________________
સિદ્ધમેરુ' અપર નામ ‘જયસિંહમેરુપ્રાસાદ” તથા “સહસ્ત્રલિંગટાક'ના અભિધાનનું અર્થઘટન ૧૪૧
દશાશ્વમેધતીર્થ પછી સરસ્વતીપુરાણ સહસ્ત્રલિંગની હકીકત આપે છે. તેથી કેટલીક ચર્ચા જરૂરી છે. પાટણના સહસ્રલિંગ તળાવ પર નાની નાની હજાર દેરીઓ હોવાની કલ્પના આજે સ્વીકારાય છે. આ કલ્પનાનુસાર તળાવને કાંઠે અસંખ્ય શિવમંદિરોની હસ્તી હોવાની શક્યતા જણાય. સરસ્વતીપુરાણ આ કલ્પનાને ટેકો આપતું નથી. પુરાવસ્તુ પણ આ કલ્પનાની વિરુદ્ધ હોવાનાં પ્રમાણ છે. તેથી સગ્નલિંગ માટે બીજો વિકલ્પ વિચારવો પડે.
પાટણમાં સહસ્ત્રલિંગની પરિપાટીમાં બે વિકલ્પો છે. પ્રથમ વિકલ્પ હિંગલાજ માતાના મંદિરમાં નાનાં નાનાં શિવલિંગની સ્થાપના છે. ઋષિકેશના મંદિરમાં એક લિંગ પર ઘણા આંકો પાડીને સહસ્ત્રલિંગ બનાવ્યાં છે એ બીજો વિકલ્પ છે. સરસ્વતીપુરાણ દશાશ્વમેધતીર્થ પછી સહસ્ત્રલિંગનું વર્ણન કરે છે. તે જોતાં તળાવના પૂર્વ કિનારે તે હોવાનું લાગે છે. આ સ્થળે હાલની રેલવેની દક્ષિણે રાજગઢી પાસે આરસપહાણના ઉપયોગવાળું શિવાલય હોવાનું તેના અવશેષો પરથી સમજાય છે. આ મોટું શિવાલય સહસ્રલિંગનું હોવાનો સંભવ છે. આથી સહસ્ત્રલિંગનું એકમાત્ર સુંદર શિવાલય હિંગલાજ કે ઋષિકેશ દર્શાવે છે તેવા વિકલ્પ પૈકી એક વિકલ્પનું રાજગઢી પાસે બાંધવામાં આવ્યું હોવાની સપ્રમાણ કલ્પના થઈ શકે છે.”૩૫
શ્રી મહેતાનાં વિધાનો જૂનાં મૂળ સ્રોતોના સંદર્ભ જોતાં પરીક્ષણીય જણાતાં હોઈ અહીં તે વિશે હવે વિગતવાર જોઈએ. સરસ્વતીપુરાણમાં સિદ્ધરાજે સિદ્ધરાજસર તટે એક હજાર લિંગોની એક સમયે સ્થાપના કર્યાનું કહ્યું છે. (‘લિંગ' શબ્દ અહીં બહુવચનમાં છે, જે સૂચક છે.) યથા :
क्षेत्रमेतत्समाख्यातं, सिद्धराजसरः स्थितम् ॥३७६।। यदा तु सिद्धराजेन, समकालं प्रतिष्ठितम् ।। सहस्त्रं तत्र लिङ्गानां तस्यैव च सरस्तटे ॥३७७|| समाराध्य तथा देवी तत्रानीता सरस्वती ॥३७८।।
– સરસ્વતીપુરા, સી . ૩૭૬-૩૭૭-૩૭૮ જો કે પુરાણકાર અહીં ૧000 “લિંગો” સ્થાપ્યાનું કહે છે, પણ તેનાથી પ્રસ્તુત ‘લિંગો ધરાવતી કુલિકાઓ' એવો અર્થ પણ વ્યવહારમાં અયુક્ત નથી. (સિદ્ધરાજ જેવો રાજા પોતાના તળાવ કાંઠે નાનાં નાનાં હજાર શિવલિંગોનો ખડકલો એક સ્થાને એક જ મંદિરમાં કરી દે કે કેવળ એક લિંગ પર હજાર લિંગ કોતરાવે તે વાત કંઈ ગળે ઊતરે તેવી લાગતી નથી.) ઉદાહરણરૂપે વાતાપિપતિ કર્ણાટરાજ ચાલુક્ય વિનયાદિત્યની રાણી વિનયવતીએ નગરના તટાકના ઉપકંઠમાં ત્રેપુરુષદેવ (બ્રહ્મા-વિષ્ણુ-શિવ) સ્થાપ્યાના ઈ. સ. ૬૯૯ના શિલાલેખમાં પ્રાસાદનું નામ સરખું આપ્યું નથી; છતાં આ મૂર્તિઓ જેમાં હશે અને જેના મુખમંડપના સ્તંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org