________________
ચરિત્રનું રસમય મહાકાવ્ય ગૂંચ્યું. આવા રાજપૂજ્ય હેમચંદ્રાચાર્ય મહારાજે કદી પણ રાજપિંડ બ્રહ્યો નહિં, એ એમની પરમ નિઃપૃહિતાનું ઉત્તમ ઉદાહરણ છે.
તેમની મધ્યસ્થતા અને સર્વ ધર્મ પ્રત્યે સમભાવ અદ્દભુત હતા. એક વખત તેઓ વિહાર કરતાં તેમનાથ પાટણ પધાર્યા. રાજેન્દ્ર કુમારપાળ પણ ત્યાં આવ્યા હતા. વિરોધી જનેએ રાજાના કાન ભંભેર્યા–આ હેમચંદ્ર મહાદેવને નમશે નહિં, પણ હેમચંદ્રાચાર્યે તેમની આ ધારણા બેટી પાડી. તેમણે તે મહાદેવનું સાચું સ્વરૂપ દર્શાવનારૂં મહાદેવ સ્તોત્ર લલકાયું અને છેવટે ગાયું કે“ भवबीजाङ्करजनना रागादयः क्षयमुपागता यस्य । ब्रह्मा वा વિUI દ વિનો વા નમસ્ત” અર્થાત્ ભવબીજાંકુર ઉત્પન્ન કરનારા રાગાદિ જેના ક્ષય પામી ગયા હોય, તે બ્રહ્મા હો, વિષણુ હો, હરહો, વા જિન હો, તેને નમસ્કાર હો! વિધીઓ ને રાજા કુમારપાળ આદિ તે દિંગ જ થઈ ગયા.
હેમચંદ્રાચાર્ય આવા મહાન છતાં તેમની ગુણપ્રાહિતા, સરળતા ને નિર્માનિતા આશ્ચર્યકારક હતા. એક વખત તેઓ શત્રુંજયની યાત્રાથે ગયા હતા. ત્યાં ભગવાન ઋષભદેવજીની સન્મુખ આ નિરભિમાની મહાન આચાર્યો, એક ગૃહસ્થ કવિ-મહાકવિ ધનપાલકૃત ગઢષભ પંચાશિકા અપૂર્વ ભાવથી ગાઈ અને બાણ—કાદંબરીને આંટી છે એવી તિલકમંજરી મહાકથાના સર્જક આ મહાકવિ ધનપાલ પંડિતની આ કાવ્યકૃતિ તે પદે પદે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org