________________
૧૫૨
નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ નિર્માવેલ “રાજવિહાર' ને સિદ્ધપુરમાં સિદ્ધવિહાર' અને “સુવિધિજિનના પ્રાસાદો–એ સૌ વાતો જિનધર્મને સોલંકી નૃપતિઓએ આપેલા ઉદાર પ્રશ્રય અને સમાદરનાં પ્રોજ્જવલ દષ્ટાંતો છે. પણ જૈન ધર્મ પ્રત્યે સવિશેષ ઢળનાર, જૈન માર્ગે પ્રરૂપેલી નિર્ભેળ નીતિનિષ્ઠા ને અહિંસાનો આત્યંતિક આદર રાખનાર અને જૈન પ્રણાલીની પ્રાઈથ્ય ધર્મની આચાર્ય હેમચંદ્રસૂરિની પાસે શિક્ષા-દીક્ષા લેનાર તો હતા ગૂર્જરેશ્વર મહારાજ કુમારપાળ. જયસિંહ સિદ્ધરાજના સમયમાં થયેલા રઝળાટના દુઃષમ સમયે જૈન મંત્રીઓએ, શ્રેષ્ઠીઓએ, શ્રાવકોએ અને આચાર્ય હેમચંદ્ર આપેલ રક્ષણ અને સહાય કુમારપાળને જૈન ધર્મના અને જૈન સમાજના સીધા અને સવિશેષ સંપર્કમાં લાવી રહ્યાં. ગુજરાતની રાજગાદી મળ્યા પછી કુમારપાળ (ઈ. સ. ૧૦૪૪-૭૪) ભૂતકાળના એ ઉપકારોને અને એના માનસ પર પડેલા જૈન સંસ્કારોને ભૂલેલો નહીં. આભારવશ કુમારપાળ એ ઉપકારનો બદલો વાળી આપવા બનતું કરી છૂટ્યો અને એના જૈન સંસ્કારો આચાર્ય હેમચંદ્રના સતત સંપર્ક અને ઉપદેશથી વધુ ને વધુ દઢીભૂત થયા.
કુમારપાળ ‘પરમ માહેશ્વર' હતો કે પરમાત' એ મુદ્દા પર સાંપ્રદાયિક ઝનૂનથી પ્રેરાયેલા ઇતિહાસવેત્તાઓની, અને ગુજરાતના ઐતિહાસિક નવલકથાકારોની ઇતિહાસને કેટલીક વાર વિપર્યાસપૂર્વક રજૂ કરવાની રીતથી ગુજરાતનાં ગઈ પેઢી દરમિયાન વિદ્વત્તાના ક્ષેત્રે બ્રાહ્મણ અને જૈન પક્ષે વાદાવાદના મૂર્ખતાભર્યા, અણસમજુ, અને નિરર્થક રણજંગી ખેલાઈ ગયા. હકીકત એટલી જ છે કે સોમનાથનો મહામેરુપ્રાસાદ બંધાવનાર, કુમારપાળેશ્વરના નિર્માતા અને કેદારેશ્વરના અવતારક રાજા કુમારપાળે સ્વકુળધર્મને ત્યજ્યા સિવાય જિનદર્શનમાંથી જેટલું અનુકૂળ હતું તેટલું ગ્રહણ કરેલું. સાધુચરિત અને સમભાવી કુમારપાળ જેટલો “પરમાહત' થયો હતો તેટલો જ “પરમમાહેશ્વર' પણ રહ્યો હતો એ સત્ય ગઈ પેઢીના નહીં, પણ આ પેઢીના વિદ્વાનો સમય છે. ત્રીસ-ચાળીસ સાલ પહેલાં ઉદ્ભવેલ સાંપ્રદાયિક સરિતાનાં વહેણ આગળ વધે તે પહેલાં વાળુકાપટ જેવી ઋજુ, સુવાળી પણ અફાટ અને લોકહિતૈષી, અંબિકા-મંકરી શી મગૂર્જર સંસ્કૃતિએ એને શોષી લીધાં છે. સાંપ્રતકાલીન પેઢીના અગ્રણીઓ દ્વારા થઈ રહેલું ગુજરાતના ઇતિહાસનું આલેખન તટસ્થ તેમ જ સત્યાન્વેષી છે અને મઝહબી રાગદ્વેષને વચ્ચે લાવતું નથી. બ્રાહ્મણ અને શ્રમણ એ બન્ને પરંપરા આર્યસંસ્કૃતિની જ અભિવ્યક્તિ અને સમદળ શાખાઓ છે તેમ જ ભારતની સંસ્કૃતિને બન્નેએ સાથે મળીને પુષ્ટ કરી છે એ વાત તો ધર્માધ, દુષ્ટ-પ્રકૃતિ અને કુત્સિત બુદ્ધિવાળા રળ્યાખળ્યા કદાગ્રહી વિદ્વાનો સિવાય સૌ કોઈ સ્વીકારે છે.
કુમારપાળનાં જૈન ધર્મ પ્રતિના સવિશેષ આદર અને મમતાનાં બે પરિણામો આવ્યાં : એક તો એના શાસન દરમિયાન અહિંસાનો કેટલીક વાર વ્યવહારબુદ્ધિનો ત્યાગ બતાવતો, અતિરેક-ભર્યો પ્રચાર થયો : અને જૈન ધર્મ જાણે કે રાજ્યનો ધર્મ હોય એવો ઘડીભર દેખાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org