________________
સિદ્ધરાજકારિત જિનમંદિરો
૧૨૩
તો યે તેમની સમૃદ્ધિ, ઉન્નતિ, રાજકારે પ્રાપ્ત કરેલ સ્થાન-સન્માન અને અજયપાળ પૂર્વેના બ્રાહ્મણધર્મી સોલંકી રાજાઓનાં જૈનધર્મ પ્રતિનાં સમભાવભર્યા, સમુદાર વલણ પ્રત્યે તેમનો કચવાટ ડગલે ને પગલે વ્યક્ત થતો જણાય છે. આ સંબંધમાં જૈન સ્રોતોમાંથી પ્રાપ્ત થતી વાતો સાચી નથી અને કેટલીક સાચી હોય તો પણ તેનું મૂલ્ય નથી, એમ એ તથ્યોને દબાવી દેવાં કે અલ્પતા આપવી, અને એક બાજુથી એ જ સ્રોતોનો પોતાને અનુકૂળ હોય ત્યાં પ્રધાન સ્તર પર ઉપયોગ કરી લેવો અને બીજી બાજુથી જ્યાં જૈનોની વાસ્તવિક ઉત્કર્ષદર્શક વાતો આવે ત્યાં વળી એ વાતોને શક્ય હોય તેટલી નહિવત્ કરી નાખવી એમ બેવડાં ધોરણો તેમના લખાણમાં ઠેર ઠેર દૃષ્ટિગોચર થાય છેનીતિપ્રવણ જૈન ધર્મ ભારતની પુરાણી આર્યસંસ્કૃતિની જ નીપજ છે, જૈનો ભારતીય છે, વિદેશી આગંતુકો નહીં; ને પ્રારંભિક વૈદિક ધર્મ સાથે હિંસાના પ્રશ્ન મતભેદ અને વિરોધ હોવા છતાં, અને દાર્શનિક માન્યતામાં ફરક હોવા છતાં, અન્યથા બન્નેનાં મંતવ્યો અને વલણોમાં સમાનતા છે. જેટલે અંશે વૈદિક ધર્મ પછીથી પૌરાણિક પૂર્તિધર્મમાં પરિવર્તિત થયો, મંદિરમાર્ગી બન્યો, તેવું જ મહદંશે બૌદ્ધની જેમ જૈન માર્ગનું પણ થયું છે તે વાતનું શાસ્ત્રીજીને ક્યાંક ક્યાંક વિસ્મરણ થઈ ગયેલું જણાય છે. એમના ઇતિહાસલેખનનું એક સર્વગ્રાહી મૂલ્યાંકન અને સમીક્ષા હું અન્યત્ર એક વિસ્તૃત લેખ દ્વારા કરી રહ્યો છું. દરમિયાન અહીં સિદ્ધરાજકારિત જિનમંદિરો વિશેની વાતમાં, શાસ્ત્રીજીના જ ઉદ્દગારોથી ચર્ચારંભ કરી તથ્ય શું છે તે જોવા પ્રયત્ન કરીશું :
સહસ્ત્રલિંગ સરોવર ઉપરાંત સિદ્ધરાજે સરસ્વતી નદીને કાંઠે રુદ્રમહાલય બંધાવ્યો હતો એમ હેમચંદ્રે કહ્યું છે* અને એને પ્રચિ. ટેકો આપે છે. વળી સરસ્વતીને કાંઠે મહાવીરનું એક ચૈત્ય બંધાવ્યું હતું એમ પણ હેમચંદ્ર કહ્યું છે. આ જૈન ચૈત્ય સિદ્ધરાજે પોતે બંધાવ્યું હોય કે એની વસ્તીમાંથી કોઈ જૈન ગૃહસ્થ બંધાવ્યું હોય એ ગમે તે હોય..”
- શત્રુંજય તીર્થને સિદ્ધરાજે ૧૨ ગામ દાનમાં આપ્યાની વાત અન્ય ગ્રંથ-પ્રબંધોમાં કહી હોય તો પણ દયાશ્રયમાં નથી કહી માટે માનવા યોગ્ય નહીં અને અહીં યાશ્રયના કર્તા સ્વયં હેમચંદ્ર જ કહેતા હોય કે સિદ્ધરાજે સરસ્વતીને તીરે મહાવીરનું ચૈત્ય બંધાવ્યું, તો ત્યાં શાસ્ત્રીજી દ્વિધાયુક્ત વાત કરે છે કે એ તો સિદ્ધરાજે પોતે બંધાવ્યું હોય કે એની વસ્તીમાંથી કોઈ જૈન ગૃહસ્થ બંધાવ્યું હોય ! આચાર્ય હેમચંદ્રની આ વાતને સમીપકાલીન લેખક સોમપ્રભાચાર્યનું
* યાશ્રય સ. ૧૫, શ્લો- ૧૫.
પ્ર. ચિં, પૃ ૧૩૦.
“યાશ્રય સ. ૧૫, શ્લોક ૧૬કુમારપાલપ્રતિબોધમાં સિદ્ધપુરમાં સિદ્ધવિહાર અને પાટણમાં રાજવિહાર બંધાવ્યાનું કહ્યું છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org