________________
સિદ્ધમેરુ અમરનામ “જયસિંહમેરુપ્રાસાદ'
તથા સહસ્ત્રલિંગટાક”ના અભિધાનનું અર્થઘટન
ચૌલુક્ય સમ્રાટ જયસિંહદેવ-સિદ્ધરાજનાં બે વાસ્તુ નિર્માણો સુવિકૃત છે : એક તો અણહિલ્લ પાટણનું “સહસ્ત્રલિંગ-તટાક', અને બીજું તે સિદ્ધપુરનો “રુદ્રમહાકાલ' વા રુદ્રમહાલયપ્રાસાદ." તદતિરિક્ત તેણે અણહિલ્લપત્તનમાં જિન ઋષભનો “રાજવિહાર' અને સિદ્ધપુરમાં વર્ધમાન-મહાવીરનો ચતુર્મુખ સિદ્ધવિહાર,' એમ બે જિનપ્રાસાદો કરાવ્યા હોવાનું સમકાલિક, સમીપકાલિક, અને ઉત્તરકાલિક જૈન સ્રોતોથી સુસ્પષ્ટ છે. સિદ્ધરાજના સમયમાં ગૂર્જર મહારાજ્ય રાજકીય, આર્થિક, તેમ જ સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિઓની ચરમ સીમાએ પહોંચી ગયેલું. યશોવિસ્તાર અને સમૃદ્ધિના એ ઓજસ્વી કાળમાં થયેલી ઉપરકથિત સંરચનાઓ સુવિશાલ અને આલંકારિક હોવાનાં પ્રત્યક્ષ વા સાહિત્યિક પ્રમાણો છે; પણ સિદ્ધરાજનું શાસન દીર્ઘકાલ પર્યત રહ્યું હોઈ તેણે વિશેષ રચનાઓ કરાવી હોવાની અપેક્ષા સંભવિતતાની સીમા અંતર્ગત રહે છે. તેના બે એક બીજાં પ્રમુખ નિર્માણો–સહસ્રલિંગ-તાક પર
દશાવતાર-વિષ્ણુ”ના પ્રાસાદનો અને “કીર્તિસ્તંભ”નો–ઉલ્લેખ સમકાલીન લેખક (પૂર્ણતલ્લગચ્છીય) આચાર્ય હેમચંદ્ર યાશ્રયમહાકાવ્ય (આ. ઈ. સ. ૧૧૪૦-૧૧૫૦)માં કર્યો છે; અને ધયાશ્રયવૃત્તિકાર ખરતરગચ્છીય અભયતિલક ગણિએ (સં. ૧૩૧૨ , ઈ. સ. ૧૨૫૬) તે સૌ પર વિશેષ સ્પષ્ટતા કરી છે. પણ સિદ્ધરાજે આ ઉપરાંત પણ ઓછામાં ઓછાં બે અન્ય મહાન દેવકલ્પો કરાવેલાં, જેનાં ઉપલબ્ધ પ્રમાણો અહીં પ્રસ્તુત કરીશું.
સિદ્ધપુરમાં રુદ્રમાળ સરખો નવ્ય-ભવ્ય અને અપશ્ચિમ પ્રાસાદ કરાવનાર, કુલપરંપરાએ પરમ શૈવ એવા સિદ્ધરાજે ગૂર્જરકર્ણિકા અણહિલ્લપત્તનમાં પણ કોઈ વિશાલકાય શિવમંદિરનું નિર્માણ કરાવ્યું હશે તેવો આકલ્પ સ્વાભાવિક જ થાય. સિદ્ધરાજ-પિતૃ કર્ણદેવે (ઈ. સ. ૧૦૬ ૬-૧૦૯૫) રાજધાની અણહિલપુરમાં કર્ણમેરુપ્રાસાદ” બંધાવ્યાનું નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્ય પ્રબંધચિંતામણિ (વિસં૧૩૬૧ ( ઈ. સ. ૧૩૦૫)માં નોંધે છે°; અને સિદ્ધરાજના અનુગામી કુમારપાળે પાટનગરમાં ‘કુમારપાલેશ્વર'નું દેવળ કરાવ્યાનું આચાર્ય હેમચંદ્રનું, અને તેમને અનુસરીને વૃત્તિકાર અભયતિલકગણિનું કથન છે : એ વાત ધ્યાનમાં લેતાં જયસિંહદેવે પણ ત્યાં એકાદ તો શિવમંદિર પોતાનાં નામ, સામ્રાજયલક્ષ્મી, અને પ્રભુત્વને અનુરૂપ બંધાવ્યું હશે તેવી ધારણા સ્વાભાવિક રીતે જ જન્મે. વસ્તુતયા એણે પાટણમાં પ્રશસ્ત એવો મેરુ જાતિનો, વિશાળ અને ઉત્તુંગ શિવપ્રાસાદ કરાવેલો, જેની યોગ્ય નોંધ લેવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org