________________
અષ્ટાદશ દૂષણરહિત વીતરાગ દેવનું વિલક્ષણપણું ૩૩૯ રાજ પર ચઢયા ત્યારે,-હાસ્ય, અરતિ, રતિ, શાક, દુર્ગા , ભય, વેદેદય (કામ)-એ તુચ્છ કૃષિપંક્તિ જેવા, ઢીલા માટીના ઢેફા જેવા દેષ તે બિચારા ક્યાંય ચગદાઈ ગયા ! આમ ચારિત્રહને સર્વનાશ કરી, નિષ્કારણ-કરુણારસના સાગર આ પરમ કૃપાળુ દેવે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટ કર્યું.
આવા આ પરમ વીતરાગ પ્રભુ ત્રિલોકબંધુ દાન સંબંધી વિદ્ધને–દાનાંતરાયને નિવારી પરમ અહિંસાધર્મના ઉપદેશદાનથી સર્વજનને અભયદાન પદના દાતા થયા; લાભ સંબંધી વિનાને-લાભાંતરાયને નિવારી, પરમ લાભરસથી મસ્ત એવા આ પ્રભુ, જગને આત્મલાભમાં વિઘ કરનારા લાભવિઘના નિવારક થયા; પંડિત વીર્ય વડે. કરીને વીર્ય વિદ્મને–વીયતરાયને નિવારી આ પ્રભુ પૂર્ણ પદવીના યોગી બન્યા અને ગાંતરાય–ઉપભેગાંતરાય એ બંને વિદન નિવારી આ પ્રભુ પૂર્ણ આત્મસ્વરૂપ –રમણતારૂપ ભેગના સુભગી થયા.
આમ અજ્ઞાનાદિ અઢાર દૂષણથી રહિત એવા આ જિનદેવ, વીતરાગ પરમાત્મા છે,જેના અનન્ય ગુણેનું સંકીર્તન મુનિજનવૃંદ ગાય છે. આવા પરમ નિર્દોષ ગુણમૂત્તિ શ્રીમદ્ વીતરાગ દેવની આ પ્રકારે સ્વરૂપ
* પ્રજ્ઞાવબોધ મેક્ષમાળાને આ પાઠને ઘણો ખરો ભાગ પ્રકતોપાગી હોવાથી અત્ર અવતાર્યો છે. આ પાઠમાં આનંદધનજી ન સુપ્રસિદ્ધ મહિલ જિન સ્તવનને ભાવ પૂરેપૂરી વણી લીધું છે. જુઓ આનંદઘનજીકૃત પ્રસ્તુત સ્તવન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org