________________
૧૨૮
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
અનુસોલંકીકાલીન પ્રમાણોના આધારે પાટણમાં સિદ્ધરાજે “રાજવિહાર' નામક ઋષભદેવનો પ્રાસાદ કરાવ્યાની વાત નિર્વિવાદ બની રહે છે.
હવે સિદ્ધપુરના “સિદ્ધવિહાર' વિશે વધુ જે પ્રમાણો મળે છે તે જોઈએ. ઈસ્વીસનના ૧૪મા શતકના મધ્યભાગના અરસામાં રચાયેલ, અજ્ઞાતકર્તૃક કુમારપાલપ્રબોધપ્રબંધમાં સિદ્ધપુરમાં (કોઈ) મંત્રીની દેખરેખ નીચે રુદ્રમહાલય બની ગયા બાદ “ચતુર્મુખરાજવિહાર' નામના મહાવીરપ્રાસાદના નિર્માણ અને તે સમયે બનેલા એક પિશુન-પ્રસંગની વાત નોંધી છે; અને તે પછી મનનું સમાધાન થતાં રાજાએ પોતે તેના પર કલશારોપણ કર્યાનું કહ્યું છે : યથા"
__ अन्यदा सिद्धपुरे रुद्रमहालयप्रासादे निष्पद्यमाने मन्त्रिणा च चतुर्मुख श्रीराजविहाराख्य श्रीमहावीरप्रासादे कार्यमाणे...इत्यादि...। स्वयं राजविहारे कलशारोपणादिकमकारयत् ।
જે મંત્રીને રુદ્રમહાલયપ્રાસાદની વ્યવસ્થાનો ભાર આપીને સં. ૧૧૯૮ | ઈ. સ. ૧૧૪૨માં ગામો આપેલાં તેનું નામ અન્ય સાધનો દ્વારા જાણવા મળે છે તે પ્રમાણે “આલિગ' હતું. આથી ઉપર કહેલ ચતુર્મુખપ્રાસાદ જે મંત્રીની દેખરેખ નીચે બંધાયેલો હોવાનું ઉપરના સંદર્ભમાં નિર્દિષ્ટ છે તે મંત્રી આલિગ નામના હોવાનું સ્પષ્ટ થાય છે. કુલસારગણિરચિત ઉપદેશસાર સટીક(સં. ૧૬૬૬ | ઈ. સ. ૧૬૧૦)માં પણ આ વાત નોંધાયેલી છે. અને અહીં સંદર્ભગત “રાજા' તે અન્ય કોઈ નહીં પણ સિદ્ધરાજ જ વિવક્ષિત છે.
આ મંદિર-અનુષંગે ૧૫મા શતકમાં લેવાયેલ ત્રણ અન્ય નોંધો પણ મળે છે. આમાંની પહેલી તો પુરાણા લેખન પર આધારિત હોય તેમ લાગે છે. આગળ જેનો સંદર્ભ ટાંક્યો છે તે જ પ્રબંધસંગ્રહમાં આ પ્રમાણે ઉલ્લેખ મળે છે" :
श्रीसिद्धपुरे रम्ये सिद्धनृपो देवसूरि गुरु वचसा ।
तुर्यद्वारं चैत्यं कारितवान् तुर्यगत्यर्थम् ।। રાણકપુરના સં૧૪૯૬ | ઈ. સ. ૧૪૪૦માં પ્રતિષ્ઠિત થયેલ જગવિખ્યાત ધરણવિહારપ્રાસાદનો આદર્શ સિદ્ધપુરનો ચૌમુખ પ્રાસાદ હતો તેવું સમકાલીન કવિ મેઘ પોતાના રાણિગપુર ચતુર્મુખપ્રાસાદ સ્તવનમાં જણાવે છે :
સિદ્ધપુર ચૌમુખ કરે વખાણ માંડલ દેઉલ મોટાઈ માંડણિ. ૧૦ દેપલે કહઈ હું સાસ્તર પ્રમાણિ માંડીસુ દેઉલ મોટઈ માંડણિ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org