SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ હસ્તિશાલાની અંદર સામે જ વિમલમંત્રીની લેખ વિનાની અશ્વારૂઢ છત્રધારી મૂર્તિ છે. એ પ્રતિમા વિમલના સમયની લાગતી નથી. આ ઉપરાંત અહીં આરસના દશ હાથીઓ ગોઠવેલા છે. એમાંના સાત તો મંત્રી પૃથ્વીપાલે સં. ૧૨૦૪ / ઈ સ ૧૧૪૮માં પોતાના અને છ પૂર્વજો (નીના, લહર, વીર, નેઢ, ધવલ અને આણંદ) માટે કરાવેલા છે. બે હાથીઓ એમના પુત્ર ધનપાલે સં. ૧૨૩૭ / ઈ સ ૧૧૮૧માં ઉમેરેલા છે. છેલ્લા હાથીનો લેખ નષ્ટ થઈ ચૂક્યો છે. ગજારૂઢ પુરુષ મૂર્તિઓમાંની ઘણીખરીનો નાશ થયો છે. હસ્તિશાલાની વચ્ચે મંત્રી ધાધુકે વિ. સં. ૧૨૨૨ / ઈ સ ૧૧૬૬માં કરાવેલ આરસનું આદિનાથનું સમવસરણ ગોઠવેલું છે. ૧૧૨ આ હસ્તિશાલાના રચનાકાળનો પણ એક જબરો કોયડો ઊભો થાય છે. આચાર્ય હરિભદ્રસૂરિની અગાઉ નિર્દેશિત બે કૃતિઓ ઉપરાંત ચંદપ્પહચરિય(ચંદ્રપ્રભચરિત્ર)ની પ્રાકૃતભાષાની પ્રશસ્તિમાં પૃથ્વીપાલે કરાવેલ પૂર્વજ પુરુષો સહિત સાત ગજારૂઢ મૂર્તિઓના ઉલ્લેખ તરફ દા૰ ઉમાકાંત શાહે ધ્યાન દોર્યું છે; પણ પ્રસ્તુત પ્રશસ્તિમાં તેના સ્થાન-નિર્દેશ હોવા છતાં હસ્તિશાલા કરાવી હોવાનું તદ્દન સ્પષ્ટ કહ્યું નથી. એટલે આ ઇમારત પૃથ્વીપાલે કરાવી નથી જ; પણ સમવસરણના ઈ. સ. ૧૧૬૬ જેટલા જૂના લેખમાં તો એને હસ્તિશાલા કહી જ છે॰. એટલે પૃથ્વીપાલે એના સમયના સાત હાથીઓ અત્યારે છે ત્યાં જ મુકાવ્યા હોવાનો સંભવ છે અને એ સમયથી આ રચના હસ્તિશાલા તરીકે પ્રસિદ્ધિમાં આવી હશે. વિમલ મંત્રીના સમયમાં તેનો ઉપયોગ કદાચ વિશ્રાંતિ યા આસ્થાન-મંડપ તરીકે થતો હોય. હસ્તિશાલાની જાળીના ખંડોની ભીંતોમાં બારીકાઈ ન હોવા છતાં કોઈ કોઈ દાખલાઓમાં ભૂમિતિના સાદા પણ સમર્થ નિયોજનને કારણે આકર્ષકતા જરૂર દેખાઈ આવે છે. રૂપકામની વાત કરીએ તો અહીંના તોરણના સ્તંભોની મૂર્તિઓ ટોચાઈ જવાને કારણે હવે લોપયોગી રહી નથી. સદ્ભાગ્યે એ સ્તંભની ઉપરની તુંડિકા પર પાછલી બાજુએ હોવાને કા૨ણે ભંજકોથી બચી ગયેલી એક ચમરાનાયિકાની પ્રતિમાને અહીં ચિત્ર ૧૦માં રજૂ કરીશું. મૃણાલવલ્લીને સન્નિવેશિત કરી, એના આશ્રયે દ્વિભંગમાં સહસા સંસ્થિર બની, દક્ષિણ કમલકરાંગુલીઓ વતી ચમરને કલામય રીતે ગ્રહણ કરતી, જંઘા પર મૃદુતાથી સ્પર્શતી કટિસૂત્રની મુક્તાદામો અને રત્નખચિત કેયૂર, હાર અને ડ્રીણમાલાથી શોભતી, શાંત રૂપમાધુરી રેલાવતા માર્દવભર્યા વિશાલ મુખને એકબાજુ વક્રભંગ કરી ઊભેલી આ ચામરધારિણી મંત્રીશ્વર વિમલના સમયનું અવશિષ્ટ રહેલું એક ઉત્તમ કલારત્ન છે. હસ્તિશાલા મંત્રીશ્વર વિમલના સમયની હોવાનું અનુમોદન, આપણને અન્ય ત્રણ પ્રમાણોથી પણ મળે છે. જેમકે (૧) જાળીઓનું પ્રાચ્યપણું; (૨) પૂર્વ દ્વારે જ જોવા મળતા દ્વારપાળોમાં દેખાતો ૧૧મી શતાબ્દીનો અંગભંગ, અને સારીયે (૩) રચના કાળા પથ્થરની હોઈ, કાળા ગર્ભગૃહ અને ગૂઢમંડપની તે સમકાલીન હોવી ઘટે. વસ્તુતયા થોડાં વર્ષ પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy