________________
૩૩
માળવા પર જીત મેળવી સિદ્ધરાજ પાછા ફર્યા, ત્યારે તેણે રાજસભામાં પૂછયું-હારા રાજ્યમાં એ કઈ પંડિત છે કે જે બીજા વ્યાકરણની જરૂર ન પડે એવું નવું વ્યાકરણ રચી શકે? સર્વની દષ્ટિ મહાપંડિતશિરોમણિ હેમચંદ્રચાર્ય પર પડી, અને તેમણે તે માટેનું બીડું ઝડપ્યું, અને પાણિનિ આદિ વ્યાકરણને ભૂલાવી દે એવું સંસ્કૃત-પ્રાકૃત આદિ છએ ભાષાનું એક લાખ શ્લોકપ્રમાણુ “સિદ્ધહેમ' નામનું મહાવ્યાકરણ સાંગોપાંગ રચ્યું. મહારાજા સિદ્ધરાજે આ ભવ્ય ગ્રંથને હાથીની અંબાડીએ આપી તેનું પરમ ગૌરવ બહુમાન કર્યું.
પછી કાળક્રમે સિદ્ધરાજનું મૃત્યુ થયે કુમારપાળે રાજ્યસન લીધું, ત્યારે પિતાને અભયદાન આપનારા પિતાના પરમ ઉપકારી હેમચંદ્રાચાર્યનું સ્મરણ કરી તે તેમના ચરણપંકજના ભ્રમર બન્યા અને નિરંતર તેમના ઉપદેશામૃતનું પાન કરતાં અનુક્રમે વીતરાગધર્મના દઢ અનુયાયી અને વ્રતધારી ગૃહસ્થ થયા. સંપ્રતિ મહારાજની જેમ, આ ધર્માત્મા પરમાહંત કુમારપાળે અવનિને જિનમંદિરમંડિત કરી; પિતના રાજ્યમાં સર્વત્ર સર્વ જીવને અભય. દાન આપનારે અમારિ પટહ વગડામદ્ય અસુરને દેશવટે દીધે; અપુત્રીઆના ધનહરણને અન્યાય દૂર કર્યો, સર્વ ધર્મ પ્રત્યે સમભાવની દષ્ટિ દાખવી સર્વત્ર ન્યાયનીતિ ને સુખશાંતિનું સામ્રાજ્ય ફેલાવ્યું. કુમારપાળની વિજ્ઞપ્તિથી શ્રીહેમચંદ્રાચાર્યે તેના સ્વાધ્યાયાથે વીતરાગસ્તવ અને યેગશાસ્ત્રનું નિરૂપણ કર્યું; ત્રિષષ્ટિ શલાકા પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org