SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ હોવાનું તો જરાયે જણાતું નથી. ગુજરાતના અસ્તિત્વમાન સોલંકીયુગીન મંદિરોમાં આજે તો આ સૌથી મોટું મંદિર છે. (લેખકો એમની યુક્તિની સામે જતા આ અનેક સ્પષ્ટરૂપે દશ્યમાન મુદ્દાઓનો ઉલ્લેખ કરતા નથી !) અહીં પ્રાપ્ત થતી પરિસ્થિતિની તુલનારૂપે એક સમકાલીન દાખલો યાદ આવે છે. કુમારપાળના મંત્રી વામ્ભટે શત્રુંજય પરના આદિનાથના જૂના મંદિરને કાઢી નાખી તેને સ્થાને પ્રાયઃ (બાવન) ફીટ પહોળો સાંધાર જાતિનો પ્રાસાદ ઈ. સ. ૧૧૫૫ / ૧૧૫૭માં કરાવેલો. તે પ્રાસાદનાં અને તેના ગૂઢમંડપનાં (હાલ તો દબાયેલી) પીઠ તથા મંડોવરનો રૂપખચિત મોટો ભાગ હજી સાબૂત છે, અને ત્યાં પણ ગજાનર-પીઠો છોડી દીધી છે. આ કારણસર મહત્તમ વાભટ્ટ પાસે પૂરતું દ્રવ્ય નહોતું તેમ તો કહી શકાય તેમ નથી : શત્રુંજયની તળેટીમાં તેમણે કુમારપાળના નામ પરથી “કુમારપુર” નામક પ્રાકારયુક્ત વસાહત અને તેમાં રાજાના પિતાના નામ પરથી ‘ત્રિભુવનપાલ વિહાર' બંધાવેલો; તે પછી ધોળકામાં પિતા ઉદયન મંત્રીના નામ પરથી ચતુર્વિશતિ દેવકુલિકાયુક્ત વિશાળ “ઉદયનવિહાર' બંધાવેલો. આ બધું કરાવનાર મંત્રી પાસે પૂરતાં પૈસા ન હોવાથી શત્રુંજય પરના સ્વકારિત મોટા મંદિરની પીઠ યથાર્થ ઘાટસ્તરોવાળી કરાવી શકેલ નહીં તેમ કહી શકાય ખરું ? ત્યાં, અને તારંગામાં બન્ને પર્વતીય સ્થળો પર–પીઠની ઊંચાઈ અને સ્તરો ઘટાડવા પાછળ કોઈ અન્ય જ કારણ જણાય છે, જે અલબત્ત અન્વેષણીય છે. અને સ્થાપના-લેખની આજે અનુપસ્થિતિથી કુમારપાળે તારંગાનો મહાપ્રાસાદ બંધાવ્યો ન હોય તેવો સંશય ઊભો થતો જ નથી. બીજી બાજુ જોઈએ તો, શું દંડનાયક (કે મંત્રી) પ્રાસાદ બંધાવે તો ત્યાં એનો પ્રશસ્તિલેખ ન હોઈ શકે તેવો કોઈ નિયમ છે? લેખ મોજૂદ નથી તો સાહિત્યિક પ્રમાણો તો છે જ ! ૩. વિદ્વાનો હવે તેમના કથનના હાર્દની સમીપ આવતાં લખે છે : “પ્રભાવકચરિતમાં નોંધાયેલી પરંપરા કુમારપાળના મરણ પછી આશરે એક સદી પછી પ્રચલિત થઈ હતી. એ વર્ષમાં [sic] પરંપરામાં ફેરફાર થવાની પૂરી શક્યતા છે એ વિચારને કુમારપાળ પ્રતિબોધના લેખક સોમપ્રભનું સમર્થન મળે છે. સોમપ્રભે કુમારપાળ પ્રતિબોધ વિસં. ૧૨૪૧ = ઈ. સ. ૧૧૮૫માં તૈયાર કરેલો હોઈ અજિતનાથનું દેરાસર જો કુમારપાળે બાંધ્યું હોય તો તેના અવસાન પછી અગિયાર વર્ષે તે રચાયો તેમાં સોમપ્રભે બીજી પરંપરા દર્શાવી છે.” ત્યાં “....દંડનાયક અભયદેવે અજિતનાથના દેરાસરને બંધાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ દંડનાયક અભયદેવની જસદેવના પુત્ર તરીકે નોંધ મળે છે. આમ કુમારપાલના જીવનની નજીકમાં લખાયેલા તેના પ્રતિબોધના જ આલેખનમાં આપેલી બીજી પરંપરામાં અજિતનાથના ચૈત્યની રચનાનું શ્રેય દંડનાયક અભયદેવને આપેલું.....છે.”૧૪ અવલોકન :- આમાં બે મુદ્દાઓ રહેલા છે અને બન્ને અંગે સ્પષ્ટતા થઈ જવી જરૂરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy