________________
વિમલવસહીની કેટલીક સમસ્યાઓ
૧૦૫
છતાં) પ્રમાણૌચિત્ય, સુડોળત્વ, આભૂષાના પ્રચુર્ય અને તેના સંઘટનમાં છતો થતો વિવેક તેમ જ તદ્ અલંકરણની વિગતોનું સાપેક્ષ દૃષ્ટિએ અવલોકતાં ચઢિયાતાપણું (ચિત્ર ૨); (૨) મુખમંડપના સ્તંભોના કંડાર અને આકારની કર્ણદેવ(ઈ. સ. ૧૦૬૫-૧૦૯૫)ના સમયના હોવાનો સંભવ દર્શાવતા, મોઢેરાના વિખ્યાત નૃત્યમંડપના સ્તંભોનાં આકાર-પ્રસ્તાર અને અલંકારલીલાની સાથે સમતા; (૩) સ્તંભો પરના પાટના તળિયે કરવામાં આવતાં “કમલ'ના રાબેતા મુજબના સુશોભનને સ્થાને ઉત્તર બાજુના પાટોમાં ચક્રવૂડમાં “નરરૂપો' કાઢેલાં છે, જે નાડલાઈના તપેશ્વરના મંદિરમાં પાટડા નીચે કોરેલ એવા પ્રકારના સુશોભનનું સ્મરણ કરાવે છે. તપેશ્વરના કહેવાતા એ મંદિરના નિર્માણકાળ ૧૧મી શતાબ્દીના પ્રથમ ચરણનો છે." વિમલવસહીનું પ્રસ્તુત સુશોભન કલાની દષ્ટિએ ઊતરતું છે તેમ જ રૂપકામનો ઢંગ નાડલાઈથી થોડો પાછોતરો કાળ સૂચવી જાય છે : ઊલટપક્ષે આ શોભન ૧૨મી શતાબ્દીના કોઈ પણ બાંધકામમાં જોવા મળતું નથી. (૪) મુખમંડપની મધ્યમાં રહેલા “નાભિજીંદ’ અને ‘પદ્મનાભ'જાતિનાં વિતાનોની કુંભારિયાના મહાવીર જિનાલય (સં. ૧૧૧૮ | ઈ. સ. ૧૦૬૨)ની કચોકીના મધ્યમાં રહેલા
નાભિજીંદ’ અને ‘પદ્મનાભ' વિતાનો સાથે રીતિ અને રૂપનું સામ્ય; (સરખાવો અહીં ચિત્ર ૩, ૪ સાથે ૫); ૧રમી સદીમાં એવાં વિતાનો થયાનાં આમ તો પ્રમાણ નથી; (૫) મુખમંડપ જ્યાં પૂરો થાય છે ત્યાં પૃથ્વીપાલના સમયમાં ત્રણ ચોકીપદ વધારી મુખમંડપનું નવચોકીમાં પરિવર્તન કરવામાં આવ્યું છે તે સંધાન પછીના પાટડા અને સ્તંભોની શૈલી, તેમ જ સાંધો કરેલ છે તે ઠેકાણું સંધિસ્થાન-ઝીણી નજરે જોતાં જુદાં તરી આવે છે (૬) એ જ રીતે મુખમંડપના મોઢા આગળ વધારેલી ચોકીઓનાં વિતાનોની શૈલી અને પ્રકાર મુખમંડપમાં રહેલાં વિતાનોની મુદ્રા અને ભંગિથી નોખાં જણાય છે. મૂલચૈત્ય અને ગુઢમંડપથી પથ્થરની જાતમાં જુદા પડી જતા અને શૈલીની દૃષ્ટિએ તેનાથી પ્રમાણમાં અર્વાચીન, પથ્થરની જાતમાં રંગમંડપ સાથે એત્વ ધરાવનાર પણ શૈલીની દૃષ્ટિએ ભિન્ન અને તેનાથી પ્રાચીન, ને છેલ્લે સ્થાપત્ય-પરીક્ષણની દૃષ્ટિએ રાજા ભીમદેવનાં અંતિમ વર્ષોથી લઈ કર્ણદેવના શાસનના મધ્યકાળ સુધી એટલે કે ૧૧મી સદીના ત્રીજા ચરણમાં નિર્માયેલ હોય તેવા આ મુખમંડપના કારાપક તરીકે પ્રબંધોની સાક્ષીના આધારે ચાહિલ્લ–કે જેની ઐતિહાસિકતા તેમ જ વિમલ સાથેનો સંબંધ શિલાલેખથી નિશ્ચિત થાય છે–ને માનવામાં અવરોધ કરે તેવો કોઈ મુદ્દો આ પળે આમ તો દેખાતો નથી. (છતાં આ મુદ્દા પર આગળ અહીં વિશેષ કહેવાનું થશે.)
મુખમંડપ પછી આવતો રંગમંડપ મંત્રી પૃથ્વીપાલે કરાવેલો તેનાં દાપરીખે આપેલાં તેમ જ દા. શાહે એકત્ર કરેલાં પ્રમાણો વિશે આગળ કહેવાઈ ગયું છે. વિમલના જયેષ્ઠ બંધુ
+ મૂળ સ્વાધ્યાયમાં છપાયેલા લેખમાં તે ચિત્ર ૩ રૂપે છપાયું છે. પ્રસ્તુત તસવીર ફરીથી ન મળી શકતાં અહીં તે શોભન બતાવી શકાયું નથી.
નિ, ઐ, ભા. ૨-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org