________________
સિદ્ધરાજકારિત જિનમંદિરો
ગુજરાતના સોલંકીકાલીન ઇતિહાસનું આલેખન કરનાર લેખકોમાં સૌથી પ્રતિભાવાનું, મૂળ સ્રોતોનાં આમૂલ અવગાહન, પરીક્ષણ, અને તુલના કરી તેમાં ઊંડી, સૂક્ષ્મ, અને વેધક વિવેકદૃષ્ટિ દાખવનાર, સ્પષ્ટતામૂલક અને લાઘવપૂર્ણ પ્રૌઢી તથા અત્યંત સરળ ભાષા દ્વારા પોતાના વિચારો દેઢ અને નિર્ભીક રીતે વ્યક્ત કરનાર કોઈ હોય તો તે (સ્વ) દુર્ગાશંકર શાસ્ત્રી છે. શ્રદ્ધેય ઇતિહાસ-લેખનને આવશ્યક એવા ઘણા ગુણો ધરાવતા હોવા છતાં શાસ્ત્રીજી એક મહાન્ ઇતિહાસવેત્તારૂપે આપણી સમક્ષ ઉપસ્થિતિ ન હોવાના મુખ્ય કારણમાં જોઈએ તો ઇતિહાસ-ગવેષણમાં બિલકુલ ન હોવા ઘટે તેવા બે દારુણ દોષોથી તેમનું લેખન મુક્ત રહી શક્યું નથી. પ્રાપ્ત એવાં સર્વ સાધનોના આધારે પૂરતું અન્વેષણ કરીને પરિસ્થિતિનું યથાર્થ આકલન કરી, તેને વાસ્તવિક રૂપે ઘટાવવાને બદલે, તેનો યથોચિત સ્વીકાર કરવાને સ્થાને, કેટલાક પ્રસંગોમાં તેમનું લખાણ તાટથ્યવૃત્તિ છાંડી જતું હોવાનું અને સંપ્રદાય-ઝવણ વલણ અપનાવતું, રાગદ્વેષથી વ્યાપ્ત એવં અભિભૂત થઈ જતું જણાય છે. અન્યથા અત્યંત સરલ, સચોટ પ્રતીતિજનક, અને સરસ રીતે વહેતું એમનું ગદ્ય આ રીતે પીડિત-દૂષિત થયેલું હોઈ, તેનાથી બે નુકસાન થયાં છે : એક તો ઇતિહાસકાર તરીકેની તેમની પ્રતિમા કેટલાક કોણથી અસુઠુ બની; બીજામાં જોઈએ તો તેમણે સિંચિત કરેલી સાંપ્રદાયિક વિષવેલ પાંગર્યા બાદ તેનાં આજે ચાર દાયકા પછી ગુજરાતમાં ઇતિહાસક્ષેત્રે આવેલાં વિપત્તિજનક અને ધૃણાત્મક પરિણામો ! એ વિષને મંગલ કરી શકે તેવું આજે ગુજરાતમાં ઇતિહાસક્ષેત્રે કોઈ જ નથી !
સોલંકીયુગમાં રાજકીય અતિરિક્ત સાંસ્કૃતિક અને અર્થક્ષેત્રે પ્રાપ્ત થયેલ મહત્તાના સંચિત બળનો લાભ ગુજરાતને સાંપ્રતકાળ સુધી મળતો રહ્યો છે. સોલંકીકાળે ગુજરાતને એ ઉન્નતિના કાંચનશખર પર પહોંચાડવાના યશનો સારો એવો હિસ્સો એ કાળના જૈનોને ફાળે જાય છે. ગુજરાતે એની મહત્તાની સર્વોચ્ચ સીમા ૧૨મા શતકમાં જયસિહદેવ સિદ્ધરાજ અને ગૂર્જરેશ્વર કુમારપાળના સમયમાં હાંસલ કરેલી અને બરોબર તે જ સમયે ત્યાં જૈન ધર્મનો અભ્યદય પણ તેના ચરમ બિંદુએ પહોચેલો. ગૂર્જર મહારાજ્યના અમાત્યમંડળમાં, દંડનાયકાદિ અધિકારી વર્ગમાં, ઘણાખરા ધર્મ જૈન અને જ્ઞાતિએ વણિક હતા. ગુજરાતના વૈશ્ય-શ્રેષ્ઠીઓમાં પણ મોટા ભાગના જૈન માર્ગી હતા, અને સાહિત્ય એવં વિદ્યાક્ષેત્રે પણ પોતાનાં સર્જનો દ્વારા બહુ મોટો ફાળો જૈન સૂરિ-મુનિવરોએ અને મહામાત્ય અંબપ્રસાદ, શ્રેષ્ઠી વાગભટ્ટ, કવિરાજ શ્રીપાલ, અને મંત્રીશ્વર વસ્તુપાલ સરખા શ્રાદ્ધ-કવિવરોએ આપ્યો હતો.
આ તથ્યનો યથોચિત સ્વીકાર શાસ્ત્રીજી કરી શકેલા નથી. જૈનો પ્રત્યે કડવાશ નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org