________________
તારંગાના અહંતુ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ?
૧૭૧
કર્તાઓનું સંદર્ભગત કથન નક્કર હકીકતની ભૂમિકા પર મંડાયેલું હોવાનો સંભવ પણ એટલો જ સબળ છે. મંદિરની પ્રશસ્તિનો લેખ, જે મૂળ હશે જ, તે આજે ઉપલબ્ધ નથી, પરંતુ તેમણે લખ્યું છે તે અલ્લાઉદ્દીન ખિલજીના આક્રમણ અને વિધ્વસ પૂર્વેની સ્થિતિ રજૂ કરતું હોઈ, તેમના સમયમાં તો તે મોજૂદ હોવાનો પૂરો સંભવ છે, અને તે અભિલેખની સામે જઈ, મંદિર જો કુમારપાળનું બંધાવેલું ન હોય તો પણ ધરાર તેને નામે ચડાવી દેવાની ચેષ્ટા કે સાહસ તેઓ કરે નહીં. અહીં આગળ થનાર ચર્ચામાં આ વાત વિશેષ સ્પષ્ટ બની રહેશે.
૨. વિદ્વાનૂ લેખકો આગળ ચાલતાં કહે છે : “પરંતુ અજિતનાથના દેરાસરની પ્રમાણમાં સાદી જગતી તથા તેની કામદ પીઠની રચનામાં કંઈક આર્થિક સંકડામણના અંશો હોવાનું શિલ્પગ્રંથોને આધારે સમજાવતાં [sic] તેમ જ દેરાસરમાં સમકાલીન લેખનો અભાવ જોતાં સંશય પેદા થાય છે કે ઉપર્યુક્ત પરંપરા બરાબર છે કે કેમ?”
અવલોકન :- અજિતનાથના મંદિરને જગતી તો સાવ સાદી, ઘાટડાં વગરની, અને નામ માત્રની કહેવાય". મંદિરની માંડણી વિશાળ ઉત્તાનપટ્ટ (ફરસબંધી)યુક્ત પ્રાંગણમાં થયેલી છે. તેની પીઠ, પ્રાસાદનાં જાતિ એવું માનાનુસાર, અષ્ટાંગ હોવી જોઈતી હતી પણ તેમ નથી તે હકીકત છે. વાસ્તુગ્રંથ અપરાજિતપૃચ્છા(પ્રાયઃ ઈસ્વી ૧૧૭૮-૧૨૨૦)માં એવું વિધાન અવશ્ય અપાયેલું છે કે ઓછું ધન હોય તો પીઠમાં ગજ, અશ્વ, અને નરપીઠ સંભવી શકતાં નથી : યથા ૧ :
गजाश्वनरपीठादिमल्पद्रव्ये न संभवेत् ।
– અપરાજિતપુચ્છ ફરવ.રર તારંગાના આ મહામંદિરમાં સૌથી નીચે કરેલા ‘ભિટ્ટત્રય' ઉપર જાઠ્યકુમ્ભ, કર્ણાલિ, અંતરપટ્ટ, છાદ્યકી, અને પ્રાસપટ્ટી કરેલાં છે, પણ પછી તેની ઉપર થવા ઘટે તે ગજપીઠ, અશ્વપીઠ, અને નરપીઠના ઘાટ કર્યા નથી. જો આ એક જ પાસા પર જોર દઈએ તો કહી શકાય કે કારાપકના ગજવામાં “ઝાઝાં કાવડિયાં નહોતાં. પરંતુ બીજુ બાજુ જોઈએ તો પ્રાસાદ તો જબરજસ્ત છે, સાંધાર અને મેરુ જાતિનો છે : ભદ્રમાને લગભગ ૭૪ ફીટ અને ઊર્ધ્વમાને તેનું લગભગ ૧૩૦ ફૂટ જેટલું વિશાળ અને ઉન્નત–પ્રભાસમાં કુમારપાળે ઈસ૧૧દ૯માં બંધાવેલા સોમનાથના કલાસમેરુ પ્રાસાદનું સમકક્ષ–કદ જોતાં, તેમ જ પ્રાસાદના તેમ જ ગૂઢમંડપના મંડોવરના યથાસ્થિત ઘાટડાઓ, શોભનમંડિત બે ભિટ્ટો, રૂપમંડિત કુંભાદિ એવું તલર્જધા અને ઊર્ધ્વજંઘા જેવાં પ્રતિમાયુક્ત સ્તરો (ચિત્ર “૧', “૨'), તથા રથિકાયુક્ત શિખર પરની સૂક્ષ્મ કોણી દર્શાવતી જાલક્રિયા (ચિત્ર “૩’, ‘જ') જોતાં, તેમ જ ગૂઢમંડપની ભીંતો પરની કોરણી તેમ જ માતબર સંવરણા(ચિત્ર ૫)ને ધ્યાનમાં રાખતાં કારાપકને દ્રવ્યની ખોટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org