SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધમેર' અપનામ “જયસિંહમેરુપ્રાસાદ” તથા “સહસ્ત્રલિંગટાક'ના અભિધાનનું અર્થઘટન ૧૩૭ ગુજરાતના સોલંકીયુગીન ઇતિહાસના સાંપ્રતકાલીન આલેખકો પ્રાયઃ ચૂકી ગયા છે. પ્રકૃતિ પ્રાસાદ સંબંધી વર્તમાને જે કંઈ મધ્યકાલીન સાહિત્યિક પ્રમાણો લભ્યમાન બને છે તે અહીં ક્રમશ: રજૂ કરીશું : (૧) અજ્ઞાત-કર્તક કુમારપાલપ્રબોધપ્રબંધમાં સિદ્ધરાજના મરણ પછી તેના અનુગામી કુમારપાળની મંત્રીપરિષદ અને અન્ય રાજપુરુષો દ્વારા વરણી (અને અભિષેક-યજ્ઞ?) “જયસિંહમેરુપ્રાસાદ”માં થયેલાં તેવી નોંધ મળે છે : યથાઃ आजूहवत् कुमारं च श्रीजयसिंहमेरुके ॥२०९।। પ્રસ્તુત અજ્ઞાતકાલીન પ્રબંધન પછીથી આધાર રુદ્રપલ્લીયગચ્છના સંઘતિલકસૂરિશિષ્ય સોમતિલકસૂરિએ લીધેલો હોઈ તેની રચના ઈસ્વીસના ૧૪મા શતક મધ્યાહુનના અરસામાં કે તે પછી નજીકનાં વર્ષોમાં, ને કારણ કે તેમાં ક્યાંક ક્યાંક પ્રબંધચિંતામણિ (ઈ. સ. ૧૩૦૫) અને ખરતરગચ્છીય જિનપ્રભસૂરિ કૃત કલ્પપ્રદીપ (આ. ઈ. સ. ૧૩૩૫)નો પરિચય વરતાય છે તેથી, ઈ. સ. ૧૩૩૫ પશ્ચાતું, પણ તુરતમાં, થઈ હશે : (આ પ્રબંધની પ્રતિલિપિની મિતિ સં. ૧૪૬૪ | ઈ. સ. ૧૪૦૮ છે.)૧૦ (૨) ઉપરના સંદર્ભમાં કહેલા સોમતિલકસૂરિએ રચેલા કુમારપાલદેવચરિતમાં પણ પ્રસ્તુત હકીકત નોંધાયેલી છે અને ત્યાં પણ જયસિંહમેરુપ્રાસાદનો યથાસ્થાને નિર્દેશ મળે છે". શ્રીનસિંદભેર દાવપ સંતૌ Iટા સોમતિલકસૂરિની કૃતિઓવરકલ્પ તથા ષડ્રદર્શનચરિત્ર-ટીકા (બન્ને સં ૧૩૮૯ | ઈ. સ. ૧૩૩૩) અને લઘુસ્તવટીકા (સં. ૧૩૯૭ ઈ. સ. ૧૩૪૧)–નો રચના સમય ધ્યાનમાં લેતાં પ્રકૃત કુમારપાલદેવચરિતનો સરાસરી કાળ ૧૪મી સદીના મધ્યાહુન નજીકનો હોવાનું અંદાજી શકાય. (પ્રસ્તુત કૃતિની ઉપલબ્ધ જૂની હસ્તપ્રતની મિતિ સં૧૫૧૨ ! ઈ. સ. ૧૪૫૬ છે૧૫). (૩) ઉપર કથિત બન્ને પ્રબંધોથી પ્રાચીન પણ એક અન્ય અજ્ઞાત કર્તાનું પણ એક કુમારપાલદેવચરિત છે, જેની સં. ૧૩૮૫ | ઈ. સ. ૧૩૨૯માં લખાયેલી હસ્તપ્રત મળી છે. (વસ્તુતયા કુમારપાલપ્રબોધપ્રબંધમાં, તેમ જ સોમતિલકસૂરિ વિરચિત ચરિત્રકૃતિમાં પ્રસ્તુત ચરિતનો ખૂબ ઉપયોગ થયો હોવાનું જણાય છે.) સંદર્ભગત આ પ્રાચીનતર ચરિતમાં ‘જયસિંહમેરુપ્રાસાદ'ના ઉલ્લેખવાળા (તેમ જ તેની આજુબાજુના) શ્લોકો કુમારપાલપ્રબોધપ્રબંધમાં મળે છે તે જ છે. જયસિંહભેરુનો ઉલ્લેખ થોડાક જ ફરક સાથે અહીં આ પ્રમાણે છે : નિ, ઐ, ભા. ૨-૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy