________________
સિદ્ધરાજકારિત જિનમંદિરો
૧૨૯
આ ઉપરથી એમ જણાય છે. આ મંદિર ૧૫મા શતકના દ્વિતીય ચરણ સુધી તો અસ્તિત્વમાન હતું. તેનો વિશેષ પુરાવો તપગચ્છાધીશ યુગપ્રધાનાચાર્ય સોમસુંદરસૂરિના વિદ્વાન્ શિષ્ય મુનિસુંદરસૂરિએ ૧૫મા શતકના પ્રથમ ચરણમાં રચેલા જિનસ્તોત્રરત્નકોશમાં સિદ્ધપુરસ્થ શ્રીરાજવિહારમંડન શ્રીવર્ધમાનસ્તોત્ર'માં સિદ્ધપુરના જ્ઞાતૃવંદન(મહાવીર)ની ચાર પ્રતિભાવાળા ચતુર્કારયુક્ત રાજવિહારને વંદના આપી છે, તે ઉલ્લેખમાં મળે છે જેનો મૂળ પાઠ અહીં ઉન્હેંકીશુ :
जयश्रीमन्दिरे सिद्धपुरे श्रीज्ञातनन्दनम् । चतुरुपं जिनं राजविहारलङ्कृति स्तुवे ॥१९ इदं चतुर्दार विशालमण्डपं निरीक्ष्य चैत्य त च भारतोत्तमम् । इमानि नन्दीश्वर कुण्डलादिगान्य पीक्षितानीव विभावयेद बुधः ॥२० चतुर्गतिकलेश विनाश हेतवे चतुर्मुखं त्वां भगवन् । प्रभुं भजे ॥२१ પર્વ સિદ્ધપુર પ્રસિદ્ધ નારીહૂર ! વીર ! પ્રપો ! भक्त्योद्यन्मुनिसुन्दरस्तवगणं स्तुत्वा स्वशक्त्या जिनम् । -सिद्धपुरस्थ श्रीराजविहारमण्डन श्रीवर्द्धमान स्तोत्ररत्नं नवम् ।
(પૃ૬૨-૭૩) આ મંદિર રાજકારિત ચતુર્મુખ અને ચાર પ્રતિમાયુક્ત હતું, જિન મહાવીરનું હતું અને ૧૫મા શતકમાં પણ તે અસ્તિત્વમાં હતું તેવું વિશેષ અને બળવાન પ્રમાણ આથી મળી રહે છે. જિનરત્નકોશમાં તે કાળે વિદ્યમાન (અને આજે પણ ઊભાં રહેલાં) વડનગર-યુગાધિદેવ, ઇડરના કુમારવિહાર, તારંગાના કુમારવિહાર ઇત્યાદિ મંદિરોના અધિનાયક જિનનાં સ્તોત્રો છે. જો સિદ્ધપુરનો રાજવિહાર તે વખતે મોજૂદ ન હોય તો તેનું સ્તોત્ર રચવાનો પ્રશ્ન ઊભો થતો નથી; અને રાણકપુરના ધરણવિહાર માટે પણ તે પ્રતિચ્છેદક (model) બની શકવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, અને જો તે રાજકારિત ન હોત તો તેને “રાજવિહાર” કહેવાનો પણ કશો અર્થ નહોતો.
ઉપસંહાર (૧) જયસિંહદેવ સિદ્ધરાજે ઈ. સ. ૧૧૨૭માં શ્રીપત્તન(અણહિલવાડ પાટણ)માં શ્વેતાંબરાચાર્ય વાદિદેવસૂરિએ દિગંબર કુમુદચંદ્ર પર મેળવેલ જયના ઉપલક્ષમાં આપવા લાગેલ
નિ, એ ભા. ૨-૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org