SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ અને કુમારવિહારો સોલંકીકાલીન ગુજરાતમાં વૈદિક કિંવા બ્રાહ્મણ સંપ્રદાય અને જૈન મત વચ્ચે પરસ્પર સદ્દભાવ, આદર અને સહિષ્ણુતાની સમતુલા સોલંકીઓના આદિરાજ મૂળરાજ પ્રથમ(ઈ. સ. ૯૪ર૯૯૫)થી લઈ ગૂર્જરેશ્વર કુમારપાળ(ઈ. સ. ૧૧૪૩-૧૧૭૬)ના સમય સુધી બરોબર જળવાઈ રહેલી. એ સમતોલન ઉથલાવનાર રાજા અજયપાળ ત્રણ જ વર્ષનું શાસન કરી વિદાય થયો. અજયપાળ પછી ગુજરાતમાં ફરીને બન્ને પ્રાચીન દર્શનો વચ્ચેની સ્નેહગ્રંથિ સ્થપાઈ રહી ને વાઘેલાયુગના પ્રારંભે મંત્રીશ્વર વસ્તુપાલે એને દઢતમ કરી. અજયપાળ પહેલાંના સોલંકી રાજેન્દ્રો અને જૈન સમાજના સંબંધ ઘણા જ મીઠા રહેલા. સોલંકી રાજાઓએ જૈન મંદિરોને દાનશાસનો કરી આપવા ઉપરાંત જિનભવનોનાં પણ નિર્માણ કરાવેલાં. એ સંદર્ભમાં જોઈએ તો મહારાજ મૂલરાજદેવના સમયમાં ગુજરાતની રાજધાનીમાં મૂલવસહિકાપ્રાસાદ' બંધાયો હોવાનું પ્રભાસપાટણના દિગંબર આમ્નાયના (વર્તમાને વિચ્છેદ થયેલા) ચંદ્રપ્રભ જિનાલયને ઉપલક્ષિત, આચાર્ય હેમકીર્તિના સં. ૧૨ X ના મહારાજ ભીમદેવ દ્વિતીયના સમયના ખંડિત ત્રુટિત શિલાલેખ પરથી જાણીએ છીએ. આ પ્રાસાદના નામમાં કાં તો દિગંબર આમ્નાયનો મૂલસંઘ વિવક્ષિત હોય, અથવા વિશેષે તો સ્વયં મૂલરાજ મહારાજે એ મંદિર બંધાવી આપ્યું હોય અને એ કારણે એ જિનાલયને “મૂલવસતિકાનું નામ પ્રાપ્ત થયું. આવા નામવાળા એક બીજા ચૈત્યનો શ્રીપત્તન(અણહિલવાડપાટક)ના અનુલક્ષમાં ઉલ્લેખ મળે છે. મંત્રીશ્વર વસ્તુપાળે ૧૩મા શતકની વીસી-ચાળીસી વચ્ચે કરાવેલ સુકૃતોની સૂચિમાં એમણે “મૂલનાથ જિનદેવના મંદિર પર કલશ ચડાવ્યાની હકીકત જિનહર્ષગણિએ “વસ્તુપાલચરિત્ર”(વિ. સં. ૧૪૯૭ ઈ. સ. ૧૪૪૧)માં નોંધી છે. આ મંદિર મોટે ભાગે ઉપરકથિત દિગંબર વસહિકાથી અભિન્ન હોવાની શક્યતા છે. એ પછીના કાળમાં જોઈએ તો યુવરાજ ચામુંડરાયે વડસમા(વરુણ શર્મક)ના જિનભવનને વિસં. ૧૦૩૩ | ઈ. સ. ૯૭૭માં આપેલું દાનશાસન, મહારાજ ભીમદેવ પ્રથમ(ઈ. સ. ૧૦૨૨-૨૬)નું વાયટમહાસ્થાનના જિનમંદિરને ઈસ્વી ૧૦૬૩ના અરસામાં આપેલું દાન", એ કાળે અવંતિપતિ ભોજ સાથે ખેલાયેલાં મેઘા અને વાક્શક્તિનાં ચાટુતાભર્યા રણાંગણોમાં વાદિવેતાલ શાંતિસૂરિ અને તર્કચૂડામણિ સુરાચાર્યે ગુજરાત પક્ષે આપેલી સહાય, ત્યારબાદ જોઈએ તો કર્ણદેવે વિ. સં. ૧૧૪૦-ઈ. સ. ૧૦૮૪માં આપેલું ટાકોદીના જિનાલયને દાનપત્ર અને અનુગામી રાજા જયસિંહદેવ સિદ્ધરાજનું એને મંજૂર રાખતું સં. ૧૧૫૬-ઈ. સ. ૧૧OOનું તામ્રશાસન, સિદ્ધરાજ(ઈ. સ. ૧૦૯૫-૧૧૪૪)નો વાદિદેવસૂરિ, ધર્મઘોષસૂરિ તેમ જ આચાર્ય હેમચંદ્રસૂરિ સાથેનો મૈત્રી અને આદરભર્યો સંપર્ક, એની ગિરનાર-શત્રુંજયની યાત્રા તેમ જ એણે પાટણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy