SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ અને કુમારવિહારો ૧૫૭ જિનાલયને “રાજવિહાર” કહે છે એવી હકીકત નોંધી છે૯. ઈડરના આ “કુમારવિહાર'ના બીજા બે જીર્ણોદ્ધાર નોંધાયા છે. હેમવિમલસૂરિના પરિવારના અનંતકંસે વિ. સં. ૧૫૭૦ | ઈ. સ. ૧૫૧૪ આસપાસ રચેલ ઇલાપ્રકારત્યપરિપાટીમાં ચંપક શ્રેષ્ઠીએ એનો ઉદ્ધાર કરાવ્યાની હકીકત નોંધી છે. આ મંદિરનો મુસલમાનોએ ભંગ કરવાથી એમાં વિ. સં. ૧૬૮૧ | ઈ. સ. ૧૬૨૫ આસપાસ તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરિએ પુનઃ પ્રતિષ્ઠા કરાવ્યાનો વિજયપ્રશસ્તિ મહાકાવ્યમાં ઉલ્લેખ મળે છે. ઈડરગઢના વર્તમાન મંદિરમાં કુમારપાળના સમયના કોઈ જ અવશેષો રહ્યા નથી. મુખચતુષ્કી અને દેવકુલિકાઓનો નીચલો ભાગ શ્રેષ્ઠી ગોવિંદના સમયનો લાગે છે, જયારે મૂલપ્રાસાદ ઇત્યાદિ આંતરિક રચનાઓ પછીના જીર્ણોદ્ધારો દરમિયાનની છે. વર્તમાન જીર્ણોદ્ધારમાં આ પાછલા યુગના અવશેષોનું વિશેષ સંગોપન થયું છે. ૪. અર્બુદગિરિ અર્બુદાચલ-આબૂ-પર પણ કુમારપાલ નરેશનું કરાવેલું એક મંદિર હતું. ૧૩મા શતકના અંતભાગ અને ૧૪મા શતકના પ્રથમ ચરણ સુધીના ગાળામાં લખાઈ પૂર્ણ થયેલા, ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપમાં આપેલ “શ્રી અર્બુદગિરિકલ્પ”માં અર્બુદ શિખર ઉપર કુમારપાલ ભૂપાલે કરાવેલ “શ્રી વીરચૈત્યનો ઉલ્લેખ છે. સોમસુંદર સૂરિએ ૧૫માં શતકના મધ્યભાગે રચેલ શ્રી અર્બુદગિરિકલ્પમાં પણ આબૂ ઉપર ગૂર્જરેશ્વર મહારાજ કુમારપાલે નિર્માવેલ શ્રી મહાવીર સ્વામીનું મંદિર શોભી રહ્યાનું જણાવ્યું છે. આ મંદિર તે અચલગઢની તળેટી પાસેની નાની ટેકરી પરનું વર્તમાને શાંતિનાથનું મંદિર હોવાનું મુનિશ્રી જયંતવિજયજીએ સૂચવ્યું છે. આ વાતનું સમર્થન કરતી એક હકીક્ત કોરંટગચ્છીય નન્નસૂરિની વિ. સં. ૧૫૫૪ | ઈ. સ. ૧૪૯૮માં રચાયેલ અર્બુદત્યપ્રવાડીમાં નોંધાયેલી મળે છે. ત્યાં જણાવવામાં આવ્યું છે કે “ગિરિપરના ઉદ્ધારેલા “કુમારવિહારમાં શ્રી શાંતિજિનને પ્રણમું.”૪૪ આબૂના “કુમારવિહાર'ના એ પછીના કાળના પણ બેએક ઉલ્લેખો મળે છે. એમાં એક તો છે “શીલ વિજયની (વિ. સં. ૧૭૪૬ / ઈ. સ. ૧૬૯૮) પહેલાં રચાયેલી તીર્થમાલામાં આવતો ઉલ્લેખ ને બીજો છે જ્ઞાનવિમલની(વિ. સં. ૧૭૫૫ ( ઈ. સ. ૧૬૯૯) “તીર્થમાલા”માં આવતો કુમારપાલ નૃપતિએ ગામ બહાર કરાવેલ વીરના મંદિરનો ઉલ્લેખ. આ મંદિરની વાસ્તુરચના તપાસતાં એમાં જૂનો ભાગ, ખાસ કરીને મૂલપ્રાસાદના ગજપીઠાદિથી અલંકૃત મહાપીઠ અને યક્ષપક્ષીઓ-અપ્સરાઓવાળા જંઘાયુક્ત મંડોવર, બારમા શતકના ઉત્તરાર્ધ જેટલો પુરાણો જણાય છે. આથી આ મંદિર તે જ આબૂ પરનો “કુમારવિહાર' હોવા અંગે શંકા રહેતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy