________________
સર્વસંસારીથી વિલક્ષણ હારું લક્ષણ કૃતધી પરીક્ષે ૩૩૭
અર્થ –જે જ સર્વ સંસારી જંતુઓના રૂપથી વિલક્ષણ એવું તે જ હારું લક્ષણ કૃતબુદ્ધિઓ ભલે પરીક્ષા
વિવેચન “દેવ અનેરા થૈસે છોટા, થૈ જગમે અધિકેરા, યશ કહે ધર્મ જિનેધર થાશું, દિલ માન્યા હે મેરા.)
–શ્રી યશોવિજયજી હે દેવ ! હારી સાચી પરીક્ષા અંગે હું જે ખુલે ખુલ્લું પડકાર કરીને કહેવા માગું છું તે આ છે–સર્વ સંસારી પ્રાણુ સામાન્યપણે મેહ-રાગ-દ્વેષ આદિને વશ છે; આવા સર્વ સંસારી જતુઓના રૂપથી “વિલક્ષણ”વિપરીત-વિરુદ્ધ-વિચિત્ર-વિશિષ્ટ લક્ષણવાળું જે હારું લક્ષણ છે, તે જ આ હારું વિલક્ષણ લક્ષણ “કૃતધી”— કૃતબુદ્ધિજને ભલે પરીક્ષ! મંદબુદ્ધિઓની બાહ્ય સ્થળ પરીક્ષા કરતાં યથાર્થ દેવપણાની જે આ આંતરિક પરીક્ષા તે જ ખરેખરી પરીક્ષા છે. એટલે વીતરાગપણું–વિતશ્રેષપણું–વિત મેહપણું એવું જે શુદ્ધ સહજાન્મસ્વરૂપપણું એ જ હે વીતરાગ દેવ! હારું દિવ્ય જ્ઞાનાદિગુણસંપન્ન ખરેખરું દેવપણું છે, તેની પરીક્ષા કરવાનું અમે કૃતબુદ્ધિજનને આહ્યાન કરીએ છીએ, અને કૃતબુદ્ધિ સાચા પરીક્ષકને મન તો નિર્દોષ વીતરાગ હોય તે જ અનંત જ્ઞાનાદિ દિવ્યગુણસંપન સાચે દેવ છે. એટલે જ— * વિશ્વની વિશિષ્ટ અને શ્રેષ્ઠ વિભૂતિરૂપ આવા આ વીતરાગ-જિનદેવ પરમ “અહંત ” અર્થાત્ વિશ્વની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org