________________
ભક્તિને ઉપદેશ
તોટક છંદ. શુભ શીતળતામય છાંય રહી,
મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ રહે તરુ કલ્પ અહે,
ભને ભગવંત ભવંત લહે. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે,
મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્જરતા વણ દામ ગ્રહો,
ભજીને ભગવંત ભવંત લહે. ૨ સમભાવી સદા પરિણામ થશે,
જડ મંદ ગતિ જન્મ જશે શુભ મંગળ આ પરિપૂર્ણ ચહે,
ભને ભગવંત ભવંત લહે. ૩ શુભ ભાવ વડે મન શુદ્ધ કરે,
નવકાર મહાપદને સમર; નહિ એહ સમાન સુમંત્ર કહે,
ભજીને ભગવંત ભવંત લહે. ૪ કરશે ક્ષય કેવળ રાગ કથા,
ધરશે શુભ તત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહે,
ભજેને ભગવંત ભવંત લહા. ૫ શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મેક્ષમાળા બાલાવબેક)
Jain Education International
national
For Private & Personal Use Only
www.jainelibrary.org