SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ “પ્રભાવકચરિત'ના એક વિધાન પર સંવિચાર રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્ય કૃત પ્રભાવકચરિત (સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮)" અંતર્ગત “વૃદ્ધવાદિ ચરિત”ના પ્રાંતભાગે આ મુજબનું કથન મળે છે : પાદલિપ્ત પ્રભુ તથા વૃદ્ધવાદિગુરુ વિદ્યાધર વંશના નિર્યામક (ગણાધિપતિ આચાર્યો) હોવાનું કહેવાય છે. વિક્રમ સંવત્સરના ૧૫૦મા વર્ષની શ્રાદ્ધ (શ્રાવક) જાકુટિના રૈવતાદ્રિ (ગિરનાર) પરના નેમિભવનના ઉદ્ધારની, વર્ષોથી ધ્વસ્ત થયેલ મઠામાંથી મળેલી) શિલાપ્રશસ્તિતના આધારે આ હકીકત અત્રે) ઉદ્ધત કરી છે.” ચરિતકારના પ્રસ્તુત વિધાનમાંથી આટલાં તથ્યો તારવી શકાય : (૧) પ્રભાચંદ્રાચાર્યે ગિરનારસ્થ નેમિનાથના મંદિર સમીપના ધ્વસ્ત મઠમાંથી મળેલ શિલાપ્રશસ્તિ જાતે વાંચેલી (યા વિકલ્પ અન્ય કોઈએ વાંચ્યા બાદ એમને તે સંબંધમાં માહિતી આપેલી હશે) જેના આધારે તેઓએ ઉપલી વિગત નોંધી છે : (૨) પ્રશસ્તિ જાકુટિ નામના શ્રાવકે કરાવેલ ઉદ્ધાર સંબદ્ધ હતી : (૩) પ્રસ્તુત શિલાલેખની સંલેખન-મિતિ (નેમિનાથના ભવનના ઉદ્ધારની મિતિ) તેમણે (કે અન્ય કોઈએ) વિ. સં. ૧૫૦ હોવાનું વાંચેલું; અને (૪) પ્રશસ્તિમાં પાદલિપ્તસૂરિ તથા વૃદ્ધવાદિસૂરિ વિદ્યાધર વંશના હોવાનું કથન હતું. આજે જો કે પ્રસ્તુત શિલાલેખ મોજૂદ નથી, તો પણ પ્રભાચંદ્રાચાર્યે એનો સંદર્ભ ટાંક્યો હોઈ તેની એક કાળે ગિરનાર પર ઉપસ્થિતિ હોવા સંબંધમાં શંકા અનાવશ્યક છે. પણ તેમણે કરેલી લેખની વાચના અને અર્થઘટન કેટલાંક કારણોને લીધે વિચારણીય બની રહે છે : (૧) એમણે વિસં. ૧૫૦/ ઈ. સ. ૯૪ એવું જે વર્ષ વાંચ્યું છે તે સ્પષ્ટતયા સંદેહાસ્પદ છે. વૃદ્ધવાદિસૂરિનો સમય ઈસ્વીસનની ચોથી શતાબ્દીનો છે; અને વિદ્યાધરવંશીય પાદલિપ્તસૂરિ તો મોડેથી, પ્રાફ મધ્યકાળમાં દશમી સદીમાં, થઈ ગયા હોવાની સવિસ્તર ચર્ચા મેં અન્યત્રે કરી છે. વળી લેખ ઈ. સ. ૯૪ જેટલો પુરાણો હોય તો તે ક્ષત્રપકાલીન બ્રાહ્મી લિપિમાં લખાયેલો હોય : અને પ્રાચીન બ્રાહ્મીલિપિમાં લખાયેલો લેખ મધ્યકાલીન વ્યક્તિ વાંચી શકે નહીં તે દેખીતું છે. આથી લેખનું વર્ષ “૧૫૦' નહીં પણ “૧૦૫૦' જેવું, અને લેખ નાગરી લિપિમાં, અંકિત હશે, જે સંભાવના વિશે આગળ ચર્ચા કરીશું. (૨) ઉજ્જયંતગિરિ પર નેમિનાથના મંદિર સમીપ એક મઠ હતો તેવું સૂચન નાગેન્દ્ર કુલના સમુદ્રસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિની ભયણસુંદરી કહા(પ્રાકૃત : [૨૦] સં. ૯૭૫, ઈ. સ. ૧૦૫૩)ની પ્રાંત-પ્રશસ્તિમાંથી મળે છે. ગ્રંથકર્તાના સમકાલિક, સોમેશ્વરનગર(પ્રભાસપાટણ)ના મોઢવંશી “ગોવાઈઐ” (ગોપાદિત્ય) દ્વારા ઉજ્જયંતતીર્થે મુનિઓ તથા સંઘના નિવાસ અર્થે ત્રણ મજલાવાળો “મઢ”(મઠ) સમર્પિત થયાની ત્યાં હકીકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy