________________
૧૩૨
નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
શ્લો ૩૨-૩૩, વિ, સ શ્લો ૨૨ વગેરે. જિ ગ નો કુ પ. છેલ્લા ગ્રંથકાર તો ગિરનારને પણ બાર ગામ આપ્યાનું કહે છે.
૪. પ્ર ચિં પૃ ૧૪૭.
૫. ઊઁચાશ્રય, સ. ૧૫, શ્લો ૯૭-૯૮.
(૬ એજન).''
શત્રુંજયને બાર ગામ આપ્યાની વાત ક્યાશ્રયમાં નથી તે કારણ એ હકીકત ‘પાછળના ગ્રંથકારોની વિરુદ્ધ’ જતી હોવાનું ભાગ્યે જ કહી શકાય. પહેલી વાત તો એ છે કે વ્યાકરણસૂત્રોને ઠીક રીતે રજૂ કરવામાં ગૂંચવાયેલા ચાશ્રયકાર ઐતિહાસિક માહિતી બહુ જ ઓછી આપે છે; અને ચાશ્રયકારે ન આપી હોય અને અન્ય ગ્રંથકારોએ કરી હોય તેવી ઘણી વાતો શાસ્ત્રીજીએ પોતે જ સ્વીકારી છે ! વળી તેઓ પાદટીપક્રમાંક ૩માં જે ગ્રંથોનાં પ્રમાણો આપે છે તેને કાલક્રમાનુસાર ગોઠવતા નથી, તેમ જ તેમાં જેનો આધાર આપ્યો છે તે ‘વસંતવિલાસ'થી પણ દર્શક વર્ષ પહેલાં લખાયેલ.' નાગેન્દ્રગચ્છીય ઉદયપ્રભસૂરિ-વિરચિત ‘ધર્માભ્યુદયકાવ્ય’નો તો નિર્દેશ પણ કરતા નથી. આ પ્રમાણો સિલસિલાબંધ પં. લાલચંદ ગાંધીએ ‘સિદ્ધરાજ અને જૈનો’ નામક લેખમાળા સન્ ૧૯૨૭ના મે માસથી લઈ સન્ ૧૯૨૯ના અંત સુધીના સાપ્તાહિક ‘જૈન’માં પ્રકાશિત કર્યાં છે; પણ શાસ્ત્રીજી તેની નોંધ પણ લેવી ચૂકી ગયા છે. ધર્માભ્યુદયકાવ્ય, પ્રભાવકચરિતથી લગભગ પચાસેક કે પિસ્તાળીસેક વર્ષ પૂર્વે અને પ્રબંધચિંતામણિથી લગભગ પંચોતેર-એંસી વર્ષ પૂર્વે લખાયેલ છે. એની મંત્રીશ્વર વસ્તુપાલે સ્વહસ્તે કરેલી નકલ પણ ઉપલબ્ધ છે. શત્રુંજયને ૧૨ ગામ આપ્યાનું તામ્રશાસન મોજૂદ ન હોય તો આવી હકીકત તે કાળે લખી શકાય નહીં. શત્રુંજય ‘મહાતીર્થ’ હોઈ, તેને સિદ્ધરાજે ૧૨ ગામ આપ્યાની વાત અયુક્ત નથી. ઉદયપ્રભસૂરિએ આ દાન ‘આશુક મંત્રીના અનુરોધથી' આપ્યાનું સ્પષ્ટ રીતે જણાવેલ છે. ઉદયપ્રભસૂરિ સિદ્ધરાજના મૃત્યુ પછી લગભગ એંસી જ વર્ષ બાદ લખતા હોઈ, અન્ય પ્રબંધકારોથી તેમની સ્થિતિ સમયની દૃષ્ટિએ પણ સંગીન છે.
પણ બીજી બીજુ ગિરનારતીર્થને ૧૨ ગામ આપ્યાની છેક ૧૪મા શતકના મધ્યકાળના અરસાથી રચાતા આવેલ પ્રબંધોમાં નોંધાતી આવેલી વાત વિશ્વસનીય જણાતી નથી, અને શત્રુંજયને અન્વયે તે ઘડી કાઢવામાં આવી હોય તેમ લાગે છે. સોલંકીકાલીન કોઈ જ પ્રબંધચરિત્રાદિમાં, કે છેક મેરુતુંગાચાર્ય સુધીના કોઈ જ લેખક તે વાત જણાવતા નથી. આ સિવાય દેવસૂરિને છાલાદિ ૧૨ ગામો સિદ્ધરાજે અર્પિત કર્યાની વાત પણ જરૂર અસંગત છે. સુવિહિત, સંવિજ્ઞવિહારી, ત્યાગી જૈન સાધુઓ આવાં દાન સ્વીકારી ન શકે. રાજવિહાર સંબંધમાં પ્રભાચંદ્રસૂરિએ એ વાત દેવસૂરિ સંબંધમાં સ્પષ્ટ કરી જ છે : એટલે આ વાત સાચી હોવાનો સંભવ નથી. અને ખરેખર આવું કોઈ દાન આપ્યું જ હોય તો તે રાજાએ બનાવેલ ‘રાજવિહાર’ને આપ્યું હોય, દેવસૂરિને નહીં.
૩. Cf. B. A. Kathavate, Śridvyasrayamahakavyam, Bombay, 1921, 5.15-16.
Jain Education International
૪. Ed. Muniraj Jinavijaya, G. O. S. No. 14, Baroda, 1920.
૫. છેક ૧૫મા શતકમાં આ વિહારમાં મૂળ નામ ભુલાઈ ‘કુમારવિહાર’, અને ૧૪મા શતકથી ‘કુમારપુર’ બદલે ‘વાગ્ભટપુર' નામ મળવું શરૂ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org