________________
૧૪૨
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
પર પ્રસ્તુત લેખ કંડારેલો છે, તે દેવાલય-ત્રયનું ઝૂમખું આજ પણ ત્યાં ઊભું છે. એ જ પ્રમાણે કબુજ-દેશના ઘણા શિલાલેખોમાં ભાષા જોતાં ઉપલક દષ્ટિએ એમ લાગે કે તે સૌ દાખલાઓમાં કેવળ લિંગ-પ્રતિમાદિ સ્થાપનાની જ વાત છે; પણ વાસ્તવમાં તો સ્રોતગત સન્દર્ભથી લિંગ ના પ્રતિમાયુક્ત દેવાલય અભિપ્રેય હોવાનું જ જોવા મળ્યું છે.
છતાં સરસ્વતીપુરાણનું કથન દ્વિધાપૂર્ણ લાગતું હોય તો પ્રસ્તુત પુરાણના કર્તા અતિરિક્ત રાજા સિદ્ધરાજના સમકાલિક લેખક આચાર્ય હેમચંદ્રનું એ મુદ્દા પરનું કથન અસંદિગ્ધ શબ્દોમાં ઉપલબ્ધ છે* : યથા :
शंभोः सहस्रमष्टौ चायतनानि सरस्तटे ॥
-द्वयाश्रयमहाकाव्य सगे १५.११७ આ સૂત્રનો સીધો અને સાફ અર્થ ‘‘તળાવને કાંઠે શિવનાં ૧૦૦૮ આયતનો' ” એટલે કે દેવકુલો કરાવ્યાં એવો જ નીકળે છે. વૃત્તિકારે પણ સ્પષ્ટ. એટલું જ કહી ત્યાં કોઈ વ્યાખ્યા કરી નથી. વૃત્તિકારે માન્યું છે કે આ વાત સ્વતઃ સિદ્ધ છે; એથી તે સંબંધી વિવરણ દેવાનું અનાવશ્યક છે.) જો સહસ્રલિંગનું કેવળ સંકેત-સ્વરૂપ “એક જ લિંગયુક્ત મંદિર,” કે “નાનાં નાનાં હજારેક લિંગોનો સમૂહ સ્થાપ્યો હોય તેવું એક મંદિર” ઉપલક્ષિત હોત તો શંભુઃ સદતિપ્રિધાન: સરdટે I એના જેવું કંઈક વિધાન મળત; ગાયતનાન અને શંપોઃ એવા બહુવચનદર્શક શબ્દો ત્યાં ન હોત. યાશ્રયમહાકાવ્યની રચના સરોવર અને તેના ઉપકંઠ પરની અન્ય મુખ્ય મુખ્ય દેવસ્થાનોની રચનાઓ થઈ ગયા પછી, લગભગ ૧૩-૧૪ વર્ષના ટૂંકા ગાળા બાદ પૂર્ણ થઈ હોઈ (આઈસ૧૦૪૦-૧૧૫૦), તેમ જ આચાર્ય હેમચંદ્ર અન્યથા સિદ્ધરાજના સમકાલીન હોઈ, અને અણહિલ્લપત્તનથી પણ ખૂબ પરિચિત હોઈ, તેમના આ સ્પષ્ટ વિધાન પર ધ્યાન દેવું ઘટે. એ જ પ્રમાણે વૃત્તિકાર અભયતિલકગણિ પણ ૧૩મા શતકના મધ્ય ભાગે થઈ ગયા છે, અને તેમના સમયમાં તળાવ કાંઠે રહેલી સરસ્વતીપુરાણોક્ત તેમ જ યાશ્રયકથિત રચનાઓમાંથી ઘણીખરી હજુ મોજૂદ હશે; તેથી તેમનું કથન પણ વિશ્વાસપાત્ર માની શકાય.
સાંપ્રત ચર્ચાને ઉપકારક એક વિશેષ પ્રમાણ ભૃગુકચ્છના જિન મુનિસુવ્રતના પુરાતન મંદિરના આસ્થાન વિદ્વાનું, મુનિ જયસિંહસૂરિના રચેલ હમ્મીરમદમર્દન નાટક (આઇ ઈ. સ. ૧૨૨૫)માં મળે છે. ત્યાં ગૂર્જર નૃપની રાજધાની (અણહિલ્લપત્તન) સંબદ્ધ રાણક વીરધવળ દ્વારા થયેલ વર્ણનમાં સહસ્રલિંગાટાકનું “સિદ્ધરાજસાગર” નામક “સર” એવું અભિધાન મળે છે અને તેના ઉપલક્ષમાં સત્ર-સચ-શશિર-સુરદ તથા દાનસહસ્ત્રાન્નિવલ સરખા ઉપલી વાતને પુષ્ટિ દેતા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. સોલંકીકાલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org