________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
નેઢના પ્રપૌત્ર પૃથ્વીપાલ ગૂર્જરેશ્વર મહારાજ કુમારપાલના મંત્રીમંડલના સદસ્ય હતા. એમણે કરાવેલ સુકૃત્યોના ઉલ્લેખો એમના ગુરુ હરિભદ્રસૂરિએ રચેલ ગ્રંથોની પ્રશસ્તિઓમાંથી પ્રાપ્ત થયા છે. મંત્રીવર્ય પૃથ્વીપાલે સ્વમાતૃ પદ્માવતીની પુણ્યવૃદ્ધિ માટે અણહિલ્લવાડ-પાટણના પુરાતન ‘વનરાજવિહાર’નો રંગમંડપ કરાવેલો તેમ જ ત્યાં પૂર્વજ નિયે કરાવેલ ઋષભદેવના મંદિરનો રંગમંડપ પણ કરાવેલો : એ જ પ્રમાણે નિન્નયે ચંદ્રાવતીમાં બંધાવેલ જિનભવનમાં માતૃપક્ષીય માતામહીના શ્રેયાર્થે રંગમંડપ કરાવ્યો હતો. આ સિવાય માતા પદ્માવતીના પિતા બોલ્ટણના કલ્યાણ માટે રોહમંડલના સાયણવાડપુરમાં શાંતિનાથનું મંદિર કરાવેલું; પાલી(પલ્લિકાગ્રામ)ના દશમા શતકના ત્રીજા પ્રહરમાં બંધાયેલા વીરનાથના ચૈત્યમાં અનંતનાથની પ્રતિમા સં. ૧૨૦૧ ઈ સ ૧૧૪૫માં મુકાવી, ઇત્યાદિ ૮. આટલાં સ્થાપત્યો આદિ નિર્માવનાર, સુકૃત કરાવનાર મંત્રીશ પોતાના પૂર્વજના બંધુ વિમલના આબૂ પરના મંદિરને કેમ ભૂલે ? મંત્રીએ અહીં ઈ. સ. ૧૧૪૪ આસપાસ તીર્થોદ્વારના કાર્યને આરંભ કર્યો. ચૌદમી દેવકુલિકા લેખ અનુસાર ઈ. સ. ૧૧૫૦માં તે કામ પૂરું થયું લાગે છે”. આ તીર્થોદ્ધાર મંદિરના કોઈ ખંડન-ભંજનના પ્રસંગ બાદ કરવામાં આવ્યો હોય એવાં કોઈ ઐતિહાસિક કે આંતરિક પ્રમાણો ઉપલબ્ધ નથી”. એનો હેતુ તો વિમલવસહીની ભીતરી કાળા પથ્થરની સાદી અનુઠાવદાર બાંધણીને, જરૂરી લાગ્યું ત્યાં, દૂર કરી, સંગેમરમરના પથ્થર વાપરી, તેના પર વિપુલ કારિગરી કરાવી, શોભાસંપન્ન બનાવી, વસહીના આયોજનને વ્યવસ્થિત અને દેખાવડું ક૨વા પૂરતો જ હશે. પૃથ્વીપાલે વિમલભવનમાં શું શું કરાવ્યું તે વિશે જોઈએ તો એમનું સૌથી મહત્ત્વનું કાર્ય તો હતું રંગમંડપના નિર્માણનું. અણહિલ્લપુરના બે પૃથક્ પૃથક્ જિનાલયોમાં અને ચંદ્રાવતીના જિનમંદિરમાં તેમણે રંગમંડપ કરાવેલા જે હકીકત ઉપરથી એમ જણાય છે કે રંગમંડપો બંધાવવા તરફ તેમની વિશેષ રુચિ હતી, જેને માટે વિમલવસહીમાં અવકાશ હોઈ તેઓ અનાયાસે તેમ કરવા પ્રેરાયા હશે.
૧૦૬
આ રંગમંડપના અલંકરણમાં આવતાં રૂપકામને દા શાહે ૧૨મા શતકનું અને કુમારપાળયુગ(ઈ. સ. ૧૧૪૪-૧૧૭૪)નું યોગ્ય રીતે જ માન્યું છે. સ્થાપત્યની દૃષ્ટિએસ્તંભના માન-પ્રમાણ, આકૃતિ, ભૂષા-વિન્યાસ, પટ્ટ પરનો કંડાર અને મહાવિતાનના ‘ગજતાલુ-કોલ’નો છંદવિલાસ અને તેમના આકાર-પ્રકાર નિશ્ચયતયા કુમારપાળના સમયના છે. માત્ર વિતાન વચ્ચોવચ્ચનું લંબન કંઈક અંશે (આકાર પૂરતું) ૧૧મી સદીની પરંપરાને અનુસરતું લાગે છે (ચિત્ર ૧૨)૪૧.
આ મંડપ વિમલના સમયનો નથી પણ બાદનો છે તેવું એક પ્રમાણ મંદિરના તાજેતરમાં થયેલા જીર્ણોદ્ધારના પ્રધાન સ્થપતિ, સોમપુરા શિલ્પી શ્રી અમૃતલાલ ત્રિવેદીએ શોધ્યું છે. રંગમંડપની છો બેસતી જતી હોવાનું જણાતાં તેનું સ્તર ઊંચું લાવવા સમારકામાર્થે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org