________________
-
-
હું એક છું, હારા ચરણુશરણે મને દૈન્ય નથી ૩૨૧ આપે ! હે વીતરાગ ! તું જ એક જેને શરણું છે એવા મને તે સર્વે સ–પ્રાણીઓ પ્રત્યે મિત્રી હો ! હે ભગવાન! મેં હારા શાસનનું શરણ બ્રહ્યું છે ને હારૂં શાસન તે આ છે કે સર્વ જીવને ખમાવવા ને સર્વની સાથે મિત્રી રાખવી. માટે હું સર્વ જીવને ખમાવું છું, સર્વ જીવો મને ક્ષમા આપ હારે સર્વ પ્રાણી સાથે મંત્રી છે, મ્હારો કોઈ પણ શત્રુ નથી ને મહારૂં કઈ સાથે કંઈ પણ વિર નથી,-મિત્તિ મે સદવમૂાસુ, વેર મકશું ન વેરા” જેવું હારા આત્માનું સ્વરૂપ છે, તેવું જ આ સર્વ આત્માઓનું સ્વરૂપ છે, તેથી એ સર્વ મહારા સાધમિક આત્મબંધુઓ જ છે, એમ નિશ્ચય રાખી હે ચેતન ! તું વિશ્વબંધુત્વ ભાવ! સમસ્ત જગજીવ પ્રત્યે વાત્સલ્ય ધરી, તેઓનું નિરંતર હિત ચિંતવ ! “સર્વાત્મમાં સમદષ્ટિ , આ વચનને હૃદયે લખે!” એમ તું મિત્રી ભાવનાનું ભાન કર. “જીવ સર્વે ખમાવીએ.સા. યોનિ ચોરાશી લાખ તે મન શુદ્ધ કરી ખામણાં....સા. કેઈ શું રોષ ન રાખ તે. સર્વ મિત્ર કરી ચિંત સા. કેઈ ન જાણે શત્રુ તે રાગ દ્વેષ એમ પરિહરે સા. કીજે જન્મ પવિત્ર તે. સાહમ્પિ સંઘ ખમાવીએ, સા. જે ઉપની અપ્રીતિ તે; સજજન કુટુંબ કરો ખામણાં, સા. એ જિનશાસન રીતિ તો. ખમીએ અને ખમાવીએ, સા. એહ જ ધર્મનું સાર તે.” શ્રી વિનયવિજયજીકૃત પુણ્યપ્રકાશ રાવત હાલ ૪
E
૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org