________________
વિમલવસહીની કેટલીક સમસ્યાઓ
૧૧૧
४८
૧૬૬
૫૪
૧૫૬ સં. ૧૨૧૨
પૃથફ શ્રાવક ૧૫૯ સં. ૧૨૧૨
પૃથક્ શ્રાવક ૪૯ ૧૬) સં. ૧૨૧ર
પૃથફ શ્રાવક ૪૯ ૧૬૧ સં. ૧૨૧૨
(ચતુર્વિશતિપટ્ટ પર)
સં. ૧૨૪૫ ૫૧
સં. ૧૨૧૨ ૫૪ ૧૭૧ સં. ૧૨૨૨
પૃથક્ શ્રાવક ૧૭૨ સં. ૧૨૩૦
પૃથક્ શ્રાવક
(પ્રતિમાઓનાં તોરણ) આનો અર્થ એ થાય કે સં. ૧૨૦૦ ? ઈસ. ૧૧૪૪થી લઈ સં. ૧૨૪૫ ! ઈ. સ. ૧૧૮૭ સુધીના ૪૫ વર્ષના ગાળામાં મંત્રી પૃથ્વીપાલ અને તેમના પરિવાર અને પિતરાઈઓથી લઈ મંત્રી યશોવીર અને અન્ય શ્રાવકો દ્વારા ઉમેરવામાં આવેલી. આમાં પશ્ચિમ તેમ જ ઉત્તર બાજુની દેવકુલિકાઓ સં. ૧૨૪૫ પહેલાં બની નહોતી; તેથી રંગમંડપના ઓતરાદા પાર્વાલિંદનું ભમતી સાથેનું સંધાન અને છાવણ ઈ. સ. ૧૧૮૭ પછી જ બન્યાં હશે. ત્યાંનાં વિતાનોની શૈલી પણ પૂર્વ અને ઉત્તર બાજુનાં વિતાનોની શૈલીથી અર્ધી સદી મોડો કાળ બતાવે છે. (ધનપાલના સમયના ઉત્તર તરફના બે વિતાનો અહીં ચિત્ર ૬ અને ૭માં રજૂ કર્યા છે.)
| વિમલવસહીના પ્રવેશદ્વારમાંથી બહાર નીકળી ઉપર જોઈએ તો આરસની ચાર નાયિકાઓથી શોભિત કાળા પથ્થરની એક નાભિચ્છંદ પ્રકારની છત જોવામાં આવે છે. આનું કામ વિમલના સમયનું જણાય છે. પૃથ્વીપાલના સમયની દેવકુલિકાઓની દીવાલો એને ટેકવે છે એ વાત કાલાતિક્રમ કરતી લાગે; પણ એમ જણાય છે કે જૂની છતને અહીં ફરીને ઉપયોગમાં લીધી હોય.
વિમલવસહીની સામે પૂર્વમાં એની હસ્તિશાલા આવેલી છે (ચિત્ર ૮), તેના વિશે હવે વિચારીએ. સાદા સ્તંભો વચ્ચે કાળા પથ્થરની ખંયુક્ત જાળીવાળી દીવાલો ધરાવતી આ લંબચતુરસ્ત્ર તલની નીચા ઘાટની હસ્તિશાલાને ચાર દ્વારા કરેલાં છે. પાયો નિર્બળ, છીછરો હોવાને કારણે એની દીવાલો ક્યાંક ક્યાંક ઝૂકી ગઈ છે. પૂર્વ ધારે બે મોટા દ્વારપાળો મૂકેલા છે (ચિત્ર ૮, ૯) અને અડીને જ બે કાળા પથ્થરના સ્તંભોવાળું તોરણ ઊભું કરેલું છે. તેમાં અર્ધચંદ્રાકાર ઇલ્લિકા ઘાટની વંદનમાલિકા હજુ સાબૂત છે. ઉપર ભારપટ્ટ પરના શ્યામ પાષાણના ઇલ્લિકાવલણમાં બેસાડેલી આરસની મૂર્તિઓમાંથી ઘણીખરી નષ્ટ થઈ ચૂકી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org