________________
૧૫૮
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
૫. થારાપદ્ર
મોઢવંશીય જૈન મંત્રી યશપાલે મોહપરાજય નાટક થારાપદ્રપુર(થરાદ)ના કુમારવિહાર' ક્રોડાલંકાર શ્રી વીરજિનેશ્વરની યાત્રા પ્રસંગે વિસં. ૧૨૨૯-૩૩ | ઈ. સ. ૧૧૭૩-૭૬ વચ્ચે રચ્યું હોવાનો ઉલ્લેખ મળે છે. એ ઉપરાંત મંત્રીશ્વર વસ્તુપાલ (કે પછી તેજપાલે) થરાદમાં ‘કુમારવિહાર'ના સહોદર સમું નવીન જિનમંદિર કરાવ્યાનો જિનહર્ષે વસ્તુપાલચરિત્ર(વિ. સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૪૧)માં ઉલ્લેખ કર્યો છે. થરાદના ‘કુમારવિહાર'ના અસ્તિત્વનું પ્રમાણ આ બે ઉલ્લેખોથી મળી રહે છે. આ મંદિરનો ભૂતકાળમાં નાશ થઈ ગયો છે. થરાદમાં આજે પુરાણાં જૈન મંદિરો નથી. ૬. લાટાપલ્લી
લાડોલમાં એક ‘કુમારવિહાર' હોવાનું સૂચન કરતો ઉલ્લેખ આબુના દેલવાડાની લૂણવસતીની દેહરી ૩૮ પરના વરદુડિયા કુટુંબના વિ. સં. ૧૨૯૬ | ઈ. સ. ૧૨૪૦ના ઉત્કીર્ણ લેખમાં પ્રાપ્ત થાય છે. એ પરિવાર દ્વારા લાડોલના એ “કુમારવિહાર'ના જીર્ણોદ્ધાર પ્રસંગે ત્યાંના અગ્નમંડપમાં ખત્તક સાથે પાર્શ્વનાથ બિંબ ભરવામાં આવેલું. ૭. કર્કરાપુરી
ચૌદમા શતકના અંતે વિનયપ્રભોપાધ્યાયે રચેલા “તીર્થયાત્રા સ્તવન”માં કાકરના ‘કુમારવિહાર'ના પાર્શ્વનાથને વાંઘાનો ઉલ્લેખ મળે છે. ૮. જાબાલિપુર
જાલોરના કાંચનગિરિગઢ પર પરમાઈત કુમારપાલ ભૂપતિએ પાર્શ્વનાથનું ચૈત્ય વિ. સં. ૧૨૨૧/ ઈ. સ. ૧૧૬૫માં કરાવ્યાનું ત્યાંના શિલાલેખ પરથી જાણી શકાય છે. આબુના શિલાલેખવાળા વરદુડિયા કુટુંબે જાબાલિપુરના સુવર્ણગિરિ પર પાર્શ્વનાથની જગતી પરના અષ્ટાપદપ્રાસાદમાં બે ખત્તક કરાવ્યાની નોંધ છેv૦. એ મંદિર તે ઉપર કથિત “કુમારવિહાર' હોવું જોઈએ. આ મંદિર વિદ્યમાન છે. એમાં ભમતીના દેરીઓનો નાશ થયો છે, પણ મૂલપ્રાસાદ ત્રિવિહારના મંડોરાના જૂના ભાગ જળવાઈ રહ્યા છે. વિ. સં. ૧૨૬૮ | ઈ. સ. ૧૨૧૨માં એમાં મંડપ ઉમેરવામાં આવેલાની હકીકત ત્યાંના શિલાલેખ પર નોંધેલી છે. એ મંડપને સ્થાને આજે ૧૫મી સદીનો મંડપ ઊભો છે. મંદિર વિશાળ અને અલંકૃત અને રાજકર્તક હોવાનું સ્વમેવ જાહેર કરે છે. ૯. સ્તંભતીર્થ
ખંભાતમાં પણ ‘કુમારવિહાર' હોવાનાં પ્રમાણો મળે છે. મંત્રીશ વસ્તુપાળે ઋષભસ્વામીના કુમારવિહાર'માં મૂલનાયક કરાવ્યા એવી વસ્તુપાલચરિત્રમાં ઉલ્લેખ મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org