SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ચસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ નોંધાયેલી છે. (૩) પુરાતન-પ્રબંધ-સંગ્રહ અંતર્ગત “P” સંજ્ઞક પ્રતિલિપિ-કાલ સં. ૧૫૨૮ | ઈ. સ. ૧૪૭૨)ના મંત્રી સજ્જન કારિત રૈવતતીર્થોદ્ધાર-પ્રબંધ” અંતર્ગત સજ્જન મંત્રી, પૂર્વે માલવાના અમાત્ય જાડિએ નેમિનાથનો શૈલમય પ્રાસાદ બંધાવવાનો આરંભ કરેલો તેવો ઉલ્લેખ છે; તેના અનુલક્ષમાં ત્યાં એક સંસ્કૃત શ્લોક પણ ઉદ્ધત કર્યો છે, જે પ્રસ્તુત પ્રબંધથી પ્રાચીન, તપાગચ્છીય ધર્મઘોષસૂરિના ગિરનારકલ્પ(આ. ઈ. સ. ૧૨૬૪)માં, મળે છે". આથી જાકુટિના ઉદ્ધાર સંબંધની પ્રશસ્તિની જે વાત પ્રભાચંદ્રાચાર્ય કરે છે તેને તેમના સમકાલીન તેમ જ ઉત્તરકાલિક લેખક દ્વારા સમર્થન મળે છે. (૪) પુરાતન-પ્રબંધ-સંગ્રહના પ્રસ્તુત પ્રબંધમાં અમાત્ય જાકુડિએ કરાવેલ નેમિજિનાલયનો ઉદ્ધાર પછીના સજ્જન દંડનાયકના ઉદ્ધારથી ૧૩૫ વર્ષ અગાઉ થયેલો એવું સ્પષ્ટ કથન છે. નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિના રેવંતગિરિરાસુ(આઈ. સ૧૨૩૨)માં સજ્જને કરાવેલ ઉદ્ધારની મિતિ સં૧૧૮૫ | ઈ. સ. ૧૧૨૯ જણાવી છે. તેનાથી ૧૩૫ વર્ષ પહેલાંની મિતિ સં. ૧૦૫૦ | ઈ. સ. ૯૩૪ આવે. આ પ્રમાણથી પ્રભાચંદ્રાચાર્ય કથિત વિ. સં. ૧૫૦નું વર્ષ વસ્તુતયા વિ. સં. ૧૦૫૦ હોવાનું સુનિશ્ચિત થાય છે. આ સાંગોપાંગ મળી જતાં મેળને કારણે એટલું ચોક્કસ થાય છે કે પશ્ચાત્કાલીન હોવા છતાં “” પ્રબંધકાર પાસે કોઈ એવા સ્રોત અવશ્ય હતા જે સજ્જન દંડનાયક તેમ જ પૂર્વના જાકુટિ અમાત્યના મૂળ શિલાલેખોથી જ્ઞાત હતા. અટકળ કરી શકાય કે સજ્જનમંત્રીવાળા મંદિરના બાંધકામ સમયે જાકુડિવાળી પ્રશસ્તિને ગોપાદિત્યે કરાવેલા મઠમાં ખસેડી હશે, જે મઠ કદાચ વીજળી પડવાને કારણે, કે પછી જોરદાર વરસાદને કારણે, પડી જતાં તેના કાટમાળમાંથી પ્રસ્તુત પ્રશસ્તિ પ્રકાશમાં આવી હશે. ઈ. સ. ૧૨૬૪માં માલવમંત્રી પૃથ્વી પરના પુત્ર ઝાંઝણે શત્રુંજય-ગિરનારની યાત્રા અર્થે મોટો સંઘ કાઢેલો, જેમાં મંત્રીના ગુરુ, ગિરનારકલ્પકાર ધર્મઘોષસૂરિ, પણ હતા. પ્રસ્તુત યાત્રામાં કદાચ પ્રભાચંદ્રાચાર્ય પણ શામિલ હોય, કે પછી અન્ય કોઈ અવસરે ગિરનારની યાત્રાએ જતાં ત્યાં તેમણે જાકુડિવાળો શિલાલેખ જોયો હોય, યા અન્ય કોઈએ તે લેખ જોયેલો હોય, અને એમણે વાંચીને આચાર્યશ્રીને તે સંબંધમાં વાત કરી હોય. આજે તો આ મુદ્દા પર પૂરક સાધનોના અભાવે વિશેષ નિશ્ચય થઈ શકે તેમ નથી. તોપણ ઉપલા પરીક્ષણમાંથી એટલું તો માનવાને કારણ રહે છે કે ગિરનાર પર અમાત્ય જાડિની નેમિભવનોદ્ધાર ઉપલક્ષિત સં. ૧૦૫૦/ ઈ. સ. ૯૯૪ની એક શિલા-પ્રશસ્તિ અવશ્ય મોજૂદ હતી. સજ્જન મંત્રી પૂર્વે નેમિનાથના મંદિરના અસ્તિત્વનાં બે પુરાણાં પ્રમાણો–ગોપાદિત્યની પ્રસ્તુત મંદિરને ઈ. સ. ૧૦૫૩માં (કે તેથી થોડું પૂર્વે) સમર્પિત થયેલ મઠ વિશેની નોંધ અને ઉપર્યુક્ત ઈસ. ૯૯૪ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy