________________
૩૩૮
વીતરાગસ્તવ સવિવેચન
પૂજાના પરમ પાત્ર છે; સર્વ દેવેન્દ્રો જેને વંદે છે અને સર્વ યોગીન્દ્રો જેને ધ્યાવે છે, એવા આ
મહાદેવ” સર્વદાને માટે સર્વ દેષથી રહિત થયા છે. કારણ કે જેમાં સર્વ દોષ સમાયા છે, એવા રાગ દ્વેષને મેહ એ ત્રણ મહાદોષને આ મહાદેવે સર્વથા નષ્ટ કર્યા છે; અથવા પ્રકારતરે આ પરમ નિર્દોષ મૂર્તિએ આ અઢાર દેશને નષ્ટ કર્યા છે –
અનાદિ એવું આત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અનંત કાળના અજ્ઞાન આવરણના અનંત થર બાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગ દેવે હાર એ ચી કાઢી પ્રકટ કર્યું, ને અજ્ઞાન દોષને નિવૃત્ત કર્યો. નિદ્રા, સ્વપ્ન, જાગ્રત અને ઉજાગ્રત એ ચાર દશામાંથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આત્મ પગમય પરમ જ્ઞાનદશા પામેલા ભગવાને નિદ્રા દોષની આત્યંતિક નિવૃત્તિ કરી. મિથ્યા. મતિ નામની જે કુલટા સ્ત્રી આ જીવ સાથે અનાદિથી જોડાયેલી સંલગ્ન હતી, તેને અપરાધિની ને દુરશીલ વ્યભિચારિણી જાણીને આ મહાત્માએ આત્મગૃહમાંથી હાર કાઢી મૂકી અને સપરિવાર સમકિત સાથે સગાઈ કરી મહા મિથ્યાત્વ દેષને–દર્શનમેહને ક્ષીણ કર્યો.
અને રાગ, દ્વેષ ને અવિરતિ પરિણામ કે જે ચારિત્રહના જબરજસ્ત યોદ્ધા હતા, તે તે જેવી આ ભગવાનની વીતરાગ પરિણતિ પરિણમી કે તક્ષણ બાઘા બની ઊઠીને નાઠા ! ભગવાન જ્યારે ક્ષપકશ્રેણરૂપ ગજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org