________________
સિદ્ધમેરુ' અપનામ “જયસિંહમેરુપ્રાસાદ” તથા “સહસ્રલિંગટાક'ના અભિધાનનું અર્થઘટન
૧૪૩
લેખકોનાં આ લેખિત પ્રમાણો લક્ષ્યમાં લેતાં સાંપ્રત વિદ્વાનોએ સહસ્ત્રલિંગ-તટાકને કાંઠે શિવની હજાર દેરીઓ હોવાની જે કલ્પના કરી છે તે અવશ્ય સ્વીકારવા યોગ્ય છે.
શ્રીમદ્ મહેતાએ તળાવ સંબંધી તળછંદનું માનચિત્ર પ્રગટ કર્યું છે. તેમાં પૂર્વ બાજુની પાળ પાસેના દશાશ્વમેધતીર્થ અને પશ્ચિમ પાળ સમીપ કયાંક રહેલ શક્તિપીઠ વચ્ચેનો પરિધિ પરનો બહુ મોટો ગાળો, લગભગ ૨૫૦૦-૩૦૦૦ ફીટ જેટલો, ખાલી રહે છે. અને બરોબર ત્યાં આગળ ક્યાંક સહસ્ત્રલિંગ-તીર્થ હોવાનું સરસ્વતીપુરાણ કહે છે. સહસ્ત્રલિંગતીર્થની ૧૦૦૮ દેવકુલિકાઓ અહીં–જે મૂળે બાંધેલી પાકી પાળ હશે તે પર–સ્થાપેલી હશે.
આ અનુલક્ષે વીરમગ્રામના, વાઘેલા રાણક વીરમદેવના તટાક (આ ઈ. સ૧૨૩૯૪૦)નું દષ્ટાંત સમર્થન રૂપે ટાંકી શકાય. ત્યાં તળાવના કાંઠા અંદરની પથ્થરની પાજ પર અસલમાં લગભગ ૫૨૦ દેવકુલિકાઓ હતી, જેમાંની કેટલીક તો ઠીક ઠીક સંખ્યામાં આજે પણ ત્યાં ઊભેલી છે. સંભવ છે કે ત્યાં તળાવની પાળે દેવકુલિકાઓ કરવાની પ્રેરણા સહસ્ત્રલિંગના દૃષ્ટાંત પરથી મળી હોય જ. ફરક એટલો છે કે વીરમગ્રામમાં પાળ પર ચારે દિશામાં ફરતી દેહરીઓ હતી તેવું અનુમાન થઈ શકે છે; જ્યારે પાટણના વિશાળતર તળાવની કેવળ અર્ધી પાળ તે માટે રોકાયેલી હશે એવું અનુમાન થઈ શકે. (વીરમગ્રામ આમ, આ મુદ્દા પર આયોજનનો વિશેષ વિકાસ દર્શાવી જાય છે.)
સરસ્વતીપુરાણકાર પ્રસ્તુત કાસારને “સિદ્ધરાજસર' કહે છે. સોમેશ્વર કવિ', અરસિંહ ઠક્કુર તથા જયમંગલસૂરિ “સિદ્ધભૂપતિસર', અને જયસિંહસૂરિ ““સિદ્ધરાજસાગર” નામ આપે છે. તળાવનું વિધિસરનું નામ તો આ જ જણાય છે; પણ એ યુગમાં નવીન અને ધ્યાન ખેંચે તેવી અંતર-પાળ પરની ૧૦૦૮ શિવકુલિકાઓની રચનાને લીધે લોકવાણીમાં તે “સહસ્રલિંગતડાગ” નામે સુવિદ્યુત હશે અને એથી પ્રબંધકારોએ પ્રધાનતયા તત્ અભિધાન વાપરવું પસંદ કર્યું છે અને જનભાષામાં આજ દિવસ સુધી “સહસ્રલિંગ તળાવ” નામ જ પ્રસિદ્ધિમાં છે.
મહાભાગ મહેતા સહસ્ત્રલિંગસરને અનુલક્ષીને જયમંગલસૂરિએ આપેલી વીણાના તુમ્બ અને દંડની ઉપમા સંબંધમાં “તોરણને દંડની ઉપમા” અપાયાનું કહે છે ૯; પણ સહસ્ત્રલિંગને કાંઠે “તોરણ” હોવાનું તો કોઈ પણ મધ્યકાલીન લેખકે કહ્યું હોવાનું મારા તો ધ્યાનમાં નથી. હેમચંદ્રાચાર્યે પણ ત્યાં “કીર્તિસ્તંભ” હોવાનું જણાવ્યું છે૫૦ : વાઘેલા માંડલિક રાણક વિરધવલના રાજપુરોહિત અને વસ્તુપાલ-મિત્ર કવિ સોમેશ્વર પણ કીર્તિકૌમુદી (આ. ઈ. સ. ૧૧૨૫-૧૨૩૮)માં', તેમ જ કવિવર ઠક્કર અરસિહ સ્વકૃત સુકૃતસંકીર્તનમહાકાવ્ય (આ ઈ. સ૧૨૩૦-૩૨)માં કીર્તિસ્તંભની જ નોંધ લે છે"૨. અને છેલ્લે નિવૃત્તિગચ્છીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org