________________
તારંગાના અહંતુ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ?
તારંગપર્વત-અલંકરિષ્ણુ દ્વિતીય તીર્થકર અજિતનાથનું મહાચેત્ય ચૌલુક્યપતિ ગૂર્જરેશ્વર કુમારપાળે કરાવેલું તેવી નિર્મન્થદર્શનના શ્વેતાંબર સંપ્રદાયમાં પરંપરાથી, તથા જૂના લેખનોના આધારે, માન્યતા ચાલી આવી છે. નિર્ગળેતર વિદ્વાનો પણ તે માન્યતાને ઐતિહાસિક તથ્ય રૂપે આજ દિવસ સુધી સ્વીકારતા આવ્યા છે; પરંતુ તાજેતરમાં સ્વાધ્યાયમાં મહાનામ ૨૦ ના મહેતા કા દ્ર. શેઠના સહલેખનયુક્ત “અજિતનાથ, અભયદેવ અને તારંગા” નામક અભ્યાસપૂર્ણ લેખ પ્રકાશિત થયો છે તેમાં ઉપરકથિત પરિપાટિગત માન્યતાનું ખંડન કરી, તેને સ્થાને અભિનવ, ઉપલક દૃષ્ટિએ તર્કપુર:સર, સ્થાપનાઓનું મંડન થયું છે; અને તદંતર્ગત કેટલાંક આશ્ચર્યકારક એવું અશ્રુતપૂર્વ વિધાનો પણ દૃષ્ટિગોચર થાય છે. વિદગ્ધ અને પ્રાંજલ પ્રૌઢીમાં નિબદ્ધ આ માતબર લેખથી વિદ્યાના આગવા અભિગમ, પદ્ધત્યધિગમ, અને વિશિષ્ટ પૃથક્કરણ-પ્રણાલીનો પરિચય પણ પ્રાપ્ત થાય છે. આ ચિતનીય લેખનથી લેખકો ગુજરાત-વ્યાપ્ત વિદ્વજગતના સાધુવાદને પાત્ર સહેજે બની જાય છે.
આ વિખ્યાત વિદ્વર્યોના નવતર તારતમ્યોમાંથી સહસા ઉદ્ભવતા પ્રકાશપુંજથી અંજાઈ જતી આંખો ફરીને દેખતી થાય ત્યારે તે સમગ્ર વિષય પર સ્વસ્થ ચિત્તે અને ગંભીરતાપૂર્વક વિચારવું આપોઆપ આવશ્યક બની જાય છે. લેખકોની યુક્તિઓ અને નિષ્કર્ષોને પ્રથમ તેમના શબ્દોમાં ઉદ્ધત કરી, તે પર ક્રમવાર, એવં સમીક્ષાત્મક, વિચારણા ચલાવવા સાંપ્રત શોધ-લેખનો ઉદ્દેશ છે.
લેખારંભે જે જે પૂર્વ લેખકો મંદિરને “કુમારપાળ વિનિર્મિત” હોવાનું માનતા હતા તેમાંથી ચારેકના લેખાદિની સૂચિ આપ્યા બાદ વિદ્વાન લેખકોએ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું છે. અહીં તેમનાં સારગર્ભ કથનોને એક એક કરીને લઈ, તેમાં ઉપસ્થિત કરેલા (તેમ જ તેનાથી ઉપસ્થિત થતા) મુદ્દાઓ પર, ક્રમશઃ વિચાર્યું છે :
૧. લેખકો કહે છે : “તારંગાનો અજિતનાથ ચૈત્ય [sic] અથવા દેરાસર તેની ભવ્યતા, સચવાયેલી પરિસ્થિતિ* અને કુમારપાળે તે બાંધ્યો [sic] હોવાની પરંપરાને લીધે માત્ર જૈનોમાં જ નહીં પરંતુ વિશ્વમાં જૈનોના ધાર્મિક સ્થાપત્ય તરીકે જાણીતો [sic] અને ભારતીય સ્થાપત્યના ઇતિહાસમાં પશ્ચિમ ભારતની વિશિષ્ટ શૈલીનો સારો નમૂનો ગણાય છે.”૩ “.......પરમ માહેશ્વર તથા પરમ અહંત [sic] તરીકે સુપ્રસિદ્ધ રાજવી કુમારપાળ
નિ, ઐ, ભા૨-૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org