભમાં મહેતા-શેઠના સિદ્ધાંતને માનીએ તો તે મંદિર કુમારપાળ કારિત નહીં પણ વાલ્મમંત્રીકરૂંક (કે પછી ગર્ગ શ્રેષ્ઠીના પુત્રો કારિત) જ માનવું પડે; પણ ઉપરકથિત સમકાલીન લેખક હેમચંદ્ર આપેલું પ્રમાણ એવી સ્થાપનાથી વિરુદ્ધ જાય છે. આથી આવી જ ઘટના તારંગાના મંદિર સંબંધમાં પણ બની તેમ માનવું સયુક્તિક છે. આખરે મેરુ જાતિનો પ્રાસાદ મોટા રાજાઓ સિવાય અન્ય કોઈ બંધાવતું નહીં તે હકીકત સિદ્ધરાજ કારિત સિદ્ધપુરના રુદ્રમહાલયથી અને કુમારપાળે નવ-નિર્માણ કરાવેલ પ્રભાસના સોમનાથના મંદિર(ઈ. સ. ૧૧૬૯)થી સિદ્ધ છે. અન્યત્ર પણ બહુ મોટાં મંદિરો રાજકારિત જ હોવાનું જ જાણમાં છે. જૈનોમાં શ્રેષ્ઠીઓ, ઠક્કરો (જમીનદારો), મંત્રીઓ, મહામાત્યો, દંડનાયકો આદિમાંના ઘણાખરા ધનવાન અને વગદાર હતા, પણ તેમાંના કોઈએ પણ મોટા માનનો મેરુ જાતિનો પ્રાસાદ બંધાવ્યાની નોંધ હજી સુધી ક્યાંયથીયે પ્રાપ્ત નથી થઈ.
૪. વિદ્રપુંગવોનું આગળનું લખાણ જોતાં તેમાં ઇતિહાસવિષયને સ્પર્શતું એક નીચે પ્રમાણેનું વિધાન મળે છે. “......અભયદેવ માટે બીજો કોઈ ઉલ્લેખ હોય તો તે તપાસતાં ‘લઘુપ્રબંધ'માંથી કેટલીક સામગ્રી પ્રાપ્ત થાય છે. લઘુપ્રબંધોમાં એક સહસ્રલિંગપ્રબંધ છે, તેમાં સિદ્ધરાજની સભાનું વર્ણન છે. આ વર્ણનમાં પ્રથમ સ્થાન સાન્ત મંત્રીનું અને બીજું સ્થાન આભડ વસાહનું છે. આ પ્રબંધના સંપાદનમાં આભડ વસાહ દંડનાયક હોવાનું વિધાન થયું છે. તેથી આભડ દંડનાયક સિદ્ધરાજનો સમકાલીન હતો અને કુમારપાલના સમયમાં તેની સત્તા વધી હોવાના સંપાદકના વિધાનમાં શક્તિ છે. આભડ અને અભયદેવ એ બન્ને શબ્દો એક વ્યક્તિના સૂચક હોવાની માન્યતા સ્વીકારતાં, જૈન પરંપરા જુદી જુદી વહીઓ રાખનાર આભડ વસાહમાં આ દંડનાયકની પ્રવૃત્તિ સાચવતી દેખાય છે. આ બાબતે વધુ અન્વેષણને અવકાશ છે.”....૨૭
અવલોકન :- જ્ઞાત પ્રબંધોમાં તો “આભડવસાહને પાટણનો શ્રેષ્ઠી કહ્યો છે, દંડનાયક નહીં; અને તેના પિતાનું નામ ત્યાં “જશદેવ” (યશોદેવ) ન હોતાં બીજું જ જોવા મળે છે. પુરાતન-પ્રબંધ-સંગ્રહ(પ્રત b, DA, p) (૧પમી સદી મધ્યભાગ)ના “વસાહ આભડપ્રબંધ”માં તેને અણહિલ્લપુરના શ્રેષ્ઠી નાગરાજનો પુત્ર કહ્યો છે. હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિના પ્રબંધકોશ (ઈ. સ. ૧૩૪૯) અંતર્ગત ““આભડપ્રબંધ''માં તેને અણહિલ્લપુરના શ્રીમાલવંશીય શ્રેષ્ઠી નૃપનાગનો પુત્ર કહ્યો છેલ, જિનધર્મપ્રતિબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org