SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ તુષ્ટિદાનનો સ્વીકાર ન થતાં તેને બદલે “રાજવિહાર' નામક ઋષભદેવના ૮૪ અંગુલ પ્રમાણ પિત્તલમય બિંબવાળો પ્રાસાદ આશુક મંત્રીની સલાહથી પાટણમાં બંધાવ્યો હતો, જેની ચાર આચાર્યોએ પ્રતિષ્ઠા કરી હતી. તેનો જૂનામાં જૂનો ઉલ્લેખ સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધ(સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫)માં મળે છે. ત્યારબાદ બાલચંદ્રકૃત વસંતવિલાસમહાકાવ્ય (આ૦ ઈ. સ૧૨૪૦) અને પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(સં. ૧૩૩૪ } ઈ. સ. ૧૨૭૮)માં, તેમ જ ૧૫મા શતકના પ્રબંધોમાં મળે છે. મોટે ભાગે તે આશુક મંત્રીની દેખરેખ નીચે બંધાયેલો. (૨) સિદ્ધરાજે સિદ્ધપુરમાં કરાવેલા “સિદ્ધવિહાર' નામક જિન મહાવીરની ચાર પ્રતિમાવાળા ચતુર્મુખપ્રાસાદ સંબંધી અત્યંત સંક્ષિપ્ત પણ મહત્ત્વપૂર્ણ પ્રથમોલ્લેખ સમકાલિક લેખક આચાર્ય હેમચંદ્રના સંસ્કૃત ન્યાશ્રયકાવ્ય (ઈસ્વીસના ૧૨મા શતકના દ્વિતીય ચરણ)માં મળે છે. તે પછી ઉપરકથિત જિનધર્મપ્રતિબોધ (ઈ. સ. ૧૧૮૫), કુમારપાલપ્રબોધપ્રબંધ (ઈસ્વીસના ૧૪મા શતકનો મધ્ય ભાગ), મુનિસુંદરના “સ્તોત્ર'માં (ઈસ્વીસની ૧૫મી શતાબ્દીનું પ્રથમ ચરણ) અને કવિ મેઘના રાણિગપુર ચતુર્મુખ પ્રાસાદ સ્તવન(ઈસ. ૧૪૪૦ બાદ)માં પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત પ્રાસાદ આલિગ મંત્રીની દેખરેખ હેઠળ બંધાયેલો અને તે રાજકારિત હોઈ, ૧પમા શતકમાં તે “રાજવિહાર' નામે પણ ઓળખાતો હતો. ઉપર પ્રમાણ જોતાં દુર્ગાશંકર શાસ્ત્રીનાં સંશયાત્મક વિધાનો અને સોલંકી રાજાઓ શૈવ હોઈ જૈન મંદિરો ન બંધાવે તેવી માન્યતા પાછળ એમની પોતાની સંકીર્ણ, સાંપ્રદાયિક દૃષ્ટિ છતી થાય છે. શૈવમાર્ગી પણ સમદષ્ટિ સોલંકી રાજાઓ જૈન મંદિરો બાંધે તે તથ્ય પરત્વેની તેમની નાપસંદગી અને એ કારણસર સત્યનો વિપર્યાસ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ ઇતિહાસકાર તરીકેની તેમની અન્યથા મહાનું શક્તિઓને ગ્રહણ લગાવી દે છે. જૈનોની સમૃદ્ધિનો અને સોલંકીકાળમાં રહેલા તેમના પ્રભાવનો, ને તેમની ધર્મભાવના અને ઉત્કર્ષ પરત્વે આ વલણ એક પ્રકારના નિષ્કારણ દ્વેષનું રૂપ જ છે અને શાસ્ત્રીજીનાં આવાં પક્ષપાતી, પૂર્વગ્રહપીડિત અને દુર્ભાગ્યપૂર્ણ લખાણોથી ગુજરાતના ઇતિહાસને પરિશુદ્ધ કરવાનો અને તેમણે અસંપ્રજ્ઞાતપણે વાવી દીધેલ સાંપ્રદાયિક વિષવૃક્ષનું ઉમૂલન કરવાનો સમય આવી ગયો છે. સદ્ભાગ્યે ગુજરાતનો ઇતિહાસ લખનાર આ પેઢીના બે કર્ણધારો—કે. કા. શાસ્ત્રી અને ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી–સાંપ્રદાયિક રાગદ્વેષથી પર રહ્યા છે, એથી ગુજરાતનો સોલંકીકાળનો વિમલ અને વિશ્વસ્ત ઇતિહાસ તેઓ લખી શક્યા છે. (જૈન લેખકોની ધર્મઘેલછા અને બ્રાહ્મણીય લેખકોના બામણવેડા” એ બન્નેથી દૂર રહેવામાં જ સાર છે.) વામયિક વર્ણનો પરથી સિદ્ધરાજે નિર્માણ કરાવેલ ઉપર ચર્ચિત બન્ને મંદિરો મોટાં અને ભવ્ય હશે. સિદ્ધવિહારને “ક્રીડાનગોપમ” અને “મરુચૂલોપમ' કહ્યો હોઈ, તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy