________________
૧૩૮
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
आजाहावतुः कुमारं श्रीजयसिंहमेरुके ॥२०८॥ ઉપર્યુક્ત પ્રબંધોથી પ્રાચીન, અને સોલંકીયુગના અંતિમ ચરણમાં રચાયેલા, રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪ | ઈસ. ૧૨૭૮) અંતર્ગત
હેમચંદ્રસૂરિ ચરિત”માં પણ તત્સંબંધ એક ઉલ્લેખ મળે છે.... ત્યાં કુમારપાળની ઉત્તરાધિકારી રૂપે થયેલ વરણીનો પ્રસંગ વિસ્તારથી વર્ણવ્યો છે; અને ત્યાં પણ પ્રસ્તુત પસંદગીનું સ્થળ સિદ્ધરાજમેરુ' હોવાનું બતાવ્યું છે : યથા:
श्रीसिद्धराजमेरौ च संजग्मुः शिवमन्दिरे । प्रधाना राज्यसर्वस्वं राज्ययोग्य परीक्षिणः
– vમાવરિત, “નવમૂરિ-વેરિત', ૪૦% પ્રસ્તુત ચરિતમાં આ પ્રાસાદનો એક વિશેષ ઉલ્લેખ પણ મળી આવે છે; જેમકે ભાગવત દેવબોધિએ “જયસિંહભેરુ' નામક મહેશભુવનને જોઈને ઉચ્ચારેલ પદ્યોદ્ગાર એક સ્થળે ટાંક્યા છે૯ : યથા:
देवबोधोऽपि सत्पात्रं तत्राहूयत हर्षतः । समायातेन भूपेन धर्मे ते स्युः समायतः ।। श्रीजयसिंहमेख्य महेशभुवनाग्रतः ।। आगच्छन् शङ्करं दृष्ट्वा शार्दूलपदमातनोत् ॥
- પ્રમવારિત, “હેમન્દપૂરિ-વરિત'', ૨૨૪-૨૨૧ પ્રાસાદ'નો અર્થ નિવાસયોગ્ય “મહાલય” પણ થાય છે; પ્રાચીનતર સાહિત્યમાં મૌલિક અર્થ અને સંદર્ભો તો વિશેષે એ પ્રકારે જ મળે છે. પણ પ્રભાવક ચરિતકારે બન્ને સ્થળે જયસિંહભેરુને સ્પષ્ટતા મહેશ્વરનું મંદિર કહ્યું હોઈ તે મુદ્દા પર આથી સાંપ્રત સંદર્ભમાં કોઈ સંશયસ્થિતિ રહેતી નથી.
સંપ્રતિ વિષયસંબદ્ધ ઉપર રજૂ કરેલ જૈન સ્રોતો અતિરિક્ત બ્રાહ્મણીય ગ્રંથ સરસ્વતીપુરાણમાં પણ પ્રસ્તુત શિવાલયનો ઉલ્લેખ થયો છે અને ત્યાં તેનું નામ સંદર્ભ અને નિર્દેશ પરથી “સિદ્ધમેરુ” હોવાનું સાફ અનુમાન થઈ શકે છે : યથા :
कारित: सिद्धराजेन स्वपुरस्य तु मध्यतः । प्रासादो मेरुरित्यस्ति तस्य नाम्नोपलक्षितः ॥
– સરસ્વતીપુરી-સ ૧૫-૨૦ એ તો સ્પષ્ટ જ છે કે “જયસિંહભેરુ” અને “સિદ્ધરાજમેરુ” એ બન્ને પર્યાયવાચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org