________________
સિદ્ધરાજકારિત જિનમંદિરો
૧૨૭
પાટણમાં સિદ્ધરાજકારિત રાજવિહાર બંધાયાથી થોડાક સમય બાદ આરાસણના નિધન થયેલ પાસિલ મંત્રીએ તેને પાટણમાં ધ્યાનથી જોયાનો અને તેના બિબને (અન્ય મતે પ્રાસાદ) માપ્યાનો અને પછી સ્થિતિ સુધરતાં આરાસણમાં નેમિનાથનો ભવ્ય પ્રાસાદ રચ્યાની હકીકત સં. ૧૫૨૮ | ઈ. સ. ૧૪૭૨માં લિપિબદ્ધ થયેલા એક પ્રાચીન પ્રબંધસંગ્રહમાં, તેમ જ થોડા વિગત ફરક સાથે સોમધર્મગણિના ઉપદેશસતતિ(સં. ૧૫૦૩ | ઈ. સ. ૧૪૪૭)માં આપી છે. બન્ને સંદર્ભોમાં પાટણના રાજવિહારનો ઉલ્લેખ સ્પષ્ટ શબ્દોમાં આપ્યો છે, યથા
___ अथैकदा आरासणपुरात् महं गोगासुतः पासिलो दौर्बल्यात् कूपिकामादाय पत्तनमाययौ । तत्र रायविहारे देवं नत्वा बिम्बमपने लग्नः । इत्यादि.
–‘માસળીયનેમિચૈત્યપ્રવધૂ', (T p. .). તથા :
. इतश्चारासणग्रामे पासिलः श्रावकोत्तमः । मन्त्रिगोगासुतो वित्त-हीनो वसति शुद्धधीः ॥२७॥ सोऽन्यदा घृततैलादि-विक्रेतुं पत्तने ययौ । कृत्वा तत्र स्वकार्यणि, श्रीगुरूँस्तानवन्दत ॥२८॥ तत्र राजविहारस्य सप्रमाणं निभालयन् ।...||२९॥
–૩પવેશHHતિ, ૨.૮.૨૭-૨૨ અહીંના આ દ્વિતીય સંદર્ભમાં પ્રતિમાનું નહીં પણ સ્વયં રાજવિહારના પ્રમાણ વિશે કહ્યું છે. બન્ને હકીકતો સાચી હોવાનો સંભવ છે. પાસિલે આરાસણમાં નેમિનાથનું મંદિર બંધાવ્યાની હકીકત જિનહર્ષગણિના વસ્તુપાલચરિત(સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૪૧)માં પણ નોંધાયેલી છે, જો કે ત્યાં ઉલ્લેખ સંક્ષિપ્ત હોઈ, ઉપરના બે ગ્રંથોમાં અપાયેલી પ્રાસાદોત્પત્તિકરણની વિશેષ નોંધ જોવા મળતી નથી. ઉપરનામાંથી પુરાતનપ્રબંધસંગ્રહમાં અપાયેલ પ્રબંધ કોઈ ઉત્તર સોલંકીકાલીન પ્રબંધ પરથી સંકલિત થયો જણાય છે.
આરાસણના સંદર્ભગત નેમિનાથના પ્રાસાદનું ગર્ભગૃહ મોટું છે, અને તેમાંથી ખંડિત થતાં કાઢી નાખેલા, અસલી પ્રતિમા ફરતું એક કાળે હતું તે જબરું પરિકર-તોરણ જોતાં તે મૂર્તિ ઓછામાં ઓછી ૭૨ અંગુલ પ્રમાણની તો હશે જ. પાસિલની ઇચ્છા શ્રીપત્તનના રાજવિહારની પ્રતિમાની વિશાળ પ્રતિમાની બરોબર પ્રતિમા સ્થાપવાની હશે તેવું આગળના સંદર્ભથી સૂચિત છે. આથી પાટણસ્થ રાજવિહારની પ્રતિમા ધરાવનાર પ્રાસાદ ઘણો મોટો હોવાનો— મેરુચૂલોપમ,’ ‘ક્રીડાનગોપમ–અને એથી કદાચ વાસ્તુશાસ્ત્રમાં કહેલ મેરુ જાતિનો હોવાનો સંભવ છે.
આ બધા સોલંકીકાલીન મૌલિક એવું સમર્થક ઉલ્લેખો, અને પુષ્ટિકારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org