________________
૧૭૦
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
આશરે વિ. સં. ૧૨૦૦થી ૧૨૩૦ (આશરે ઈ. સ. ૧૧૪૪થી ૧૧૭૪) સુધી શાસન કરતો હતો. આ પરમ હિત [sic] રાજાએ પોતાની માનતા પૂર્ણ કરવા માટે અજિતનાથનું ચૈત્ય [sic] બંધાવ્યાની માન્યતા વિસં. ૧૩૩૪(ઈ. સ. ૧૨૭૮)થી [sic] પ્રભાવકચરિતમાં નોંધેલી પ્રાપ્ત થાય છે. આ પરંપરામાં ઘણું બળ છે."*
અવલોકન :- વિદ્વદ્દયની વાત સાચી છે કે પરમાત્ કુમારપાળે પ્રસ્તુત જિનાલય બંધાવેલું તે “પરંપરામાં ઘણું બળ છે.” મુનિ જિનચંદ્રની પ્રાકૃત ભાષા અને ઉપજાતિ છંદમાં નિબદ્ધ એક વિવિધતીર્થસ્તુતિ જાણમાં છે, ત્યાં પણ ઉપર્યુક્ત માન્યતાનું સમર્થન છે : યથા :
उत्तुंगपासायवडिंसरूवं
कुमाररण्णो किरमुत्तपुण्णं । सिरिअजिअसामी पयसुप्पवित्तं तित्थं जयउ तारणदुग्गयंमि ।।
– विविधतीर्थस्तुति २१ પ્રસ્તુત સ્તુતિમાં મંત્રી તેજપાલ કારિત અબ્દપર્વતસ્થ નેમિનાથ (ના ભવનનો) તેમ જ આરાસણના સંભવનાથ જિન(ના આલયનો) ઉલ્લેખ હોઈ તેની રચના ઈ. સ. ૧૨૩૨ બાદની જ હોવી ઘટે : તો પછી પ્રસ્તુત જિનચંદ્ર તે ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિ તૃતીય (આચાર્યપદ ઈ. સ. ૧૨૮૫, મૃત્યુ ઈ. સ. ૧૩૨૦) હોવાનો પૂરો સંભવ છે. એમની ઉપરકથિત પ્રાકૃત રચના ઈ. સ. ૧૩૦૪ના મુસ્લિમ આક્રમણ પૂર્વની હોવી ઘટે. આમ જિનચંદ્ર રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના લઘુવયસ્ક સમકાલિક આચાર્ય જણાય છે. પ્રસ્તુત જિનચંદ્રસૂરિનું કાર્યક્ષેત્ર પ્રધાનતઃ રાજસ્થાન હતું, અને તેમણે જે લખ્યું છે તે પ્રભાચંદ્રાચાર્યના કથનના આધારે લખ્યું હશે તેના કરતાં તે કાળે જ્ઞાત–સર્વસુવિદિત પારંપારિક તથ્ય–ના આશ્રયે, એવું સ્વગચ્છની પરંપરા અનુસાર, કહ્યું હશે તેમ કલ્પવું વધારે ઠીક જણાય છે. વિશેષમાં જિનચંદ્રસૂરિના સમકાલિક નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યે પણ પ્રબંધચિંતામણિ (વિ. સં. ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦૫)માં (અન્ય અને વિશિષ્ટ સંદર્ભમાં) તે જિનાલયને કુમારપાળ કારિત જ માન્યું છે : અને ત્યાં પ્રભાવકચરિતના કથનથી વેગળો જ વિષય હોઈ તેનો આધાર પણ કર્તાને જ્ઞાત આનુશ્રુતિક પરંપરા જ જણાય છે. બીજી વાત એ છે કે પ્રભાચંદ્ર પણ જ્યારે (ઈ. સ. ૧૨૭૭માં) મંદિરના નિર્માતારૂપે કુમારપાળનું નામ આપે છે ત્યારે તેઓ તવિષય સંબદ્ધ પોતાના સમયમાં જે લેખિત તથા મૌખિક અનુશ્રુતિ જાણમાં હશે તેને આધારે લખતા હોવાનો સંભવ ઘણો મોટો છે. આથી આવી માન્યતાની શરૂઆત તેમણે લખ્યું તે વર્ષમાં જ થઈ હોવાની (કે બહુ તો તેમનાથી થોડાંક જ વર્ષો પૂર્વે થઈ હોય) તેમ દઢપણે માનવાને કારણ નથી. વધુમાં વધુ તો એ જુદી જુદી શક્યતાઓમાંની એક હોઈ શકે; બીજી બાજુ પ્રબંધાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org