________________
નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
ક્રમ વીરમંત્રીના વંશમાં આ પ્રમાણે આવે છે : (જુઓ લેખાંતે વંશવૃક્ષ). એક સંભવ એવો છે કે ચાહિલ્લે કરાવેલ ત્રિકમંડપ (છ ચોકી) અને રંગમંડપ પણ કાળા પથ્થરના હોય અને તેને ૧૨મા શતકના મધ્યભાગના આરસામાં પૃથ્વીપાલ મંત્રીનાં બાંધકામો સમયે કાઢી નવેસરથી આરસમાં રચ્યાં હોય.
૧૦૪
હવે વિમલમંત્રીને પુત્ર હતો કે નહીં તે વાત વિશે વિચારતાં તે મુદ્દો વિવાદાસ્પદ જણાય છે. દેશાઈ નોંધે છે કે... “વિમલ અપુત્ર મરણ પામ્યો એવી કથા, સામાન્ય માન્યતા, છે. તે સત્ય હોય તેમ પાકે પાયે કહી શકાતું નથી, કારણ કે વિમલના પછીની વંશાવલી મળતી નથી. કેવળ એક લેખ તેના ઉક્ત મંદિરમાં અંબાજીની મૂર્તિ પર સં૰ ૧૩૯૪નો મળે છે કે જેનો આશય એવો છે કે ‘મહં. વિમલાન્વયે’ એટલે વિમલના વંશજ અભયસિંહના પુત્ર જગસિંહ, લખમસિંહ અને કુરસિંહ થયા તથા જગસિંહનો પુત્ર ભાણ થયો. તે સર્વેએ મળી વિમલવસહીમાં અંબાજીની મૂર્તિ સ્થાપિત કરી.’૩૩ વિમલમંત્રી અપુત્ર હોય કે ન હોય પણ એ વાત ખરી છે કે ચાહિલ્લ તેમનો પુત્ર નહીં પણ ભ્રાતા હોવો જોઈએ. મંત્રી પૃથ્વીપાલના કે એમના પિતરાઈ હેમરથ-દશરથના લેખમાં, કે હરિભદ્રસૂરિની પ્રશસ્તિઓમાં ચાહિલ્લનો નેઢવિમલ સાથે એનો ઉલ્લેખ નથી એ વાત સાચી, પણ પ્રસ્તુત લેખોના સમકાલીન, ઉપર કથિત નરસિંહના લેખમાં ચાહિલ્લને સ્પષ્ટ રીતે ‘વીરમંત્રી સંતાને'કહ્યો છે તેથી તે વીરમંત્રીનો પુત્ર અથવા ઓછામાં ઓછું વીરમંત્રીના વંશમાં થયાનું સિદ્ધ થાય છે. હવે ધારો કે તે વીરમંત્રીનો પુત્ર ન હોય તો પ્રપૌત્ર તો હોવો જોઈએ. નરસિંહે ઈ સ ૧૧૪૪માં પ્રતિમા પ્રતિષ્ઠાવી ત્યારે તે જુવાન હોય તો તેના સમયથી ચાહિલ્લ પચાસેક વર્ષ પહેલાં થયેલો માનીએ તો તે વીરમંત્રીનો પ્રપૌત્ર હોવાની સંભાવના રહે; પણ જો નરસિંહની ઉંમર તે સમયે મોટી હોય તો ચાહિલ્લનો કાળ લગભગ ૧૦૭૦ અને તેથી પૂર્વનો ઠરે; અને એ અન્વયે તે વીરનો પુત્ર અને વિમલનો બંધુ ઠરે તેમ જ સમયની દૃષ્ટિએ તે વિમલનો નાનો ભાઈ હોવાનું (અને વીરમંત્રીને બીજી સ્ત્રી હોય તો સાવકો ભાઈ હોવાનું) સંભવિત માની શકાય. સોમધર્મે તો ચાહિલ્લને વિમલનો ભાઈ જ માન્યો છે.
પંદરમા શતકના પ્રબંધકારો વિમલ સાથે લોહીની સગાઈ ધરાવનાર ચાહિલ્લ તેમ જ તેણે વિમલવસહી મંડપ (પછી ભલે રંગમંડપ નહીં તો મુખમંડપ) કરાવ્યો એવી વાતથી વાકેફ હતા. સમકાલીન પ્રમાણ ન હોવા છતાં આ નોંધ વિમલવસહીના ઇતિહાસમાં મહત્ત્વની પ્રકાશકણી બની રહે છે.
હવે પ્રશ્ન એ છે કે વિમલવસહીનો ‘મુખમંડપ' ચાહિલ્લે કરાવ્યો તેમ કહી શકવા માટે અન્ય આધાર શું છે”. પ્રસ્તુત તર્ક ક૨વા માટે વાસ્તવમાં એક જેટલાં પ્રમાણો છે : (૧) મુખમંડપના સ્તંભોનું મંત્રી પૃથ્વીપાલે ઉમેરેલ રંગમંડપના સ્તંભોથી (બન્ને એક જાતિના હોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org