SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ અંબદેવસૂરિના સમરાવાસુ (સં. ૧૩૭૧ | ઈ. સ. ૧૩૧૫)માં પણ કીર્તિસ્તંભનો જ ઉલ્લેખ છે. જયમંગલસૂરિના મૂળ શ્લોક તથા ઉદ્ધરણના સ્થાન વિશે તલાશ કરતાં શ્રી મહેતા દ્વારા ઉલ્લિખિત “પ્રબંધચિંતામણિ પરની રાજશેખરની ટીકા” તો ક્યાંયથી પ્રાપ્ત ન થઈ શકીઝ, પણ સ્વયં પ્રબંધચિંતામણિમાં જ તે જોવા મળ્યાં. ત્યાં ઉદ્ધરણ આ પ્રમાણે છે:૫ : अथ कदाचिद्राज्ञा ग्रथिलाचार्या जयमङ्गलसूरयः पुरवर्णनं पृष्टा ऊचुः । एतस्यास्य पुरस्य पौरवनिताचातुर्यतानिर्जिता मन्ये हन्त सरस्वती जडतया नीरं वहन्ती स्थिता । कीर्तिस्तम्भमिषोच्चदण्डरुचिरामुत्सृज्य बाहोर्बलात्तन्त्रीकां गुरुसिद्धभूपतिसरस्तुम्बां निजां कच्छपीम् ॥ અહીં પણ સ્પષ્ટતઃ કીર્તિસ્તંભને (કચ્છપીવીણાનો) દંડ માન્યો છે, તોરણનો ઉલ્લેખ નથી. (જયમંગલસૂરિ બૃહદ્ગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિશિષ્ય રામચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમની વિદ્યમાનતાનો સમય ઈસ્વીસની ૧૩મી શતાબ્દીનું બીજું-ત્રીજું ચરણ છે.) જયમંગલસૂરિ, અરસિંહ ઠક્કર, કે સમરારા સુના કર્તા અંબદેવસૂરિ ઇજનેર કે પુરાતત્ત્વવિદ્ નહીં પણ કવિજન હોઈ તેમની વાત સ્વાભાવિક જ કવિસુલભ ઉપમાઓ દ્વારા જ વ્યક્ત થાય. બીજી બાજુ મધ્યકાલીન પૌરાણિક પરંપરામાં પણ તીર્થોનાં માહાભ્યો ગાવા સિવાય તેના વાસ્તવિક ઈતિહાસ કે સંરચનાની વિગતો બિલકુલ આપવામાં આવતી નથી, પણ સરસ્વતીપુરાણ તેમાં એક વિરલ અપવાદ છે અને તેમાં સહલિંગસર વિષયે અપાયેલી માહિતી આશ્ચર્યકારક રીતે સવિગત હોવા ઉપરાંત સાચી હોવા અંગે સંદેહને સ્થાન નથી. ટિપ્પણો : ૧. આ બે વાસ્તુકૃતિઓનાં સર્જન સંબંધમાં વિદ્ધદ્રવર્ગને જ્ઞાત એવા મધ્યકાલીન સાહિત્યના ઉલ્લેખો ઉપરાંત (ઐતિહાસિક દષ્ટિએ કેટલેક અંશે અવિશ્વસનીય એવી) સિદ્ધરાજોપલક્ષિત લોકકથાઓ પણ જાણીતી છે. ૨. જુઓ મારો લેખ “સિદ્ધરાજ-કારિત-જિનમંદિરો,” ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક અંક ૧, મુંબઈ જાન્યુઆરી-માર્ચ ૧૯૭૭, પૃ. ૧-૧૨, તથા સાંપ્રત ગ્રંથમાં તેનું પુનર્મુદ્રણ. ૩. રૂદ્રમહાલયના અવશેષો તેમ જ સહસ્રલિંગ-તટાકના ઉત્પનન દ્વારા પ્રકાશમાં આવેલા એના પરિસરના થોડા મંદિરાદિ ભગ્નાવશેષો. ૪. “રાજવિહાર' અને “સિદ્ધવિહાર' સંબંધમાં હાલ તો માત્ર વાયના ઉલ્લેખો જ પ્રાપ્ત છે. ૫. ઈ. સ. ૧૦૯૫થી ૧૧૪૪-૪૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy